સસ્પેન્સ થ્રીલર વડગામ..1.26 કરોડનો વીમો પકવવા પોતાની હત્યાનું કાવતરું
સળગેલી કારના કિસ્સામાં પોલીસે એક પછી એક પડ ખોતર્યા તો સનસનીખેજ કાવતરાની જાણ થઇ..મુખ્ય સુત્રધાર દલપત પકડાયો

સસ્પેન્સ થ્રીલર વડગામ..1.26 કરોડનો વીમો પકવવા પોતાની હત્યાનું કાવતરું

સસ્પેન્સ થ્રીલર વડગામ..1.26 કરોડનો વીમો પકવવા પોતાની હત્યાનું કાવતરું
પાલનપુરના વડગામના ધનપુરા ગામમાં એક કાર સળગી અને ત્યારબાદ શરુ થયો તપાસનો ધમધમાટ...તપાસ જેમ જેમ આગળ વધી તેમ તેમ જે રહસ્યો ખુલતા ગયા તેમાં પોલીસ પણ ચોંકી ગઇ...આ કોઇ કાર સળગવાનો બનાવ ન હતો..આ એક ષડયંત્ર હતું અને તે પણ કોઇ ફિલ્મી સ્ટોરીને પણ ટક્કર મારે તેવું....આ અકસ્માત નહીં પણ હત્યાનું સુનિયોજીત કાવતરું હતું.
વાત એવી છે કે થોડા દિવસ પહેલાં ધનપુરા ગામ પાસે એક કાર સળગી હતી અને તેમાં એક વ્યક્તિ સળગી ગયો હતો. પોલીસે બનાવની તપાસ શરુ કરી. કારમાંથી મળેલા માનવ કંકાલની તપાસ માટે પોલીસે ડીએનએ ટેસ્ટ કરાવવા મોકલી આપી..ત્યારબાદ ઘટસ્ફોટ થયો કે આ કાર ઢેલાણા ગામના ભગવાન રાજપૂતે ખરીદી હતી જેથી પોલીસે અનુમાન લગાવ્યું કે કારમાં જે વ્યક્તિ હતો તે કદાચ ભગવાનસિંહ હશે...પણ જ્યારે ડીએનએ રિપોર્ટ આવ્યો ત્યારે પોલીસ ચોંકી ગઇ કારણ કે આ કંકાલ ભગવાનસિંહનું ન હતું અને ડીએનએ મેચ થયો ન હતો...
પોલીસે ત્યારબાદ ઉંડી તપાસ શરુ કરી. તપાસમાં ખુલ્યું કે આ કંકાલ તો વિરમપુરના રેવાભાઇ મોહનભાઇ ગામિતનું છે અને તે દલપત ઉર્ફે ભગવાનસિંહની હોટલમાં કામ કરતો હતો. પોલીસને લાગ્યું કે ભગવાનસિંહે રેવાભાઇની હત્યા કરાવી લાશને કારમાં મુકીને સળગાવી દીધી હતી.
ત્યારબાદ પોલીસે તપાસ શરુ કરીને ભગવાનસિંહને પણ ઝડપી લીધો હતો. તપાસમાં ભગવાનસિંહે જણાવ્યું કે તેણે એક હોટેલ ખરીદી હતી પણ હોટેલ બરાબર ચાલતી ન હતી જેથી રોકેલા પૈસા સામે તેને યોગ્ય વળતર મળતું ન હતું. ભગવાનસિંહ નાણાંકિય રીતે ટેંશનમાં આવી ગયો હતો. ભગવાનસિંહને શોખ પણ બહુ હતા. દલપત ઉર્ફે ભગવાનસિંહની ઐયાશ જીંદગીથી તેનું દેવું પણ વધી ગયું હતું જેથી ક્રાઇમ ફિલ્મોમાંથી પ્રેરણા લઇને તેણે યોજના બનાવી અને તેમાં તેણે તેના 5 સાગરીતોને પણ જોડ્યા
આ યોજનાને પાર પાડવા પહેલા તેણે 1.26 કરોડના 2 વીમા ખરીદ્યા. એક પોલીસીમાં અકસ્માતે મોત થાય તો 1 કરોડ અને બીજી પોલીસીમાં 26 લાખ મળે તેમ હતા. હવે વીમો લીધા બાદ દલપતને મરવું પડે તેમ હતું કારણ કે દલપત મરે તો જ તેને વીમાની રકમ મળી શકે. અકસ્માત મોતમાં પોતાનું મોત થયું હોવાનું કાવતરું રચવા તેને એક લાશની જરુર ઉભી થઇ એટલે તેણે સાગરીતોની મદદથી કબરમાંથી લાશ કાઢી પણ આ લાશમાં માત્ર હાડકા દેખાતા હતા જેથી પ્લાન રદ કરી દેવાયો.
ત્યારબાદ દલપતનું મગજ ચકરાવે ચડ્યું.તેની નજરમાં અમીરગઢ પાસેના વિરમપુર ખાતે ચોકીદાર તરીકે નોકરી કરતા રેવાભાઇ ઠાકોર આવ્યો. તેણે રેવાની પત્નીને હોટલ પર નોકરી આપી અને રેવાભાઇ અને તેની પત્નીને ધનપુરા ખાતે લાવ્યા. લાગ જોઇને તેણે રેવાને ફુલ દારુ પીવડાવ્યો અને તેની હત્યા કરી લાશને કારમાં મુકીને કાર સળગાવી દીધી....
આખરે દલપત ઉર્ફે ભગવાનસિંહ તો પકડાઇ ગયો છે પણ પોલીસને આ કેસમાં ભારે મહેનત કરવી પડી હતી. ફોરેન્સીક તપાસમાં જણાયું કે કાર અંદરથી સળગી ન હતી પણ બહારથી સળદાવામાં આવી હતી અને તે અકસ્માત ન હોવા છતાં તેને અકસ્માતમાં ખપાવાનો પ્રયાસ થયો હતો. બીજી તરફ રેવાની પત્નીએ પોતાનો પતિ ગુમ હોવા બાબતે પોલીસને જાણ કરી હતી અને તેણે પોલીસને કહ્યું કે દલપતનો સાગરીત ભેમાજી રાજપૂત રેવાને પોતાની સાથે લઇ ગયો હતો. પોલીસે ભેમાજીની કડક પૂછપરછ કરી તો તેણે વટાણા વેરી લીધા.
વીમો પકવવા માટે આ નરાધમોએ રેવાને ચિકાર દારુ પીવડાવી તેને બેભાન કર્યા બાદ રેવાના મોંઢા પર સળગતો સ્ટવ મુક્યો હતો અને રેવાનો ચહેરો દાઝી ગયો ત્યારબાદ ગળે ટૂંપો દઇ તેને મારી નાખ્યો હતો અને તેની લાશને કારમાં મુકી સળગાવી દીધી હતી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!

કાલુપુરની પાર્સલ સર્વિસ પેઢીમાં નોકરી દરમિયાન ₹45,29,910ની ચોરી કરી ફરાર થયાનો આરોપ! તપાસ કરતાં LCB ઝોન-3ની ટીમ બંને સગા ભાઈઓ સુધી ઉત્તર પ્રદેશના આગ્રામાં પહોંચી.

મહેસાણાના વિસનગરમાં ભુવાજી સામે 34 વર્ષીય પરિણીતાએ દુષ્કર્મ અને શોષણની ફરિયાદ નોંધાવી. આ કેસમાં અન્ય બે શખ્સોનાં નામ પણ સામે આવ્યાં છે!