સુરતમાં ધોળે દહાડે બેન્કમાં 50 લાખની લૂંટ કરી ફરાર
SBIની વરાછા શાખામાં 4 હથિયારધારી શખ્સો કર્મચારીઓને બંધક બનાવી લૂંટ ચલાવી ફરાર

સુરતના વરાછામાં આવેલી SBIની શાખામાં 50 લાખની લૂંટ થતાં પોલીસ અધિકારીઓ દોડી આવ્યા

સુરતના વરાછામાં આવેલી SBIની શાખામાં 50 લાખની લૂંટ થતાં પોલીસ અધિકારીઓ દોડી આવ્યા
સુરતના વરાછા વિસ્તારમાં ધોળે દહાડે બેન્કમાં ઘૂસી, કર્મચારીઓને બંધક બનાવી રૂપિયા 50 લાખની લૂંટ કર્યાની ઘટના સામે આવી છે. વરાછા સ્થિત સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની શાખામાં ચાર હથિયારધારી શખ્સોએ કર્મચારીઓને બંદૂક બતાવી લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. રૂપિયા 50 લાખ રૂપિયાની લૂંટ કરી લૂંટારૂઓ ફરાર થઈ જતાં પોલીસે નાકાબંધી કરીને શોધખોળ હાથ ધરી છે.
સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ બપોરના સમયે ચાર અજાણ્યા શખ્સો હથિયારો સાથે બેંકમાં ઘૂસ્યા હતા. લૂંટારુઓએ બેંકમાં હાજર કર્મચારીઓને બંદૂક બતાવી ડરાવી ધમકાવીને બંધક બનાવી દીધા હતા. ત્યારબાદ લૂંટારુઓએ બેંકના સ્ટ્રોંગ રૂમ અથવા કેશ કાઉન્ટરમાંથી 50 લાખ રૂપિયાની રોકડ રકમની લૂંટ કરી હતી. લૂંટને અંજામ આપ્યા બાદ ચારેય શખ્સો ત્યાંથી ફરાર થઈ ગયા હતા.
ઘટનાની જાણ કરાતાં સ્થાનિક પોલીસ અને ઉચ્ચ અધિકારીઓનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. વરાછા, પુણા, કાપોદ્રા અને સરથાણા પોલીસ સ્ટેશનના પીઆઈ, એસીપી, ડીસીપી સહિતનો પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. સમગ્ર વિસ્તારને કોર્ડન કરી બેંક તથા આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજ મેળવી લૂંટારુઓની શોધખોળ શરૂ કરી છે. જ્યારે શહેરમાં નાકાબંધી કરી લૂંટારુઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
નાયબ મુખ્યમંત્રી અને ગૃહ મંત્રીના વતન સુરતમાં ધોળે દહાડે બેંકમાંથી લૂંટની ઘટના બનતાં લોકોમાં ભય ફેલાયો છે. ગુજરાતમાં પણ હવે યુપી બિહાર જેવી ઘટનાઓ સામાન્ય બની ગઈ હોય તેમ લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.
આ ઘટનાએ સુરક્ષા વ્યવસ્થાઓ અંગે ગંભીર સવાલો ઉભા કર્યા છે. શહેરના વ્યસ્ત વિસ્તારમાં આવી ઘટના બનતા લોકોમાં ભય અને ચિંતા ફેલાઈ છે. પોલીસ દ્વારા ઝડપથી આરોપીઓને પકડવા માટે વિશેષ ટીમો કાર્યરત કરવામાં આવી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!

કાલુપુરની પાર્સલ સર્વિસ પેઢીમાં નોકરી દરમિયાન ₹45,29,910ની ચોરી કરી ફરાર થયાનો આરોપ! તપાસ કરતાં LCB ઝોન-3ની ટીમ બંને સગા ભાઈઓ સુધી ઉત્તર પ્રદેશના આગ્રામાં પહોંચી.

મહેસાણાના વિસનગરમાં ભુવાજી સામે 34 વર્ષીય પરિણીતાએ દુષ્કર્મ અને શોષણની ફરિયાદ નોંધાવી. આ કેસમાં અન્ય બે શખ્સોનાં નામ પણ સામે આવ્યાં છે!