સાણંદ GIDC પોલીસ સામે થર્ડ ડિગ્રીનો વિવાદ વકર્યો
ખોરજ ગામની મારામારી કેસમાં નિર્દોષ યુવકોને થર્ડ ડિગ્રી આપ્યાનો પરિવારજનોનો ગંભીર આક્ષેપ

સાણંદ જીઆઈડીસી પોલીસ સ્ટેશન

સાણંદ જીઆઈડીસી પોલીસ સ્ટેશન
સાણંદ જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં થર્ડ ડિગ્રીનો વિવાદ વધુ ઉગ્ર બન્યો છે. ખોરજ ગામે થયેલી મારામારીના કેસમાં પોલીસે નિર્દોષ યુવકોને ગેરકાયદે રીતે શારીરિક ટોર્ચરના શિકાર બનાવ્યાના આક્ષેપો થયા છે. પીડિત યુવકોના પરિવારજનોએ વકીલ મારફતે અરજી આપીને પોલીસ અધિકારીઓ સામે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગણી કરી છે.
પરિવારજનોના દાવા અનુસાર ખોરજ ગામે બાવળ કાઢવાના મુદ્દે થયેલા વિવાદ બાદ પાંચ શખ્સો સામે કેસ નોંધાયો હતો. તપાસ દરમિયાન એલસીબીએ 13 નવેમ્બરે વિરમગામની પોપટ ચોકડી નજીકથી ત્રણ યુવકોને પકડી સાણંદ જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં લાવ્યા હતા. બાદમાં PSI એસ.એસ. શેખ અને DySP નિલમ ગોસ્વામી તેમને કોર્ટનાં આદેશ વિના DySP કચેરી લઈ ગયા હતા.
પરિવારજનોનું કહેવું છે કે ત્રણેય યુવકોને દિવાલ સામે ઉંધા ઉભા રાખીને થર્ડ ડિગ્રી જેવા ઢોર માર મારવામાં આવ્યો હતો. સાથે સાથે FIRમાં આરોપી હોવાનું નામ મેળ ખોટું દર્શાવાયું હોવાનો પણ આક્ષેપ છે. આ મામલે ઈન્ચાર્જ PI ઝાલા, PSI શેખ, DySP ગોસ્વામી અને અન્ય પોલીસ કર્મચારીઓ સામે ફરિયાદ નોંધવાની માંગ ઉઠી છે.
9 નવેમ્બર, 2025ના રોજ આ ઘટના સર્જાઈ હતી જ્યારે ખોરજ ગામે ખેતરના શેઢે બાવળ કાઢવા મુદ્દે મારામારી થઈ હતી. ત્યારબાદ પોલીસે ત્રણ યુવાનોને અટકાયતમાં લઈને તેમના પર શારીરિક અત્યાચાર કર્યો હોવાનો આરોપ છે. પરિવારજનો નિષ્પક્ષ તપાસ, પીડિતોને ન્યાય અને જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાંની માંગ કરી રહ્યા છે.
ઘટના બાદ ઠાકોર સમાજે સાણંદમાં રેલી કાઢી હતી. જેમાં સમાજના યુવકો પર થયેલા અત્યાચારને લઈ નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કુવાડવા રોડની સોસાયટીમાં પાંચમા માળેથી નીચે પટકાતાં માસૂમ બાળકીનું મોત થયું. શરૂઆતમાં અકસ્માત કે કોઈએ બાળકીને ફેંકી હોવાની શંકા હતી, પરંતુ પોલીસની તપાસ આગળ વધતાં શંકાની સોય તેની માતા તરફ ગઈ!

QR કોડ પેમેન્ટથી મળ્યો સુરાગ, ગુજરાતથી ધરપકડો અને હવે જોબનપ્રીતની મુંબઈમાં ધરપકડ! પોલીસને શંકા છે કે હત્યા પાછળ વિદેશમાં બેઠેલા હેન્ડલર્સનું કનેક્શન હોઈ શકે છે.

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!