માતાએ ઠપકો આપતા ધો.7ના વિદ્યાર્થીએ ગળાફાંસો ખાધો
ધો. 7ના વિદ્યાર્થીને માતાએ અભ્યાસ અર્થે ઠપકો આપ્યો હતો. જેથી વિદ્યાર્થીન માઠું લાગી આવ્યું

માતાએ ઠપકો આપતા ધો.7ના વિદ્યાર્થીનો આપઘાત

માતાએ ઠપકો આપતા ધો.7ના વિદ્યાર્થીનો આપઘાત
સુરતમાં આપઘાતના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે ડીંડોલી વિસ્તારની એક ઘટના સામે આવી છે જેમાં માતા એ ઠપકો આપ્યો તો દીકરાએ ગળે ફાંસો ખાઈ લીધો
ઘટનાની વિગતે વાત કરીએ તો મૂળ મહારાષ્ટ્રના જલગાંવના વતની અને હાલમાં સુરતના ડીંડોલી વિસ્તારમાં રહેતા રોહિતદાસ મજુરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓનો 13 વર્ષનો પુત્ર ધો. 7માં અભ્યાસ કરતો હતો.
દરમ્યાન બપોરે શાળાએથી છૂટીને તે ઘરે આવ્યો હતો અને બહેનને મિત્ર પાસે નોટબુક લેવા જવાનું કહીને સાઈકલ લઈને નીકળી ગયો હતો. આ બાબતે નોકરી પરથી ઘરે આવેલી માતાએ અભ્યાસ તેને અંગે ઠપકો આપ્યો હતો.
જે બાદ દિકરાએ ઘરમાં ફાંસો ખાઈ જીવન ટુંકાવી લીધું હતું. વ્હાલસોયા દીકરાના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!

કાલુપુરની પાર્સલ સર્વિસ પેઢીમાં નોકરી દરમિયાન ₹45,29,910ની ચોરી કરી ફરાર થયાનો આરોપ! તપાસ કરતાં LCB ઝોન-3ની ટીમ બંને સગા ભાઈઓ સુધી ઉત્તર પ્રદેશના આગ્રામાં પહોંચી.

મહેસાણાના વિસનગરમાં ભુવાજી સામે 34 વર્ષીય પરિણીતાએ દુષ્કર્મ અને શોષણની ફરિયાદ નોંધાવી. આ કેસમાં અન્ય બે શખ્સોનાં નામ પણ સામે આવ્યાં છે!