રાજકોટમાં ચાંદી ચોરીનો મુખ્ય સૂત્રધાર MPથી ઝડપાયો
રતનસિંગ રાઠોડને પોલીસે મધ્યપ્રદેશમાંથી દબોચી લીધો, 111 કિલો ચાંદી સાથે 4 આરોપી ઝબ્બે

ચાંદી ચોરીની ફાઈલ તસવીર

ચાંદી ચોરીની ફાઈલ તસવીર
રાજકોટમાં 130 કિલો ચાંદી ચોરીનો મામલો ગરમાયો છે. ચાંદી ચોરીના મુખ્ય સૂત્રધાર રતનસિંગ રાઠોડને મધ્યપ્રદેશમાંથી ઝડપી લેવામાં આવ્યો છે. મુખ્ય સૂત્રધાર રતનસિંગની પૂછપરછમાં નવા ખુલાસા થાય તેવી શક્યતા છે. આ કેસમાં અત્યાર સુધી 111 કિલો ચાંદી સાથે 4 આરોપી ઝડપાયા છે. રાજુ ભોજક, રતનસિંગ રાઠોડ, મુકેશ પ્રજાપતિ અને પ્રદીપ પ્રજાપતિની ધરપકડ કરવામાં આવી છે.
ચારેય આરોપીઓએ ચોરીનો પ્લાન ઘડી રાજકોટના સામાકાંઠા વિસ્તારના પેડક પાસે ચંપકનગરમાંથી રૂપિયા 1.62 કરોડની 130 કિલો ચાંદીના દાગીનાની ચોરી કરી હતી. ક્રાઈમ બ્રાન્ચે બોટાદના શખ્સને 31 કિલો ચાંદી સાથે પકડી લીધા બાદ તેની પૂછપરછમાં અન્ય બે શખ્સો સાથે મુખ્ય સૂત્રધારને ઝડપી લેવામાં આવ્યો છે.
રાજકોટના ચાંદી ચોરી કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે નરોડામાં રહેતા મુખ્ય આરોપી મંગુસિંહ રાઠોડની મેંગો સિનેમા પાસેથી ધરપકડ કરી 40 કિલો ચાંદી કબજે કરી હતી. જેમાં 30 કિલો ચાંદીના દાગીના અને 10 કિલો ઓગાળેલી ચાંદી મળી હતી. આ ઉપરાંત આરોપીના નિવાસસ્થાનેથી દાગીના ઓગાળવા માટે વપરાતી ખાસ ભઠ્ઠી અને અન્ય સાધનો પણ મળી આવ્યા છે.
રાજકોટ ક્રાઈમ બ્રાન્ચની ટીમે 31 કિલો ચાંદી તેમજ ચોરીમાં વપરાયેલી ક્રેટા કાર સાથે બોટાદના રાજુ ભોજકને સકંજામાં લઇ મુખ્ય આરોપી સુધી પહોંચવા તપાસ હાથ ધરી હતી. જેમાં પોલીસને સફળતા મળી છે. રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે મધ્યપ્રદેશથી રતનસિંગ રાઠોડને પકડી પૂછપરછ શરૂ કરી છે.
પોલીસ તપાસમાં ગુનામાં કાળા કલરની ક્રેટા કારનો ઉપયોગ થયો હતો. તે કાર ધરમસિંહ નામના રાજસ્થાનના બૂટલેગરની હોવાનું સામે આવ્યું છે. જે હાલ જેલમાં બંધ છે. આરોપી ધરમસિંહ જેલમાં જતાં ક્રેટા કાર રાજુ ભોજકને આપી હતી. રાજુ આ કારનો ઉપયોગ કરતો હતો.
ત્રણ દિવસ પહેલાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પ્રદીપ પ્રજાપતિ નામના શખ્સને 40 કિલો ચાંદી સાથે ઝડપી પાડ્યો હતો. પ્રદિપ પ્રજાપતિ ગીતામંદિર વિસ્તારની એક દુકાનમાં મોબાઈલ રિપેરિંગનું કામ કરતો હતો. પોતે રાજકોટમાં ચોરી કરવા આવ્યો નહોતો. પરંતુ ચોરી કરનાર મુકેશ પ્રજાપતિએ પ્રદીપને ચાંદીના જથ્થામાંથી 40 કિલો ચાંદી આપી હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. આરોપી પ્રદીપે ચાંદીનો જથ્થો તેની દુકાનમાં રાખ્યો હતો.
