ગાંધીનગરમાં વ્યાજખોરીનો ભોગ બન્યા નિવૃત અધિકારી
નિવૃત સેક્શન ઓફિસરે કેનાલમાં ઝંપલાવી જીવ દીધો; નિવૃત PSI સામે ગુનો દાખલ

ગૃહ વિભાગના નિવૃત અધિકારીએ કરી આત્મહત્યા

ગૃહ વિભાગના નિવૃત અધિકારીએ કરી આત્મહત્યા
પાટનગર ગાંધીનગરમાં વ્યાજખોરીના દૂષણે એક હસતા-ખેલતા પરિવારનો માળો વિખેરી નાખ્યો છે. આ આઘાતજનક ઘટનામાં ગુજરાત સરકારના ગૃહ વિભાગના નિવૃત સેક્શન ઓફિસર પ્રકાશભાઈ ભગવાનદાસ નાયકે આર્થિક ત્રાસ અને માનસિક અત્યાચારથી કંટાળીને અડાલજ કેનાલમાં ઝંપલાવીને પોતાની જીવનલીલા સંકેલી લીધી છે. આ મામલે સાંતેજ પોલીસ મથકે એક નિવૃત પોલીસ સબ ઈન્સ્પેક્ટર (PSI) શૈલેષ બચુભાઈ નાયક સામે વ્યાજખોરી, શારીરિક-માનસિક ત્રાસ અને આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગંભીર ગુનો નોંધાતા પોલીસ બેડામાં પણ ખળભળાટ મચી ગયો છે.
શું હતો સમગ્ર મામલો? 10 લાખનું દેવું અને દોઢ કરોડની માંગમૃતક પ્રકાશભાઈના પુત્ર જ્વાલિન નાયક, જેઓ વ્યવસાયે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) છે, તેમણે પોલીસને આપેલી ફરિયાદ મુજબ, આ સમગ્ર કિસ્સાની શરૂઆત એક વર્ષ પહેલા થઈ હતી. જ્વાલિને શેરબજારમાં રોકાણ કરવા માટે સમાજના જ વ્યક્તિ અને નિવૃત PSI શૈલેષ નાયક પાસેથી માસિક 10 ટકાના ઊંચા વ્યાજે 10 લાખ રૂપિયા લીધા હતા. સામાન્ય રીતે જે વ્યાજદરે રકમ લીધી હતી, તે જ રકમ પરિવાર માટે ગળાનું હાડકું બની ગઈ હતી.
માત્ર 20 દિવસમાં જ વ્યાજખોર નિવૃત PSI એ અસલી રકમ, વ્યાજ અને પેનલ્ટીના નામે પઠાણી ઉઘરાણી શરૂ કરી હતી. જ્વાલિને ટુકડે-ટુકડે કરીને આજદિન સુધી કુલ 90 લાખ રૂપિયા ચૂકવી દીધા હતા. તેમ છતાં શૈલેષ નાયકની ભૂખ સંતોષાઈ નહોતી. તેણે વધુ દોઢ કરોડ રૂપિયાની માંગણી કરી જ્વાલિન અને તેના પરિવારને માનસિક રીતે તોડી નાખ્યા હતા.
અપહરણ, ધાકધમકી અને મિલકત પચાવી પાડવાનો ખેલવ્યાજખોર નિવૃત PSI માત્ર પૈસાની માંગણી કરીને જ ન અટક્યો, પરંતુ તેણે જ્વાલિનના જીવન પર પણ કબજો જમાવવાનો પ્રયાસ કર્યો હતો. તેણે જ્વાલિનનો પાસપોર્ટ પણ પડાવી લીધો હતો, જેથી તે ક્યાંય જઈ ન શકે. એટલું જ નહીં, શૈલેષ નાયકે જ્વાલિનને ગાડીમાં બેસાડીને સેક્ટર 4 સ્થિત એક નોટરી પાસે લઈ જઈને બળજબરીથી સરગાસણના ફ્લેટનો કબજા સાથેનો બાનાખત કરાવી લીધો હતો. આટલી ક્રૂરતા ઓછી હોય તેમ તેણે જ્વાલિનની પત્ની પાસે પણ સહી કરાવી હતી. 28 જાન્યુઆરી 2026ના રોજ તેણે 90 લાખનો ચેક બેંકમાં નાખીને બાઉન્સ કરાવી પોલીસ ફરિયાદ કરવાની ધમકી આપી હતી.
