સુરત: 2500 KM પીછો કરી સગીરાના અપહરણકર્તાને ઝડપ્યો
સુરત પોલીસે 5 જિલ્લામાં તપાસ કરી દુષ્કર્મના આરોપીને માંડવા ગામેથી દિલધડક રીતે દબોચી લીધો

અરવિંદ પંચાસરા આરોપી

અરવિંદ પંચાસરા આરોપી
સુરતના સરથાણા વિસ્તારમાં ગત નવેમ્બર માસમાં બનેલી સગીરાના અપહરણ અને દુષ્કર્મની ઘટનાએ ભારે ચકચાર મચાવી હતી. 17 વર્ષીય સગીરાને પ્રેમજાળમાં ફસાવી તેનું અપહરણ કરનાર 26 વર્ષીય પરણિત આરોપી અરવિંદ પંચાસરાને પકડવા માટે સુરત પોલીસે ઓપરેશન 'તલાશ' હાથ ધર્યું હતું. આરોપી અત્યંત શાતિર હતો, તેણે પોલીસથી બચવા માટે પોતાના મોબાઈલના સિમકાર્ડ તોડી નાખ્યા હતા અને બોલેરો પીકઅપ ગાડીમાં સતત લોકેશન બદલી રહ્યો હતો.
પોલીસનું દિલધડક ઓપરેશન :
PSI શીતલ ચૌધરી અને તેમની ટીમ માટે આ કેસ એક પડકાર સમાન હતો. ટેકનિકલ સર્વેલન્સ નિષ્ફળ જતાં પોલીસે સીડીઆર (Call Detail Record) નું ઊંડું વિશ્લેષણ કર્યું. તપાસમાં સામે આવ્યું કે આરોપીએ પોરબંદરમાં એક અજાણ્યા માછીમારના ફોનનો ઉપયોગ કર્યો હતો. આ કડીના આધારે પોલીસે સૌરાષ્ટ્રના પાંચ જિલ્લાઓ – બોટાદ, અમરેલી, ભાવનગર, રાજકોટ અને પોરબંદરમાં 2500 કિલોમીટરથી વધુનો પ્રવાસ ખેડ્યો હતો.
11 ફૂટ ઊંચી દીવાલ કૂદી આરોપીને ઝડપ્યો :
આરોપી પોતાની ઓળખ છુપાવીને અલગ-અલગ જગ્યાએ મજૂરી કામ કરતો હતો. અંતે, ટેકનિકલ કડીઓ અને સઘન પૂછપરછના આધારે પોલીસને માંડવા ગામનું લોકેશન મળ્યું. રાત્રિના સમયે જ્યારે આરોપી ઊંઘતો હતો, ત્યારે પોલીસે તેને ચારે બાજુથી ઘેરી લીધો હતો. દરવાજો બંધ હોવાથી પોલીસ જવાન ચેતને 11 ફૂટ ઊંચી દીવાલ કૂદી અંદર પ્રવેશ કર્યો અને આરોપીને સગીરા સાથે ઝડપી પાડ્યો હતો.
સમાજમાં રોષ અને પોલીસની સરાહના :
બે સંતાનોનો પિતા હોવા છતાં આ શખ્સે સગીરા સાથે અત્યાચાર ગુજાર્યો હતો. તેની વિકૃત માનસિકતા તેની ગાડી પર લખેલા લખાણથી પણ સાબિત થતી હતી. જ્યારે પોલીસ આરોપીને લઈને પરત ફરી ત્યારે પાટીદાર સમાજ અને સ્થાનિક લોકોએ પોલીસની કામગીરીને બિરદાવી હતી. 31 ડિસેમ્બરની રાત્રે જ્યારે દુનિયા ઉજવણી કરી રહી હતી, ત્યારે સુરત પોલીસની આ ટીમ દીકરીને ન્યાય અપાવવા ખેતરો અને વાડીઓમાં ભટકી રહી હતી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કુવાડવા રોડની સોસાયટીમાં પાંચમા માળેથી નીચે પટકાતાં માસૂમ બાળકીનું મોત થયું. શરૂઆતમાં અકસ્માત કે કોઈએ બાળકીને ફેંકી હોવાની શંકા હતી, પરંતુ પોલીસની તપાસ આગળ વધતાં શંકાની સોય તેની માતા તરફ ગઈ!

QR કોડ પેમેન્ટથી મળ્યો સુરાગ, ગુજરાતથી ધરપકડો અને હવે જોબનપ્રીતની મુંબઈમાં ધરપકડ! પોલીસને શંકા છે કે હત્યા પાછળ વિદેશમાં બેઠેલા હેન્ડલર્સનું કનેક્શન હોઈ શકે છે.

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!