સુરત: ભેસ્તાનમાં ટેમ્પો ચાલકને જાહેરમાં ઢોર માર
ટેમ્પો ચાલક પર તૂટી પડ્યા યુવકો, પોલીસે ચારની ધરપકડ કરી ભાન કરાવ્યું

ભેસ્તાન રોડ રેજ ઘટના

ભેસ્તાન રોડ રેજ ઘટના
સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉઠાવતી એક ચોંકાવનારી ઘટના ભેસ્તાન વિસ્તારમાં સામે આવી છે. એસએમસી કોમ્પ્લેક્સની સામે જાહેર રસ્તા પર માત્ર એક સામાન્ય ટક્કર બાદ ટેમ્પો ચાલક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને હુમલાખોરોને કાયદાનું ભાન કરાવ્યું છે.
સામાન્ય બોલાચાલીએ લીધું હિંસક સ્વરૂપ :
ઘટનાની વિગતો મુજબ, પ્રેમનગરમાં રહેતા એક યુવક સાથે અજાણ્યા ટેમ્પો ચાલકની સામાન્ય ટક્કર થઈ હતી. આ અકસ્માત એટલો મોટો નહોતો કે કોઈને ઈજા પહોંચે, પરંતુ અહમના ટકરાવમાં મામલો બિચક્યો હતો. યુવક અને ટેમ્પો ચાલક વચ્ચે ઉગ્ર બોલાચાલી શરૂ થઈ હતી. આ જોઈ નજીકમાં ઉભેલા યુવકના અન્ય મિત્રો પણ ત્યાં ધસી આવ્યા હતા અને કોઈ પણ વાતચીત કર્યા વગર ટેમ્પો ચાલક પર તૂટી પડ્યા હતા.
જાહેરમાં રસ્તા વચ્ચે માનવતા નેવે મૂકાઈ :
વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે પાંચથી વધુ શખ્સોએ ટેમ્પો ચાલકને ઘેરી લીધો હતો. હુમલાખોરોએ શિસ્તની તમામ હદ વટાવી દીધી હતી. તેઓએ ટેમ્પો ચાલકનો કોલર પકડી તેને રસ્તા વચ્ચે ઢસડ્યો હતો અને લાત-મુક્કાનો વરસાદ કર્યો હતો. આટલું ઓછું હોય તેમ, ઉશ્કેરાયેલા શખ્સોએ પ્લાસ્ટિકની ડોલ વડે ટેમ્પો ચાલકના માથા અને શરીરના ભાગે આડેધડ પ્રહાર કર્યા હતા. ગભરાયેલો ચાલક પોતાનો જીવ બચાવવા આજીજી કરતો રહ્યો, પરંતુ હુમલાખોરોને કાયદાનો કોઈ ડર રહ્યો નહોતો.
ભેસ્તાન પોલીસની કડક કાર્યવાહી :
આ હિંસક ઘટનાનો વીડિયો વાયરલ થતા જ સુરત પોલીસ હરકતમાં આવી હતી. ભેસ્તાન પોલીસે વીડિયો ફૂટેજના આધારે હુમલાખોરોની ઓળખ કરવાની કામગીરી હાથ ધરી હતી. પોલીસે ટેમ્પો ચાલકની ફરિયાદ નોંધી ગણતરીના કલાકોમાં ચાર મુખ્ય આરોપીઓને દબોચી લીધા હતા. પોલીસની કડક પૂછપરછ અને કાયદાના સકંજામાં આવતા જ રસ્તા પર દાદાગીરી કરનારા તત્વોનું શૂરાતન ઓગળી ગયું હતું.
પોલીસ સ્ટેશનમાં જ આરોપીઓએ કાન પકડ્યા :
રસ્તા પર જે શખ્સો ગુંડાગીરી કરી રહ્યા હતા, તેઓ પોલીસ સ્ટેશન પહોંચતા જ નરમ પડી ગયા હતા. પકડાયેલા તમામ આરોપીઓએ કાન પકડીને પોતાની ભૂલ બદલ માફી માંગી હતી અને ભવિષ્યમાં આવી કોઈ પણ હિંસક પ્રવૃત્તિ નહીં કરવાની ખાતરી આપી હતી. પોલીસે આ મામલે કડક ગુનો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. આ કાર્યવાહીથી વિસ્તારના અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સ્કૂટરમાં GPS ટ્રેકર મળ્યું! પત્નીએ પતિ સામે કેમ કરી ફરિયાદ?

દિલ્હીમાં કિશોરીની લાશ, 50+ CCTVથી ખુલ્યું ચોંકાવનારું રહસ્ય! આખરે શું થયું?

મકાન જોવા આવી હતી મહિલા... બે દિવસ બાદ એ જ બિલ્ડિંગમાં બની ગઈ હત્યારી!