અંતિમ પગલું: કેનાલમાં આત્મહત્યાજ્યારે ત્રાસની તમામ હદો વટાઈ ગઈ, ત્યારે જ્વાલિને આ સઘળી હકીકત પોતાના પિતા પ્રકાશભાઈને જણાવી હતી. 19 ફેબ્રુઆરીના રોજ શૈલેષ નાયક પ્રકાશભાઈને ધમકાવવા માટે સેક્ટર 4 લઈ ગયો હતો અને ગર્ભિત ધમકીઓ આપી હતી. આ સતત ચાલતા ત્રાસ અને અપમાનથી પ્રકાશભાઈ માનસિક રીતે ભાંગી પડ્યા હતા.
23 ફેબ્રુઆરીના રોજ પ્રકાશભાઈ પોતાની પત્નીને સરગાસણ ઉતારીને નીકળ્યા હતા, પરંતુ તેઓ પરત ફર્યા જ નહીં. બાદમાં અડાલજ કેનાલ પાસેથી તેમનું એક્ટિવા મળી આવતા પરિવારે તપાસ શરૂ કરી, પણ પ્રકાશભાઈ કેનાલના વહેણમાં કાયમ માટે ખોવાઈ ગયા હતા. તેમના મૃત્યુ પછી મળેલી બે પેજની સુસાઈડ નોટમાં આ સમગ્ર અત્યાચારની વિગતો બહાર આવતા ગાંધીનગરમાં સનસનાટી ફેલાઈ ગઈ હતી.
પોલીસ તપાસ અને ન્યાયની માંગસાંતેજ પોલીસે મૃતક પ્રકાશભાઈ નાયકના પુત્ર જ્વાલિનની ફરિયાદના આધારે નિવૃત PSI શૈલેષ બચુભાઈ નાયક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ ફરી એકવાર સવાલ ઉભા કર્યા છે કે, શું રાજ્યમાં વ્યાજખોરોનો આતંક એટલો વધી ગયો છે કે એક જવાબદાર અધિકારીએ પણ જીવ ગુમાવવો પડે? વ્યાજખોર નિવૃત PSI એ કઈ રીતે પોલીસ પાવરનો દુરુપયોગ કરીને પરિવારને પાયમાલ કર્યો, તે તપાસનો વિષય છે.
આ કેસમાં હજુ પણ અનેક પાસાઓ તપાસવા જરૂરી છે, જેમ કે અન્ય કોઈ લોકો પણ આ વ્યાજખોરના શિકાર બન્યા છે કે નહીં. પરિવારજનો અત્યારે ન્યાયની આશા રાખી રહ્યા છે અને વ્યાજખોર શૈલેષ નાયકની ધરપકડની માંગ કરી રહ્યા છે. પાટનગરના નાગરિકોમાં પણ આ ઘટનાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!

કાલુપુરની પાર્સલ સર્વિસ પેઢીમાં નોકરી દરમિયાન ₹45,29,910ની ચોરી કરી ફરાર થયાનો આરોપ! તપાસ કરતાં LCB ઝોન-3ની ટીમ બંને સગા ભાઈઓ સુધી ઉત્તર પ્રદેશના આગ્રામાં પહોંચી.

મહેસાણાના વિસનગરમાં ભુવાજી સામે 34 વર્ષીય પરિણીતાએ દુષ્કર્મ અને શોષણની ફરિયાદ નોંધાવી. આ કેસમાં અન્ય બે શખ્સોનાં નામ પણ સામે આવ્યાં છે!