પડોશી જ બન્યો હેવાન
ખેડામાં પાડોશીએ જ ત્રણ બાળકી પર દુષ્કર્મ આચર્યા

હેવાન પડોશી

હેવાન પડોશી
રાજ્યમાં સતત દુષ્કર્મની ઘટનાઓ વધી રહી છે. એક પછી કિસ્સાઓ સામે આવતાં રાજ્યભરમાં ખળભળાટ વ્યાપી જવા પામ્યો છે. ખેડાના માતરથી દુષ્કર્મની ઘટના પ્રકાશમાં આવી છે. આ ઘટનામાં પાડોશી જ હેવાન હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. પોતાની આસપાસ રહેતી ત્રણથી ચાર બાળકીને પોતાની હવસનો શિકાર બનાવી હતી. ફરિયાદ મુજબ આરોપી ચંદ્રકાન્ત પટેલે 3 બાળકી પર દુષ્કર્મ આચર્યું છે. જ્યારે એક બાળકીની શારિરીક છેડતી કરી હોવાનો આરોપ છે. નરાધમે બાળકી પર આચરેલા દુષ્કર્મનો વીડિયો ઉતાર્યો હોવાની પણ માહિતી મળી છે.
આ ઘટનાની જાણ થતાં જ ખેડા જિલ્લા પોલીસ અને એલસીબી સહિતની ટીમ દોડતી થઇ ગઇ છે. પોલીસની ટીમે આરોપી ચંદ્રકાન્ત પટેલની ધરપકડ કરી પૂછપરછ શરૂ કરી દીધી છે.
ખેડા એસપી રાજેશ ગઢીયાનું કહેવું છે કે 'ફરીયાદ બાદ આરોપીને ઝડપી લેવાયો છે. અને તેની પૂછપરછ કરાઈ રહી છે. આરોપીએ જુદી જુદી લાલચ આપીને ચાર બાળકીઓને શિકાર બનાવી છે. પોલીસ ફોરેન્સિક અને સાયન્ટિફિક રીતે સમગ્ર મામલે તપાસ કરાવશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!

કાલુપુરની પાર્સલ સર્વિસ પેઢીમાં નોકરી દરમિયાન ₹45,29,910ની ચોરી કરી ફરાર થયાનો આરોપ! તપાસ કરતાં LCB ઝોન-3ની ટીમ બંને સગા ભાઈઓ સુધી ઉત્તર પ્રદેશના આગ્રામાં પહોંચી.

મહેસાણાના વિસનગરમાં ભુવાજી સામે 34 વર્ષીય પરિણીતાએ દુષ્કર્મ અને શોષણની ફરિયાદ નોંધાવી. આ કેસમાં અન્ય બે શખ્સોનાં નામ પણ સામે આવ્યાં છે!