સુરતની 'બદસુરત'!: ચાલુ પાર્ટીમાં CID ત્રાટકી, સ્પા ગર્લ સહિત 14ની ધરપકડ
મગદલ્લા વિસ્તારમાં થાઈ ગર્લ સહિત 14ની ધરપકડ

ડ્ર્ગ્સ પાર્ટીમાં CID ત્રાટકી

ડ્ર્ગ્સ પાર્ટીમાં CID ત્રાટકી
સુરતમાં સીઆઈડી ક્રાઈમે મોટી કાર્યવાહી હાથ ધરી છે. મગદલ્લા વિસ્તારમાં ચાલતી પાર્ટીમાં રેડ કરી હતી. જેમાં સીઆઈડી ક્રાઈમે ડ્રગ્સ, ગાંજો અને દારૂની પાર્ટીમાં થાઈ ગર્લ સહિત 9 યુવતી અને 5 યુવાનની અટકાયત કરવામાં આવી છે.ચાલુ પાર્ટીમાં જ બાતમીના આધારે સીઆઈડી ક્રાઈમ દ્વારા રેડ કરવામાં આવી હતી. તમામ આરોપીઓને સુરત સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ અર્થે લાવવામાં આવ્યા છે.સીઆઈડી ક્રાઇમ દ્વારા ડ્રગ્સનો ગુનો નોંધવામાં આવ્યો છે. મેડિકલ પરીક્ષણ થઈ ગયા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
આ અંગે મળતી માહિતી પ્રમાણે, સુરત શહેરના મગદલ્લા ગામમાં આવેલા મહોલાના એક મકાનમાં રાત્રે સ્પા ગર્લ અને ડ્રગ્સ સાથે પાર્ટી ચાલતી હોવાની બાતમી મળી હતી. જેથી સીઆઈડી ક્રાઈમની ટીમે મકાનમાં રેડ કરી હતી. આ દરમિયાન ડ્રગ્સ, ગાંજો અને દારૂની સાથે ચાલતી પાર્ટી પકડી પાડવામાં આવી હતી. સ્પામાં કામ કરતી ગર્લ સહિત નવ મહિલા ઝડપાઈ હતી. આ સાથે જ પાંચ જેટલા યુવાનો પણ મળી આવ્યા હતા. આ તમામની અટકાયત કરવામાં આવી છે.
સુરતમાં સેક્સ (Sex) અને ડ્રગ્સ રેકેટ (Drugs Racket) પકડાવવાનો કેસ પ્રકાશમાં આવ્યો છે. સુરતની સુપીરિયર હોટેલમાંથી રેકેટ પકડાયું હતું. વેસુ સ્થિત વીઆઈપી રોડની હોટેલમાંથી રેકેટ પકડાયું હતું. એમડી ડ્રગ્સ વેચતો ઉમરવાડાનો પેડલર પકડાયો હતો. પોલીસે પકડ્યો ત્યારે પેડલર ડ્રગ્સ વેચી ચૂક્યો હતો. પેડલર ખલીલ ઉર્ફે ખલીલમામા શેખની ધરપકડ કરવામાં આવી છે. અગાઉ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી ચૂકી છે. તેઓ ગુટખામાં એમ.ડી. ડ્રગ્સ વેચતા હતા.
સુરતમાં ડ્રગ્સ વેચતા તસ્કરો હવે દેહવ્યાપારમાં ધમધમી રહ્યા છે, ડીસીપી ઝોન 4ની ટીમે દરોડો પાડી હોટલમાંથી આરોપીની ધરપકડ કરી હતી, જેમાં વેસુની સુપીરીયર હોટલમાં આ ધંધો ચાલતો હોવાનું બહાર આવ્યું હતું, જેમાં પોલીસે ધરપકડ કરી છે. શૈલેન્દ્ર શર્મા. ચાંદ શેખ, જુનેદ કડિયા અને અન્યોની તપાસ ચાલી રહી છે.
ગુપ્ત માહિતીના આધારે પોલીસને બાતમી મળી હતી કે રૂપલને ડ્રગ્સ સાથે સુરત મોકલવામાં આવી રહી છે, જ્યારે ડીસીપી ઝોન-4ની ટીમે દરોડો પાડ્યો ત્યારે પોલીસને 95 મિલિગ્રામ એમડી ડ્રગ્સ પણ મળી આવ્યું હતું, જેના માટે કેસ કરવામાં આવ્યો હતો. વેસુ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. રૂપલને રૂપલ 50 હજારમાં લેવામાં આવી રહી હોવાની જાણ થતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
સુરત ઝોન પોલીસે સમગ્ર મામલામાં દરોડા પાડ્યા, ઘટનાનો પર્દાફાશ થયો, ત્યારે ખબર પડી કે હોટલમાંથી ત્રણ ઠગ પણ ઝડપાયા છે, પોલીસે દલાલોની ધરપકડ કરીને વધુ ઘટસ્ફોટ કર્યા છે, આ રીતે આ રીતે ચાલતો હતો ધંધો સામે લાંબા સમયથી હોટલમાં, આ સાથે ડ્રગ્સ અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે, આરોપીઓ ક્યાંથી ડ્રગ્સ લાવતા હતા તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે.
એન્ટિ હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમે સુરતના લાલ દરવાજા વિસ્તારમાંથી ગેરકાયદે વેશ્યાવૃત્તિના ધંધા પર દરોડો પાડી બે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એન્ટિ હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમે ત્રણ યુવતીઓને દેહવ્યાપારમાંથી મુક્ત કરાવી હતી. જ્યારે મહિલા મેનેજર સહિત બેની ધરપકડ કરવામાં આવી હતી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!

કાલુપુરની પાર્સલ સર્વિસ પેઢીમાં નોકરી દરમિયાન ₹45,29,910ની ચોરી કરી ફરાર થયાનો આરોપ! તપાસ કરતાં LCB ઝોન-3ની ટીમ બંને સગા ભાઈઓ સુધી ઉત્તર પ્રદેશના આગ્રામાં પહોંચી.

મહેસાણાના વિસનગરમાં ભુવાજી સામે 34 વર્ષીય પરિણીતાએ દુષ્કર્મ અને શોષણની ફરિયાદ નોંધાવી. આ કેસમાં અન્ય બે શખ્સોનાં નામ પણ સામે આવ્યાં છે!