સુરત: વિદ્યાર્થિનીની છેડતી કરનાર રત્નકલાકાર ઝડપાયો
ઉત્રાણ પોલીસે CCTVના આધારે ગણતરીના કલાકોમાં નરાધમ સંદીપ ગોટીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો

ઉત્રાણ છેડતી કેસ ધરપકડ

ઉત્રાણ છેડતી કેસ ધરપકડ
સુરત શહેરના ઉત્રાણ વિસ્તારમાં માનવતાને શર્મશાર કરતી એક ઘટના પ્રકાશમાં આવી છે. શાળાએથી અભ્યાસ કરીને ઘરે પરત ફરી રહેલી એક ૧૬ વર્ષની સગીરા સાથે રસ્તામાં છેડતી થતા સમગ્ર વિસ્તારમાં રોષ જોવા મળ્યો હતો. જોકે, સુરત પોલીસે આ મામલે અત્યંત પ્રશંસનીય અને ઝડપી કામગીરી કરીને ગણતરીના કલાકોમાં જ આરોપીને જેલ ભેગો કરી દીધો છે.
ભયભીત સગીરાએ પરિવારને જણાવી આપવીતી :
ઘટનાની વિગતો મુજબ, ઉત્રાણ પોલીસ સ્ટેશનની હદમાં રહેતી ૧૬ વર્ષની વિદ્યાર્થિની પોતાની શાળાએથી પગપાળા ઘરે જઈ રહી હતી. આ સમયે રસ્તામાં એકલતાનો લાભ ઉઠાવીને સંદીપ ગોટી નામના શખ્સે તેની સાથે અડપલાં કરી છેડતી કરી હતી. અચાનક બનેલી આ ઘટનાથી સગીરા ભારે ફફડાટમાં આવી ગઈ હતી. ઘરે પહોંચતા જ તેણે હિંમત ભેગી કરીને પોતાની માતા અને પરિવારના સભ્યોને આ શરમજનક ઘટના વિશે જાણ કરી હતી.
ઉત્રાણ પોલીસની એક્શન મોડમાં કામગીરી :
પરિવારે સહેજ પણ વિલંબ કર્યા વગર પોલીસનો સંપર્ક કર્યો હતો. સગીરાની માતાની ફરિયાદના આધારે ઉત્રાણ પોલીસે તત્કાલ અસરથી ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસે આરોપી વિરુદ્ધ પોક્સો (POCSO) એક્ટની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો. આ કેસની ગંભીરતા જોતા ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી.
CCTV ફૂટેજ બન્યા પોલીસની ત્રીજી આંખ :
આરોપી સુધી પહોંચવા માટે પોલીસે ઘટનાસ્થળની આસપાસના તમામ સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી પોલીસે આરોપીની ઓળખ કરી લીધી હતી. સીસીટીવીમાં દેખાતા શંકાસ્પદ શખ્સની તપાસ કરતા તે વ્યવસાયે રત્નકલાકાર હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે છટકું ગોઠવીને ગણતરીના કલાકોમાં જ સંદીપ ગોટીને ઝડપી પાડ્યો હતો.
હાલમાં પોલીસે આરોપીની ધરપકડ કરી તેની પૂછપરછ શરૂ કરી છે. પોલીસ એ દિશામાં પણ તપાસ કરી રહી છે કે શું આ શખ્સે અગાઉ પણ કોઈ સગીરાઓ સાથે આ પ્રકારની હરકતો કરી છે કે કેમ. આ ઝડપી કાર્યવાહીથી સ્થાનિક રહીશોમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ વધ્યો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!

કાલુપુરની પાર્સલ સર્વિસ પેઢીમાં નોકરી દરમિયાન ₹45,29,910ની ચોરી કરી ફરાર થયાનો આરોપ! તપાસ કરતાં LCB ઝોન-3ની ટીમ બંને સગા ભાઈઓ સુધી ઉત્તર પ્રદેશના આગ્રામાં પહોંચી.

મહેસાણાના વિસનગરમાં ભુવાજી સામે 34 વર્ષીય પરિણીતાએ દુષ્કર્મ અને શોષણની ફરિયાદ નોંધાવી. આ કેસમાં અન્ય બે શખ્સોનાં નામ પણ સામે આવ્યાં છે!