યુપીનો હચમચાવતો કિસ્સો
બનેવીએ લોન લઈ સાળીની સોપારી આપી, મિત્રો સાથે ગેંગરેપ બાદ હત્યા કરી

બનેવીએ લોન લઈ સાળીની સોપારી આપી

બનેવીએ લોન લઈ સાળીની સોપારી આપી
ઉત્તર પ્રદેશમાંથી એક હચમચાવી મૂકતો કિસ્સો સામે આવ્યો છે. ઉત્તર પ્રદેશમાં બનેવીએ બેંકમાંથી પર્સનલ લોન લઈને સાળીની સોપારી આપી હતી. આ બનેવીએ મિત્રો સાથે મળીને 21 વર્ષીય પોતાની જ સાળી સાથે ગેંગરેપ કર્યો અને ત્યારબાદ તેની હત્યા કરીને તેના મૃતદેહને સળગાવી મૂક્યો હતો. હવે 21 વર્ષીય યુવતી પર ગેંગરેપ, હત્યા અને મૃતદેહને સળગાવી દેવાના કેસનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. આ કેસમાં પોલીસે યુવતીના બનેવીની ધરપકડ કરી છે.
બનેવીએ બેંકમાંથી પર્સનલ લોન લીધી હતી અને પોતાના બે મિત્રોને 30 હજાર રૂપિયામાં સાળીની હત્યાની સોપારી આપી હતી. સાળીના હત્યા કરતા પહેલા બનેવીએ તેના બે મિત્રો સાથે મળીને તેની સાથે ગેંગરેપ પણ કર્યો હતો. ત્યારબાદ તેણે તેનું ગળું દબાવીને હત્યા કરી નાખી હતી. હત્યા કર્યા બાદ મૃતદેહની ઓળખ છુપાવવા માટે ત્રણેયે સાથે મળીને તેના પર પેટ્રોલ છાંટીને તેને સળગાવી દીધી હતી. મૃતક યુવતી ઘણા સમયથી બનેવીને બ્લેકમેલ કરી રહી હતી. તેથી બનેવીએ તેની હત્યાનું કાવતરું ઘડ્યું.
મુઝફ્ફરનગર પોલીસે આ મામલાનો ખુલાસો કરવા માટે પ્રેસ કોન્ફરન્સ બોલાવી હતી. તેમાં મુઝફ્ફરનગરના એસપી આદિત્ય બંસલે જણાવ્યું કે, 23 જાન્યુઆરીએ બુઢાણા પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામના એક વ્યક્તિએ જણાવ્યું હતું કે, મારો જમાઈ આશિષ તેના સાથીઓ શુભમ અને દીપક સાથે મારી પુત્રીને લઈ ગયો હતો. અને ત્યારથી મારી પુત્રી ગુમ છે. એસપીએ જણાવ્યું કે, શંકાના આધારે બુઢાણા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ આનંદદેવ મિશ્રાએ આરોપી આશિષને કસ્ટડીમાં લીધો અને તેની કડક પૂછપરછ કરી. આ દરમિયાન આશિષે હત્યાની કબૂલાત કરી.
ત્યારબાદ પોલીસને નિશાનદેહીના આધારે નાનૂ કેનાલની કાચી પટરી પર આવેલા વાંસની ઝાડીઓમાંથી યુવતીના બળી ગયેલા મૃતદેહના અવશેષો મળી આવ્યા હતા. પોલીસે ત્યાંથી માનવ ખોપરી, અડધા બળેલા કપડાં, વીંટી, હેર ક્લિપ, વાળ, કોન્ડોમ વગેરે જપ્ત કર્યા હતા. પૂછપરછ દરમિયાન આરોપીએ પોલીસને જણાવ્યું કે, મારા લગ્ન ચાર વર્ષ પહેલા થયા હતા. લગ્ન બાદ મેં મારી પત્નીની નાની બહેન સાથે વાત કરવાનું શરૂ કર્યું અને પછી અમારી નિકટતા વધી. ત્યારબાદ અમારી વચ્ચે સંબંધ બંધાયો. છેલ્લા બે મહિનાથી મારી સાળી પર પૈસા અને સામાન માટે દબાણ કરી રહી હતી અને મને બ્લેકમેઈલ કરી રહી હતી.
આરોપી દૌરાલાની આર્યાવૃત હોસ્પિટલમાં કામ કરે છે. સાળીના બ્લેકમેઈલથી કંટાળીને તેણે તેના મિત્રો શુભમ અને દીપક જે મેરઠ જિલ્લાના સરધના પોલીસ સ્ટેશનના મડિયાઈ ગામના રહેવાસી છે તેમની સાથે મળીને હત્યાનું કાવતરું ઘડ્યું. આરોપીએ બેંકમાંથી પર્સનલ લોન લીધી અને હત્યા કરવા માટે તેના સાથીઓને 30,000 રૂપિયા આપ્યા હતા. યોજના પ્રમાણે ત્રણેય આરોપીઓ છોકરીને પોતાની સાથે નાનૂ કેનાલની કાચી પટરી પર લઈ ગયા. પહેલા આરોપીએ વારફરતી યુવતી પર દુષ્કર્મ આચર્યું અને ત્યારબાદ તેણે તેના દુપટ્ટાથી તેનું ગળું દબાવીને તેની હત્યા કરી નાખી. ફોરેન્સિક ટીમે ઘટનાસ્થળેથી માનવ ખોપરી, મૃતક યુવતીનો ક્લેચર વગેરે મળી આવ્યા છે. પોલીસે હવે આ મામલે બનેવી જેલ હવાલે કર્યો છે અને તેના સાથીદારોની તલાશ કરી રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!

કાલુપુરની પાર્સલ સર્વિસ પેઢીમાં નોકરી દરમિયાન ₹45,29,910ની ચોરી કરી ફરાર થયાનો આરોપ! તપાસ કરતાં LCB ઝોન-3ની ટીમ બંને સગા ભાઈઓ સુધી ઉત્તર પ્રદેશના આગ્રામાં પહોંચી.

મહેસાણાના વિસનગરમાં ભુવાજી સામે 34 વર્ષીય પરિણીતાએ દુષ્કર્મ અને શોષણની ફરિયાદ નોંધાવી. આ કેસમાં અન્ય બે શખ્સોનાં નામ પણ સામે આવ્યાં છે!