વડોદરામાં અસામાજીક તત્વોનો આતંક, પોલીસનો ડર રાખ્યા વગર મારામારી
વસીમ અને તેની ગેંગે નવાયાર્ડના શખ્સો ઉપર હુમલો કરતાં ભયનું વાતાવરણ સર્જાયું

વસીમ અને તેની ગેંગે નવાયાર્ડના શખ્સો ઉપર હુમલો કરતાં ભયનું વાતાવરણ સર્જાયું

વસીમ અને તેની ગેંગે નવાયાર્ડના શખ્સો ઉપર હુમલો કરતાં ભયનું વાતાવરણ સર્જાયું
વડોદરામાં વસીમ અને અહેઝાઝ નામના નામચીન શખ્સોએ નવાયાર્ડના યુવકો પર ગત રાત્રીએ જીવલેણ હુમલો કરીને આતંક સર્જ્યો હતો. આ ગુંડાઓએ પોલીસનો કોઇ જ ડર રાખ્યા વગર ઘાતક હથિયારો લઇને કેફેમાં ધસી ગયા હતા અને 2 શખ્સને જીવલેણ માર માર્યો હતો. ફતેગંજ પોલીસે આ મામલે સામસામે ગુનો નોંધી તપાસ શરુ કરી હતી.
વડોદરામાં લુખ્ખા તત્વો રાત્રીના સમયે બેફામ બની રહ્યા છે. ગત રાત્રીએ વસીમ અને અહેઝાઝ નામના બે શખ્સોએ તેમની ગેંગના સાગરીતો સાથે જીવલેણ મારામારી થઇ હતી. તેગંજમાં લેડી પિલર હોસ્પિટલ જેવા શાંત વિસ્તારમાં ગેંગવોર થતાં લોકોમાં નાસભાગ મચી ગઇ હતી. બંને ગેંગના સભ્યોએ લોખંડની પાઇપ, તલવાર, પટ્ટા વડે એકબીજા પર હુમલો કર્યો હતો.
આ ઘટનામાં ઇજાગ્રસ્ત બનેલા યુવકના ભાઇએ આરોપ લગાવ્યો કે વસીમે હું ગેંગસ્ટર છું મારી વાત નહીં આપો તો મારી નાખીશુ તેવી ધમકી આપી હતી અને બુટલેગર અહેઝાઝ તથા વસીમ દાદાગીરી કરી રહ્યા છે. ત્રણ દિવસ પહેલા પણ તેમણે ખોટી ફરિયાદ કરાવી હતી અને પોલીસમાં મારું સેટીંગ છે તેવી ધમકી આપી મારા ભાઇ પર ચાકૂ વડે જીવલેણ હુમલો કર્યો હતો. વસીમ અને અહેઝાઝ અને તેની ગેંગગા સાતથી આઠ લોકોએ મારા ભાઇઓ પર હુમલો કર્યો હતો. ભાઇનો આરોપ કે વસીમ દારુના ગુનાઓ કરી ગેંગસ્ટર બનવા માગે છે.
બીજી તરફ આ મામલે એસીપીએ જણાવ્યું કે ગત રાત્રે એક જ કોમના 2 જૂથ વચ્ચે ઝઘડો થયો હતો જેમાં કેટલાક લોકોને સામાન્ય ઇજા પહોંચી છે. તેમણે કહ્યું કે ચાર દિવસ અગાઉ નવાયાર્ડ અઝહરખાન પઠાણનો ભાણીયો ગોરવાના સમીરખાન સાથે ફરતો હોવા બાબતે ઠપકો આપ્યો હતો અને ત્યારબાદ આ મુદ્દે મારામારી થઇ હતી જેથી પોલીસે આ બનાવમાં ગુનો નોંધી 4 આરોપીની ધરપકડ કરી હતી. ત્યારબાદ આરોપીઓએ તે મારા વિરુદ્ધ ફરિયાદ કેમ કરી તેમ જણાવીને ગત રાત્રીએ ફરી ઝઘડો કર્યો હતો.
આ બનાવમાં સામ સામે ફરિયાદ નોંધાઇ છે જેમાં એક ફરિયાદમાં 9 આરોપી છે જ્યારે બીજી ફરિયાદમાં 2 આરોપી છે તેમાંથી 6 આરોપીની ધરપકડ કરી દેવાઇ છે. નદીમ પઠાણ, ઓવેસ પટાણ, સમીર પઠાણ , સાજીદ પઠાણ અહેઝાઝ શેખ અને અનુરાગ ઠાકુર, શાન પઠાણ, મહોબ્બત પઠાણ, અઝહર પઠાણ નવા યાર્ડના છે તે હોસ્પિટલમાં છે. આ ગુનામાં વપરાયેલી કાર પોલીસે કબજે કરી છે. લાકડી બેટ અને ચાકૂનો ઉપયોગ કર્યો છે . આરોપી સામે અગાઉ ગુના રજિસ્ટર થયેલા છે. ગોરવાના મધુનગર અને બાકીના નવા યાર્ડના છે. વસીમ પઠાણ, સરદાર પઠાણ અને હસનેન પઠાણને પકડવાના બાકી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!

કાલુપુરની પાર્સલ સર્વિસ પેઢીમાં નોકરી દરમિયાન ₹45,29,910ની ચોરી કરી ફરાર થયાનો આરોપ! તપાસ કરતાં LCB ઝોન-3ની ટીમ બંને સગા ભાઈઓ સુધી ઉત્તર પ્રદેશના આગ્રામાં પહોંચી.

મહેસાણાના વિસનગરમાં ભુવાજી સામે 34 વર્ષીય પરિણીતાએ દુષ્કર્મ અને શોષણની ફરિયાદ નોંધાવી. આ કેસમાં અન્ય બે શખ્સોનાં નામ પણ સામે આવ્યાં છે!