બાપુનગરમાં સિગારેટની ના પાડતા બે યુવકો પર હુમલો
અમદાવાદમાં માથાભારે તત્વોનો આતંક: નજીવી બાબતમાં બે યુવકો પર જીવલેણ હુમલો કરી ફરાર

છરાબાજીની ઘટના

છરાબાજીની ઘટના
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ગુનેગારોનો ફાળ ફાટી નીકળ્યો હોય તેવો ઘાટ સર્જાયો છે. બાપુનગર વિસ્તારમાં માત્ર એક સિગારેટ આપવાની મનાઈ કરવા બદલ બે નિર્દોષ યુવકો પર છરા વડે હુમલો કરવાની ઘટના સામે આવી છે. આ હુમલામાં બંને યુવકોને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
સમગ્ર ઘટનાની વિગતો :
મેઘાણીનગરના રહેવાસી ૨૯ વર્ષીય કપિલભાઈ લખારા બાપુનગરની એક કપડાની દુકાનમાં કામ કરે છે. ગત ૬ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ રાત્રે ૧૧:૪૫ વાગ્યાના સુમારે કપિલભાઈ અને તેમનો મિત્ર ક્રિષ્ણા ઉર્ફે છોટુ દુકાનેથી કામ પતાવી ઘરે જઈ રહ્યા હતા. ત્યારે રસ્તામાં રાહુલ પટણી અને વિકાસ નામના બે શખ્સોએ તેમની પાસે આવી સિગારેટની માંગણી કરી હતી.
તકરાર અને લોહિયાળ હુમલો :
ક્રિષ્ણાએ સિગારેટ આપવાની ના પાડતા આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને ગાળાગાળી શરૂ કરી હતી. જ્યારે કપિલભાઈએ તેમને ગાળો બોલતા અટકાવ્યા, ત્યારે રાહુલ પટણીએ છરો કાઢીને કપિલભાઈના હાથ પર હુમલો કર્યો હતો. બીજી તરફ વિકાસે ક્રિષ્ણાના પીઠના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી દીધા હતા. હુમલા બાદ આસપાસના લોકો ભેગા થવા લાગતા બંને હુમલાખોરો ઘટનાસ્થળેથી ભાગી છૂટ્યા હતા.
પોલીસની કાર્યવાહી :
આ મામલે કપિલભાઈએ બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે રાહુલ પટણી અને વિકાસ વિરુદ્ધ ગુનો નોંધીને તેમની શોધખોળ હાથ ધરી છે. મોડી રાત્રે બનેલી આ ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કુવાડવા રોડની સોસાયટીમાં પાંચમા માળેથી નીચે પટકાતાં માસૂમ બાળકીનું મોત થયું. શરૂઆતમાં અકસ્માત કે કોઈએ બાળકીને ફેંકી હોવાની શંકા હતી, પરંતુ પોલીસની તપાસ આગળ વધતાં શંકાની સોય તેની માતા તરફ ગઈ!

QR કોડ પેમેન્ટથી મળ્યો સુરાગ, ગુજરાતથી ધરપકડો અને હવે જોબનપ્રીતની મુંબઈમાં ધરપકડ! પોલીસને શંકા છે કે હત્યા પાછળ વિદેશમાં બેઠેલા હેન્ડલર્સનું કનેક્શન હોઈ શકે છે.

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!