પત્નીએ પ્રેમી સાથે મળી પતિની કરી હત્યા
અવૈધ સંબંધોના કારણે પત્નીએ પતિની હત્યા કરી, ઇલેક્ટ્રિક ગ્રાઈન્ડરથી શરીરના ટુકડા કર્યા

પ્રેમી સાથે મળી પતિની કરી હત્યા

પ્રેમી સાથે મળી પતિની કરી હત્યા
ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં માનવતાને શર્મસાર કરતો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મેરઠની પેલી કુખ્યાત 'નીલા ડ્રમ' વાળી ઘટનાની યાદ અપાવતા આ કિસ્સામાં, એક પત્નીએ તેના પ્રેમી સાથે મળીને પોતાના જ પતિ રાહુલની અતિ કરપીણ હત્યા કરી નાખી. આરોપીઓએ પહેલા પતિ પર હથોડા અને લોખંડના સળિયા વડે હુમલો કરી તેને જીવલેણ ઈજાઓ પહોંચાડી હતી. આ સંભલ હત્યાકાંડની સૌથી ભયાનક બાબત એ છે કે, હત્યા કર્યા બાદ મૃતદેહનો નિકાલ કરવા માટે આરોપીઓએ ઈલેક્ટ્રિક ગ્રાઈન્ડરનો ઉપયોગ કરીને શરીરના ટુકડા કર્યા હતા.
સડેલી હાલતમાં ધડ મળ્યું
આ હત્યાકાંડનો ખુલાસો ત્યારે થયો જ્યારે 15 ડિસેમ્બરના રોજ પત્રુઆ ગામ પાસેના એક નાળામાંથી પોલીસને માનવ શરીરનું ધડ મળી આવ્યું. આ ધડ સડી ગયેલી હાલતમાં હતું અને તેના પર માથું કે હાથ-પગ ન હતા. 2 દિવસ પછી, પોલીસને મૃતદેહના એક કપાયેલા હાથ પર "રાહુલ" નામનું ટેટૂ મળી આવ્યું, જેનાથી મૃતકની ઓળખ શક્ય બની. તપાસમાં સામે આવ્યું કે, મૃતક રાહુલની પત્ની રૂબીએ જ એક મહિના પહેલા તેની ગુમ થયાની ખોટી ફરિયાદ નોંધાવી હતી, જેથી કોઈને આ સંભલ હત્યાકાંડ પર શંકા ન જાય.
આ પણ વાંચો: ભાડા બાબતે મકાનમાલિકની હત્યા કરી ટુકડા ટુકડા કર્યા
બજારમાંથી નવું ગ્રાઈન્ડર મશીન ખરીદ્યું
પોલીસની કડક પૂછપરછમાં રૂબીએ કબૂલાત કરી હતી કે, તેને તેના જ મોહલ્લામાં રહેતા ગૌરવ સાથે અવૈધ સંબંધો હતા. 18 નવેમ્બરના રોજ રાહુલે તે બન્ને આપત્તિજનક સ્થિતિમાં જોઈ લીધા હતા અને તેમને આખા ગામમાં બદનામ કરવાની ધમકી આપી હતી. આ વાતથી ડરી ગયેલા રૂબી અને ગૌરવે રાહુલને રસ્તામાંથી હટાવવા માટે આ ભયાનક સંભલ હત્યાકાંડનું કાવતરું ઘડ્યું. ગૌરવે ખાસ લાશ કાપવા માટે 19 નવેમ્બરે બજારમાંથી નવું ગ્રાઈન્ડર મશીન ખરીદ્યું હતું.
ગરદન, હાથ અને પગ અલગ કર્યા
હત્યા બાદ આરોપીઓએ અત્યંત ક્રૂરતા દાખવી રાહુલની ગરદન, હાથ અને પગ અલગ કરી દીધા હતા. આ હત્યાકાંડના પુરાવા મટાડવા માટે તેઓએ શરીરનું ધડ ગામના નાળામાં ફેંક્યું હતું, જ્યારે માથું અને હાથ-પગ પ્લાસ્ટિકની થેલીમાં ભરીને રાજઘાટ પાસે ગંગા નદીમાં વહાવી દીધા હતા. રૂબીની નિશાની પરથી પોલીસે લાશ લઈ જવા માટે વપરાયેલી સ્કૂટી, ફોર વ્હીલર ગાડી અને લોહીવાળું ગ્રાઈન્ડર મશીન કબજે કર્યું છે.
આરોપી પત્ની અને પ્રેમીની ધરપકડ
પોલીસ અધિક્ષક કૃષ્ણ કુમાર વિશ્નોઈના જણાવ્યા અનુસાર, આરોપી પત્ની રૂબી અને પ્રેમી ગૌરવની ધરપકડ કરી જેલ ભેગા કરવામાં આવ્યા છે. જોકે, રાહુલનું માથું અને અન્ય અંગો હજુ સુધી નદીમાંથી મળી આવ્યા નથી, જેની શોધખોળ ચાલુ છે. આ હત્યાકાંડમાં ગુનેગારોને કડક સજા અપાવવા માટે પોલીસે DNA સેમ્પલ પણ લીધા છે. પ્રેમમાં અંધ બનેલી પત્નીએ જે રીતે આ કૃત્ય આચર્યું છે, તેનાથી સમગ્ર ઉત્તર પ્રદેશમાં હાહાકાર મચી ગયો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કુવાડવા રોડની સોસાયટીમાં પાંચમા માળેથી નીચે પટકાતાં માસૂમ બાળકીનું મોત થયું. શરૂઆતમાં અકસ્માત કે કોઈએ બાળકીને ફેંકી હોવાની શંકા હતી, પરંતુ પોલીસની તપાસ આગળ વધતાં શંકાની સોય તેની માતા તરફ ગઈ!

QR કોડ પેમેન્ટથી મળ્યો સુરાગ, ગુજરાતથી ધરપકડો અને હવે જોબનપ્રીતની મુંબઈમાં ધરપકડ! પોલીસને શંકા છે કે હત્યા પાછળ વિદેશમાં બેઠેલા હેન્ડલર્સનું કનેક્શન હોઈ શકે છે.

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!