પ્રદીપ ચાંદી વેચાણ કરે તે પહેલાં ક્રાઈમ બ્રાન્ચે તેને ઝડપી પાડી 40 કિલો ચાંદી કબજે કરી હતી. પ્રદીપ અને મુકેશ બંને મામા ફોઇના પિતરાઈ ભાઈ હોવાનું સામે આવ્યું છે. મુકેશ પ્રજાપતિ અને તેની સાથે અન્ય શખ્સે 3 ફેબ્રુઆરીની મોડી રાત્રે ચોરી કરી બાદમાં ચોરીનો માલ અમદાવાદ લઈને આવ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું.
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં પ્રથમ આરોપીએ કરેલી કબૂલાત મુજબ આરોપી મુકેશ ડ્રાઇવિંગનું કામ કરે છે અને મૂળ વડોદરાનો રહેવાસી છે. તેની સાસરી સુરતમાં છે. મુકેશને ડ્રાઇવિંગના કામ દરમિયાન ટિપ મળી હતી કે રાજકોટની દુકાનમાં મોટા પ્રમાણમાં ચાંદીનો જથ્થો છે. જેથી મુકેશે ચોરીનો પ્લાન બનાવ્યો હતો અને ચોરી કરીને અમદાવાદ આવ્યો હતો. મુકેશે 40 કિલો જથ્થો પ્રદીપને આપ્યો હોવાનું અને બાકીનો જથ્થો અમદાવાદના શખ્સને આપ્યો હોવાનું તપાસમાં સામે આવ્યું હતું.
શું હતો સમગ્ર મામલો?
રાજકોટના રૈયા સર્કલ પાસે રામેશ્વર પાર્ક-1 શેરી નં.1 માં રહેતાં અને મૂળ પડધરીના વિમાસણ ગામના અતુલ બુસાએ ફરિયાદમાં જણાવ્યુ હતું કે, પેડક રોડ ચંપકનગર-1 ખત્રીની વાડીની પાસે બિપિનભાઈના મકાનમાં શક્તિ સિલ્વર નામની પેઢી છે. ગત 3 ફેબ્રુઆરીના રોજ સાંજે 4 વાગ્યે પેઢીને તાળુ મારી ચાવી સાથે લઈ લગ્ન પ્રસંગમાં જતો રહ્યો હતો. તેઓ ઘરે આવતા ચોરી થયાની જાણ થઈ હતી.
તેથી પેઢીએ જઈને તપાસ કરતા ચાંદીના વિંછીયા, સાંકળા સહિત આશરે 50 ટચના તૈયાર કરેલા ચાંદીના દાગીના પ્લાસ્ટીકના બોક્ષમાં ભર્યા હતા. આ બોક્ષને 11 બોરીમાં રાખવામાં આવ્યા હતા. તે જોવા મળેલ નહી. જેની કિંમત અંદાજે 1.62 કરોડ અંદાજવામાં આવી છે. જેની ચોરી થયાની ફરિયાદ કરતાં બી ડિવિઝન પોલીસે ગુનો નોધી તપાસ શરૂ કરી હતી.
અમદાવાદ ક્રાઈમ બ્રાંચે મહેસાણામાંથી 40 કિલો ચાંદી સાથે મુકેશ પ્રજાપતિને ઝડપી પૂછપરછ કરતા તે મોબાઈલનો ધંધાર્થી હોવાથી તેનો પિતરાઈ ભાઈ રાજસ્થાનનો પ્રદીપ પ્રજાપતિ આપી ગયાનું રટણ કરતો હતો. ક્રાઈમ બ્રાન્ચને કેટલાક શંકાસ્પદોના નામ પણ મળ્યા હતા.
ત્યારબાદ પોલીસે બોટાદમાંથી નામચીન રાજુ ભોજકને ઉઠાવી લીધો હતો. તેની પૂછપરછ દરમિયાન રાજસ્થાનના બુટલેગર રતનસિંગ રાઠોડ સાથે મળી ચોરીનો પ્લાન બનાવ્યો હોવાની કબૂલાત કરી હતી. બાદમાં રેકી કરી ચોરીને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે અત્યાર સુધીમાં 111 કિલો ચાંદી સાથે 4 શખ્સોને ઝડપી લઈ ટીપ આપનાર શખ્સને પકડી લેવા કવાયત શરૂ કરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સ્કૂટરમાં GPS ટ્રેકર મળ્યું! પત્નીએ પતિ સામે કેમ કરી ફરિયાદ?

દિલ્હીમાં કિશોરીની લાશ, 50+ CCTVથી ખુલ્યું ચોંકાવનારું રહસ્ય! આખરે શું થયું?

મકાન જોવા આવી હતી મહિલા... બે દિવસ બાદ એ જ બિલ્ડિંગમાં બની ગઈ હત્યારી!