બેફામ BMW કારની ટક્કરે યુવકનું મોત
રાજકોટમાં પૂરપાટ ઝડપે આવતી BMW કારે ટુ-વ્હીલર ચાલક અભિષેક નાથાણીને અડફેટે લેતા મોત નીપજ્યુ

યુવકનું મોત

યુવકનું મોત
રાજકોટમાં અકસ્માતોની હારમાળા યથાવત્ જોવા મળી રહી છે, જેમાં છેલ્લા 4 દિવસમાં કુલ 4 લોકોના મોત નીપજ્યા છે. આ મૃત્યુ પામેલા લોકોમાં એક તરુણ, એક તરુણી અને 2 યુવકનો સમાવેશ થાય છે. ગઈકાલે મોડી રાતના વધુ એક અકસ્માતની ઘટના કાલાવડ રોડ પર આવેલા ક્રિસ્ટલ મોલ નજીક બની હતી. પૂરપાટ ઝડપે આવતી કાળા કલરની BMW કારના બેફામ ચાલકે ટુ-વ્હીલર પર જઈ રહેલા યુવક અભિષેક નાથાણીને જોરદાર ટક્કર મારી હતી.
કારના આગળના ભાગના ભૂક્કા બોલી ગયા
આ ટક્કર એટલી ભયાનક હતી કે, ટુ-વ્હીલર 50 ફૂટથી વધુ રોડમાં ઢસડાયું હતું અને તેના ફૂરચે-ફૂરચાં ઊડી ગયા હતા, જ્યારે BMW કારના આગળના ભાગનો પણ ભૂક્કો બોલી ગયો હતો. ટક્કરના કારણે અભિષેક રસ્તા પર ફંગોળાયો હતો અને ગંભીર ઈજા થવાના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ થતાં 108 એમ્બ્યુલન્સનો સ્ટાફ દોડી આવ્યો હતો અને યુવકને તપાસી મૃત જાહેર કર્યો હતો, ત્યારબાદ પોલીસને આ અકસ્માત વિશે જાણ કરવામાં આવી હતી.
આ પણ વાંચો: બિહારના ગોપાલગંજમાં અફવા બાદ તણાવનો માહોલ
પોલીસની કાર્યવાહી અને અકસ્માતોની વિગતો
રાજકોટ અકસ્માતની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે આવી હતી અને તપાસ શરૂ કરી હતી, જેમાં મૃતક ટુ-વ્હીલર ચાલક યુવકનું નામ અભિષેક નાથાણી હોવાનું સામે આવ્યું હતું. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલે ખસેડીને કારચાલક સામે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે, જેથી આરોપી સામે કાયદેસરની કાર્યવાહી કરી શકાય.
બેફામ ડ્રાઈવિંગ અને સુરક્ષા પર સવાલો ઊભા થયા
ઉલ્લેખનીય છે કે, છેલ્લા ચાર દિવસમાં રાજકોટ શહેરમાં 4 લોકોએ જીવ ગુમાવ્યા છે. તાજેતરમાં શુક્રવારના દિવસે પણ પૂરપાટ ઝડપે આવતી હોન્ડા સીટી કારની અડફેટે એક માતા-પુત્રીનો અકસ્માત થયો હતો, જેમાં ગઈકાલે સારવાર દરમિયાન 15 વર્ષીય પુત્રીનું મોત નીપજ્યું હતું. આ 2 ગંભીર ઘટનાઓ સિવાય અન્ય 2 અલગ-અલગ અકસ્માતોમાં પણ 2 લોકોએ જીવ ગુમાવ્યા હતા. રાજકોટ અકસ્માતના વધતા જતા કિસ્સાઓ શહેરના રસ્તાઓ પરની બેફામ ડ્રાઈવિંગ અને સુરક્ષા પર ગંભીર સવાલો ઊભા કરે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

લગ્નનું વચન, ₹25 લાખની માંગ અને ફોટા મોર્ફ કરવાની ધમકી? ચેન્નાઈમાં TVK પદાધિકારી સામે 15 વર્ષની સગીરા અંગે ગંભીર આરોપો સાથે માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

કુવાડવા રોડની સોસાયટીમાં પાંચમા માળેથી નીચે પટકાતાં માસૂમ બાળકીનું મોત થયું. શરૂઆતમાં અકસ્માત કે કોઈએ બાળકીને ફેંકી હોવાની શંકા હતી, પરંતુ પોલીસની તપાસ આગળ વધતાં શંકાની સોય તેની માતા તરફ ગઈ!

QR કોડ પેમેન્ટથી મળ્યો સુરાગ, ગુજરાતથી ધરપકડો અને હવે જોબનપ્રીતની મુંબઈમાં ધરપકડ! પોલીસને શંકા છે કે હત્યા પાછળ વિદેશમાં બેઠેલા હેન્ડલર્સનું કનેક્શન હોઈ શકે છે.