વડોદરામાં ચોંકાવનારો બનાવ, પતિએ ગોળી મારી પત્નીની હત્યા કરવાનો પ્રયાસ કર્યો
ઘટનામાં અન્ય એક યુવક પણ ઘાયલ, બે ઘાયલને તત્કાળ સારવાર માટે ખસેડાયા

ઘટનામાં અન્ય એક યુવક પણ ઘાયલ, બે ઘાયલને તત્કાળ સારવાર માટે ખસેડાયા

ઘટનામાં અન્ય એક યુવક પણ ઘાયલ, બે ઘાયલને તત્કાળ સારવાર માટે ખસેડાયા
વડોદરામાં ચોંકાવનારો બનાવ બન્યો છે. મળી રહેલી માહિતી મુજબ માંજલપુર વિસ્તારમાં પતિએ પત્નીને ગોળી મારી હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે ગોળી તેની પત્નીની કમરના ભાગે વાગી હતી. આ બનાવમાં અન્ય એક યુવક પણ ઘાયલ થયો હતો. બંનેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. પોલીસે પતિ હરીન્દર શર્મા નામના યુવકને ઝડપી લીધો છે.
આ ચોંકાવનારા બનાવની મળેલી માહિતી મુજબ શહેરના માંજલપુર વિસ્તારમાં રહેતા હરીન્દર શર્મા નામના શખ્સને પ્રોપર્ટી મૂદ્દે તેની પત્ની સાથે માથાકૂટ થઇ હતી. આ ઝઘડો એટલી હદે વધી ગયો હતો કે હરીન્દર ઉશ્કેરાઇ ગયો હતો અને તેણે તેની પત્ની નિલમ શર્માને ગોળી મારી હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.
જો કે હરીન્દર શર્માએ ચલાવેલી ગોળી નિલમ શર્માને કમરના નીચેના ભાગે વાગી હતી. ઘટનાની જાણ થતાં લોકો ભેગા થઇ ગયા હતા. આ બનાવમાં અન્ય એક યુવકને પણ ગોળી વાગી હતી જેથી લોકોએ પોલીસને જાણ કરવાની સાથે લોહીથી લથબથ હાલતમાં બંને ઇજાગ્રસ્તને તત્કાળ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા હતા.
પ્રોપર્ટી બાબતે પતિ પત્ની વચ્ચે માથાકૂટ થઇ હોવાની પ્રાથમિક માહિતી મળી છે. પોલીસે સ્થળ પર પહોંચી ગોળી ચલાવનાર પતિ હરીન્દર શર્માને ઝડપી પાડ્યો હતો અને તેની સામે ગુનો નોંધી તપાસ શરુ કરી હતી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!

કાલુપુરની પાર્સલ સર્વિસ પેઢીમાં નોકરી દરમિયાન ₹45,29,910ની ચોરી કરી ફરાર થયાનો આરોપ! તપાસ કરતાં LCB ઝોન-3ની ટીમ બંને સગા ભાઈઓ સુધી ઉત્તર પ્રદેશના આગ્રામાં પહોંચી.

મહેસાણાના વિસનગરમાં ભુવાજી સામે 34 વર્ષીય પરિણીતાએ દુષ્કર્મ અને શોષણની ફરિયાદ નોંધાવી. આ કેસમાં અન્ય બે શખ્સોનાં નામ પણ સામે આવ્યાં છે!