અમરાઇવાડીમાં સરકારી શાળામાં બાથરૂમમાં છેડતી
અમદાવાદ: 7માં ધોરણમાં ભણતી બાળકીને બાથરૂમમાં ચોકીદારે પાછળથી પકડી, આખી ઘટના જાણી આંખો પહોળી થઈ જશે

મારા વિરુધ્ધમાં ફરિયાદ કરશો તો આખા પરિવારને જાનથી મારી નાંખીશ

મારા વિરુધ્ધમાં ફરિયાદ કરશો તો આખા પરિવારને જાનથી મારી નાંખીશ
અમરાઈવાડીમાં સરકારી શાળામાં ધો-7માં અભ્યાસ કરતી સગીરા બાથરૂમ ગઈ ત્યારે શાળાના સિક્યોરિટી ગાર્ડે સગીરા સાથે શારીરિક અડપલા કરવા લાગ્યો હતો. ગભરાયેલી સગીરાએ બુમાબુમ કરતા નરાધમ સિક્યોરિટી ગાર્ડે સગીરાને બદનામ કરી દઈશ તેવી ધમકી આપીને નાસી છૂટ્યો હતો. આ અંગે સગીરાની માતાએ સિક્યુરિટી ગાર્ડ સામે ફરિયાદ નોંધાવી છે. આ બનાવ અંગે અમરાઇવાડી પોલીસે પોક્સો કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
માતા-પિતાએ શાળામાં આચાર્યને રજૂઆત કરતા ગાર્ડે ધમકી આપી કે મારા વિરુધ્ધમાં ફરિયાદ કરશો તો આખા પરિવારને જાનથી મારી નાંખીશ
ઉતરપ્રદેશના વતની અને અમરાઇવાડીમાં રહેતી ૩૦ વર્ષીય મહિલાએ અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં સરકારી શાળાના સિક્યુરિટી ગાર્ડ સામે ફરિયાદ નોંધાવી છે કે તેમની ૧૨ વર્ષની પુત્રી અમરાઈવાડી સરકારી શાળામાં અભ્યાસ કરે છે. તા.૨૫ના રોજ માતા જ્યારે તેની દીકરીને સ્કુલે લેવા માટે ગયા ત્યારે તેમની દીકરી ખુભ જ ગભરાયેલી હતી. જેથી ઘરે જઈને માતાએ પૂછતા તે રડતા રડતા કહ્યું કે તે જ્યારે સ્કુલમાં તે બાથરૃમમાં ગઈ ત્યારે સ્કુલના સિક્યુરિટી ગાર્ડે તેની પાછળ આવ્યો હતો અને પાછળથી પકડીને શારિરીક અડપલાં કરીને છેડતી કરવા લાગ્યો હતો.
જેથી બુમ પાડતા ગાર્ડ મોંઢુ દબાવીને બદનામ કરવાની ધમકી આપીને ભાગી ગયો હતો. જેને લઇને માતા-પિતા સ્કુલમાં જઇને આચાર્યને રજૂઆત કરી હતી. જેથી આચાર્યે બોલાવીને પૂછતા ઉશ્કેરાઇને મારી સામે ફરિયાદ કરશો તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપીને જતો રહ્યો હતો.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!

કાલુપુરની પાર્સલ સર્વિસ પેઢીમાં નોકરી દરમિયાન ₹45,29,910ની ચોરી કરી ફરાર થયાનો આરોપ! તપાસ કરતાં LCB ઝોન-3ની ટીમ બંને સગા ભાઈઓ સુધી ઉત્તર પ્રદેશના આગ્રામાં પહોંચી.

મહેસાણાના વિસનગરમાં ભુવાજી સામે 34 વર્ષીય પરિણીતાએ દુષ્કર્મ અને શોષણની ફરિયાદ નોંધાવી. આ કેસમાં અન્ય બે શખ્સોનાં નામ પણ સામે આવ્યાં છે!