સુરત SOGએ ડ્રગ્સ કેસનો વોન્ટેડ ઝડપી પાડ્યો
સાધુના વેશમાં ફરતો ઇશાક અલી સૈયાદ મુંબઇથી ઝડપાયો, સુરત લાવી પૂછપરછ શરૂ

સુરત ડ્રગ્સ કેસ ધરપકડ

સુરત ડ્રગ્સ કેસ ધરપકડ
સુરત શહેરની SOG ટીમે લાંબા સમયથી ફરાર રહેલા ડ્રગ્સના વોન્ટેડ આરોપી ઇશાક અલી સૈયાદ ઉર્ફે મહારાજને મુંબઇથી ઝડપી પાડ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ, આરોપી છેલ્લા કેટલાક મહિનાથી સાધુના વેશમાં મહારાજ તરીકે ઓળખ આપી લોકોની આંખમાં ધૂળ ઝોકી રહ્યો હતો.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી ડ્રગ્સના ધંધા માટે પોતાનું નકલી હિન્દુ નામ “મહારાજ” રાખીને ગુનાહિત પ્રવૃત્તિઓ ચાલુ રાખતો હતો, જેથી કોઈને શંકા ન થાય. લગભગ નવ મહિના પહેલા સુરત પોલીસે બિલ્ડર ભરત પટેલની ધરપકડ કરી હતી, જેમાં પૂછપરછ દરમિયાન ઇશાક અલી સૈયાદનું નામ સામે આવ્યું હતું.
નામ બહાર આવતા જ આરોપી સાઉદી અરેબિયા ભાગી ગયો હતો. તાજેતરમાં તે ગુપ્ત રીતે મુંબઇ પરત ફર્યો હતો. આ માહિતી મળતા જ સુરત SOGની ટીમ મુંબઇ પહોંચી અને ચોકસાઇપૂર્વકના ઓપરેશનમાં તેને ઝડપી પાડ્યો. પોલીસે આરોપીને સુરત લાવી વધુ પુછપરછ શરૂ કરી છે.
તપાસ દરમિયાન SOG જાણી રહી છે કે શું ઇશાક અલી સૈયાદ સાથે અન્ય કોઈ સાથીદાર અથવા આંતરરાષ્ટ્રીય નેટવર્ક જોડાયેલું હતું કે નહીં.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

લગ્નનું વચન, ₹25 લાખની માંગ અને ફોટા મોર્ફ કરવાની ધમકી? ચેન્નાઈમાં TVK પદાધિકારી સામે 15 વર્ષની સગીરા અંગે ગંભીર આરોપો સાથે માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

કુવાડવા રોડની સોસાયટીમાં પાંચમા માળેથી નીચે પટકાતાં માસૂમ બાળકીનું મોત થયું. શરૂઆતમાં અકસ્માત કે કોઈએ બાળકીને ફેંકી હોવાની શંકા હતી, પરંતુ પોલીસની તપાસ આગળ વધતાં શંકાની સોય તેની માતા તરફ ગઈ!

QR કોડ પેમેન્ટથી મળ્યો સુરાગ, ગુજરાતથી ધરપકડો અને હવે જોબનપ્રીતની મુંબઈમાં ધરપકડ! પોલીસને શંકા છે કે હત્યા પાછળ વિદેશમાં બેઠેલા હેન્ડલર્સનું કનેક્શન હોઈ શકે છે.