વડોદરા રેલવેના 3 લાંચીયા અધિકારીઓ સામે CBI ની FIR વાંચો અક્ષરસ:
લાંચીયા અધિકારીઓએ 10 ઉમેદવારોનું લિસ્ટ માંગી પૈસા ઉઘરાવ્યા હોવાનો આરોપ

લાંચીયા અધિકારીઓએ 10 ઉમેદવારોનું લિસ્ટ માંગી પૈસા ઉઘરાવ્યા હોવાનો આરોપ

લાંચીયા અધિકારીઓએ 10 ઉમેદવારોનું લિસ્ટ માંગી પૈસા ઉઘરાવ્યા હોવાનો આરોપ
વડોદરાના પ્રતાપનગરમાં રેલવે ડીઆરએમ ઓફિસમાં બે ક્લાસ વન અધિકારીઓને ત્યાં સીબીઆઇએ દરોડા પાડતાં ખળભળાટ મચી ગયો છે. રેલવે ડીઆરએમ કચેરીના સિનીયર ડિવીઝનલ પર્સનલ ઓફિસર અને ડિવીઝનલ પર્સનલ ઓફિસરના નિવાસસ્થાને સીબીઆઇની એન્ટી કરપ્શન બ્યુરોની ટીમોએ દરોડા પાડ્યા હતા. આ મામલે 3 અધિકારી અને 1 ખાનગી વ્યક્તિ સામે ગાંધીનગર સીબીઆઇ એસીબીએ ગુનો નોંધ્યો છે. આ અધિકારીઓએ સિલેક્શન માટે 10 ઉમેદવારો પાસેથી લાંચના પૈસા ઉઘરાવ્યા હોવાનો ઘટસ્ફોટ થયો છે.
સીબીઆઇની એફઆઇઆરમાં જણાવાયું છે કે અંકુશ વાસન, ડિવીઝનલ પર્સનલ ઓફિસર, વડોદરા (2018 બેચ) સંજય કુમાર તિવારી, સિનીયર ડિવીઝનલ ઓપરેશન મેનેજર ચર્ચગેટ જે પહેલા ડેપ્યુટી ઓપરેશન્સ મેનેજર વડોદરા હતો, નિરજ સિન્હા, સ્ટેશન સુપરીટેન્ડેન્ટ, મુકેશ મીણા ખાનગી વ્યક્તિ આણંદ કરપ્ટ એક્ટીવીટીમાં ઇન્વોલ્વ છે. આ અધિકારીઓએ રેલવે ડિપાર્ટમેન્ટલ પરિક્ષાના ઉમેદવાર પાસેથી પૈસા લીધા હતા.
વેસ્ટર્ન રેલવે દ્વારા યોજાનાર લીમીટેડ પરીક્ષા માટે અંકુશ વાસને સંજય કુમાર તિવારીને 10 ઉમેદવારોનું લિસ્ટ કમ્પાઇલ કરવા જણાવ્યું હતું જે લાંચ આપી શકે. અંકુશે તિવારીને એમ પણ કહ્યું કે મુકેશ મીણા તમને આઇડીયા આપશે કે કેટલા ઉમેદવાર અવેલેબલ છે જે લાંચ આપી શકશે.
ત્યારબાદ તિવારીએ મુકેશનો સંપર્ક કર્યો હતો. મુકેશે કહ્યું તે તેણે ઓલરેડી પાંચ ઉમેદવારો પાસેથી પૈસા મેળવી લીધા છે. અંકુશે તિવારીને કેશ મુકેશ પાસેથી લઇ લે તેમ કહ્યું હતું. આ ઉપરાંત નિરજ સિન્હાએ પણ સંજય તિવારી ને કહ્યું કે તેણે 4 ઉમેદવારોને તૈયાર કર્યા છે જે સિલેક્શન માટે પૈસા આપી શકશે. પણ ત્રણ ઉમેદવાર પાસેથી જ તેણે પૈસા કલેક્ટ કર્યા હતા અને બાકીના ઉમેદવારોએ પૈસા આપવાની ખાતરી આપી હત.
ત્યારબાદ મુકેશ મીનાએ તીવારીને નવા ઉમેદવારો ને તૈયાર કરવા અને મેડીકલ એક્ઝામિનેશન સહિતના ખર્ચા પેટે 4થી 5 લાખ થશે તેમ કહ્યું હતું. અંકુશ વાસને તિવારી સાથે મિટીંગ કરી અલકાપુરીના ધનરાજ જ્વેલર્સના રાજેન્દ્ર લાડલાનો સંપર્ક કરી તેમને કહ્યું કે તેમનો એક મિત્ર 400 ગ્રામ ગોલ્ડ લેવા માગે છે પણ ઇન્વોઇસ જનરેટ ના થવું જોઇએ. રાજેન્દ્ર લાડલાએ તેમને ખાતરી આપી હતી. સંજય ત્યારબાદ મુકેશને આણંદમાં મળ્યો અને 5 ઉમેદવારોના પૈસા મેળવ્યા હતા. તેથી આ તમામ લોકો સામે સીબીઆઇએ બીએનએસની કલમ 61 , પીએસી એક્ટ ની સેક્શન 7 અને 8 સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો.
અંકુશ વાસન ડેપ્યુટી પર્સનલ ઓફિસર, વડોદરા, સંજય કુમાર તિવારી ડે.ચીફ કોમર્શીયલ મેનેજર મુંબઇ, નિરજ સિન્હા ડેપ્યુટી સ્ટેશન સુપરીટેન્ડેન્ટ વડોદરા અને મુકેશ મીણા ખાનગી વ્યક્તિ સામે ગુનો નોંધી ગાંધીનગર સીબીઆઇ એસીબી શાખાએ તપાસ શરુ કરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!

કાલુપુરની પાર્સલ સર્વિસ પેઢીમાં નોકરી દરમિયાન ₹45,29,910ની ચોરી કરી ફરાર થયાનો આરોપ! તપાસ કરતાં LCB ઝોન-3ની ટીમ બંને સગા ભાઈઓ સુધી ઉત્તર પ્રદેશના આગ્રામાં પહોંચી.

મહેસાણાના વિસનગરમાં ભુવાજી સામે 34 વર્ષીય પરિણીતાએ દુષ્કર્મ અને શોષણની ફરિયાદ નોંધાવી. આ કેસમાં અન્ય બે શખ્સોનાં નામ પણ સામે આવ્યાં છે!