પાન પાર્લરમાં 'ગોગો પેપર'ના નામે ગાંજાનું વેચાણ
નરોડામાં SOGનો સપાટો, 92 હજારનો ગાંજાનો જથ્થો કબજે, મુખ્ય આરોપી ગ્રેજ્યુએટ હોવાનું ખુલ્યું

ગાંજાનો વેપાર

ગાંજાનો વેપાર
અમદાવાદની સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ (SOG) પોલીસે મળેલી બાતમીના આધારે નરોડા વિસ્તારમાં આવેલા સાવરિયા શેઠ પાન પાર્લર પર દરોડો પાડીને ગાંજાનું ગેરકાયદે વેચાણ કરતા બે શખસોને પકડી પાડ્યા છે. આ આરોપીઓ ગ્રાહકોને 'ગોગો પેપર'ના નામે ગુપ્ત રીતે ગાંજો વેચતા હતા. પોલીસે સ્થળ પરથી આશરે ₹92,000ની કિંમતનો 1 કિલો 650 ગ્રામ ગાંજો કબજે કર્યો છે.
પાન પાર્લરના ઓઠા હેઠળ ગાંજાનો ધંધો :
SOGના પીએસઆઈ જે.બી. દેસાઈને મળેલી ચોક્કસ માહિતીના આધારે, પોલીસે તાત્કાલિક નરોડાના સાવરિયા શેઠ પાન પાર્લર પર છાપો માર્યો હતો. પોલીસે સ્થળ પરથી વિજયસિંહ બલાત અને પિયુષ નામના બે વ્યક્તિઓને ઝડપી પાડ્યા હતા. આ બંને આરોપીઓ પાનની દુકાનના ઓઠા હેઠળ ગુપ્ત રીતે આ નશીલા પદાર્થનું વેચાણ કરતા હતા.
પોલીસે પાનની દુકાનના ગલ્લાની તલાશી લેતા તેમાંથી 1 કિલો અને 650 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. બજારમાં આ જથ્થાની કિંમત ₹92,000 આંકવામાં આવી છે. પકડાયેલા બંને આરોપીઓ વિરુદ્ધ નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
ગ્રેજ્યુએટ આરોપી અને રાજસ્થાન કનેક્શન :
મુખ્ય આરોપી વિજયસિંહ બલાત મૂળ રાજસ્થાનનો વતની છે અને તે છેલ્લા બે મહિનાથી તેના મામાના ઘરે રહીને પાનનો ગલ્લો ચલાવતો હતો. પોલીસ તપાસમાં ખુલ્યું છે કે વિજયસિંહ પોતે ગ્રેજ્યુએટ છે. તેણે કબૂલાત કરી હતી કે તે આ ગાંજો રાજસ્થાનના ઝાલોરના સુરેન્દ્રસિંહ નામના વ્યક્તિ પાસેથી ખરીદીને લાવતો હતો.
બીજો આરોપી પિયુષ પ્રફુલભાઈ માત્ર 10 ધોરણ સુધી ભણેલો છે અને વટવા વિસ્તારનો રહેવાસી છે. તે કોર્પોરેશનમાં કોન્ટ્રાક્ટ બેઝ પર ડ્રાઇવર તરીકે ફરજ બજાવતો હતો, પરંતુ ફાજલ સમયમાં ઝડપી આર્થિક લાભ મેળવવાના ઈરાદે વિજયસિંહના પાનના ગલ્લા પર ગાંજાના વેચાણમાં મદદ કરતો હતો.
પોલીસે હવે આ ગાંજાના સપ્લાયર એવા રાજસ્થાનના સુરેન્દ્રસિંહને પકડવા માટે તપાસ શરૂ કરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કુવાડવા રોડની સોસાયટીમાં પાંચમા માળેથી નીચે પટકાતાં માસૂમ બાળકીનું મોત થયું. શરૂઆતમાં અકસ્માત કે કોઈએ બાળકીને ફેંકી હોવાની શંકા હતી, પરંતુ પોલીસની તપાસ આગળ વધતાં શંકાની સોય તેની માતા તરફ ગઈ!

QR કોડ પેમેન્ટથી મળ્યો સુરાગ, ગુજરાતથી ધરપકડો અને હવે જોબનપ્રીતની મુંબઈમાં ધરપકડ! પોલીસને શંકા છે કે હત્યા પાછળ વિદેશમાં બેઠેલા હેન્ડલર્સનું કનેક્શન હોઈ શકે છે.

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!