બેંગલુરુમાં છ વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ હત્યા, આરોપીની ધરપકડ
પોલીસે હજુ સુધી આ મામલે કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડ્યું નથી.

છ વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ હત્યા

છ વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ હત્યા
બેંગલુરુમાં છ વર્ષની એક માસૂમ બાળકી પર બળાત્કાર અને હત્યાની ઘટના સામે આવી છે. જેમાં પોલીસે મંગળવારે જણાવ્યું હતું કે આ ઘટના સોમવારે સાંજે લગભગ 7.30 વાગ્યે રામમૂર્તિ નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી.
પીડિતાના માતા-પિતા બાંધકામના કામ માટે બહાર ગયા હતા અને તે ઘરે એકલી હતી. આરોપીએ આનો લાભ ઉઠાવીને ગુનો કર્યો. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. તેની ઓળખ બિહારના રહેવાસી અભિષેક કુમાર (25) તરીકે થઈ હતી.
આરોપી અભિષેક કુમાર પણ કડિયાકામ કરતો હતો. જ્યારે તેણે પીડિતાને એકલી જોઈ, ત્યારે તેણે તેણીને ફોસલાવી અને ઘરની બહાર એક નિર્જન જગ્યાએ લઈ ગયો. ત્યારબાદ તેણે તેના પર બળાત્કાર ગુજાર્યો હતો.
જોકે, સૂત્રોએ જણાવ્યું હતું કે જાતીય હુમલા દરમિયાન છોકરીનું મૃત્યુ થયું હતું. પોલીસે હજુ સુધી આ મામલે કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડ્યું નથી. વધુ વિગતો હજુ જાહેર કરવાની બાકી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!

કાલુપુરની પાર્સલ સર્વિસ પેઢીમાં નોકરી દરમિયાન ₹45,29,910ની ચોરી કરી ફરાર થયાનો આરોપ! તપાસ કરતાં LCB ઝોન-3ની ટીમ બંને સગા ભાઈઓ સુધી ઉત્તર પ્રદેશના આગ્રામાં પહોંચી.

મહેસાણાના વિસનગરમાં ભુવાજી સામે 34 વર્ષીય પરિણીતાએ દુષ્કર્મ અને શોષણની ફરિયાદ નોંધાવી. આ કેસમાં અન્ય બે શખ્સોનાં નામ પણ સામે આવ્યાં છે!