બેંગલુરુમાં રેપીડો ડ્રાઈવર સામે છેડતીનો આરોપ
પોલીસે રેપીડો ડ્રાઈવર હનુમંતપ્પા એચ તલાવર સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી
રેપીડો ડ્રાઈવર સામે છેડતીનો આરોપ
રેપીડો ડ્રાઈવર સામે છેડતીનો આરોપ
બેંગલુરુમાં એક મહિલા સાથે રેપીડો ઓટો ડ્રાઈવર દ્વારા કથિત રીતે છેડતીનો ગંભીર મામલો સામે આવ્યો છે. આ ઘટના કુમારસ્વામી લેઆઉટથી જેપી નગર સુધીની સફર દરમિયાન બની હતી. પોલીસે રેપીડો ડ્રાઈવર હનુમંતપ્પા એચ તલાવર સામે કેસ નોંધ્યો છે, જ્યારે રેપીડો કંપનીએ તેને સસ્પેન્ડ કરીને પ્લેટફોર્મ પરથી કાયમ માટે બ્લેકલિસ્ટ કરી દીધો છે. આ ઘટનાએ ફરી એકવાર રાઈડ-શેરિંગ સેવાઓમાં મહિલાઓની સુરક્ષા પર સવાલો ઊભા કર્યા છે.
મહિલાએ કોલેજથી રેપીડો ઓટો બુક કરી
ફરિયાદ મુજબ, આ ઘટના 8 સપ્ટેમ્બર, 2025ના રોજ બની હતી, જ્યારે મહિલાએ દયાનંદ સાગર કોલેજ નજીકથી રેપીડો એપ દ્વારા ઓટો બુક કરી હતી. ડ્રાઈવર હનુમંતપ્પા એચ તલાવરે તેને સાંજે લગભગ 4.30 વાગ્યે પીકઅપ કરી અને સાંજે 5.15 વાગ્યે તેના એપાર્ટમેન્ટ પાસે ડ્રોપ કરી.
ડ્રાઈવરે અયોગ્ય ટિપ્પણીઓ કરી
સફર દરમિયાન, રેપીડો ડ્રાઈવર અયોગ્ય ટિપ્પણીઓ કરી હતી, જેમાં તેને ફિલ્મ અભિનેત્રી જેવી દેખાતી હોવાનું કહ્યું અને બેગ ઉપાડવામાં મદદ કરવાની ઓફર કરી હતી. મહિલાનો આરોપ છે કે ડ્રાઈવરે તેના કપાળને સ્પર્શ કર્યો, તાવ તપાસવાનો બહાનું બનાવ્યું અને ત્યારબાદ તેના સ્તનને અયોગ્ય રીતે સ્પર્શ કરીને તેની છેડતી કરી.
આ પણ વાંચો: પુરીમાં 19 વર્ષની કોલેજની વિદ્યાર્થીની પર ગેંગરેપ
યુવતી એ સમગ્ર ઘટના માતાને કહી
જ્યારે મહિલાએ વાહનમાંથી ઉતરવાનો પ્રયાસ કર્યો, ત્યારે ડ્રાઈવરે તેને ઓટોમાં જ રહેવા દબાણ કર્યું. જોકે, મહિલાએ તેને ધક્કો મારીને વાહનમાંથી ઉતરીને ઘરે પહોંચી. ડર અને આઘાતમાં હોવાથી, તેણે પોતાની માતાને આ ઘટના વિશે જણાવ્યું અને બાદમાં પોલીસ સ્ટેશન જઈને લેખિત ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે કેસ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
આરોપી સામે કડક કાર્યવાહીનું વચન
રેપીડો કંપનીએ આ ઘટના પર દુઃખ વ્યક્ત કરતાં કહ્યું કે, 'બેંગલુરુમાં બનેલી આ ઘટનાથી અમે ખૂબ જ દુઃખી છીએ. કોઈ પણ વ્યક્તિએ અમારા પ્લેટફોર્મનો ઉપયોગ કરતી વખતે અસુરક્ષિત અથવા હેરાનગતિ અનુભવવી ન જોઈએ.' કંપનીએ પીડિતાને ટેકો આપવાની ખાતરી આપી અને આરોપી સામે કડક કાર્યવાહીનું વચન આપ્યું.
ઘટના અટકાવવા માટે ડ્રાઈવરો માટે રિફ્રેશર ટ્રેનિંગ
કંપનીએ જણાવ્યું કે આરોપીને કાયમી ધોરણે સસ્પેન્ડ અને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યો છે. રેપીડોએ વધુમાં જણાવ્યું કે, તેઓ ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા માટે ડ્રાઈવરો માટે રિફ્રેશર ટ્રેનિંગ ચલાવી રહ્યા છે. કંપનીએ તેની હાલની સુરક્ષા વ્યવસ્થાઓ, જેમ કે રાત્રે 10 વાગ્યા પછી મહિલા રાઈડર્સ માટે સેફ્ટી કોલ્સ, 24/7 ઇન-એપ SOS સપોર્ટ, અને વાહન તથા ડ્રાઈવરની વિગતો ચકાસવા માટેની સતત યાદીઓ વિશે પણ માહિતી આપી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

લખીમપુર ખીરીની સ્કૂલમાં શિક્ષિકાને મળવા આવ્યો એક યુવક... થોડી જ વારમાં માળ ઉપર ગોળીબારથી મચી ગઈ દોડધામ!

સ્કૂટરમાં GPS ટ્રેકર મળ્યું! પત્નીએ પતિ સામે કેમ કરી ફરિયાદ?

દિલ્હીમાં કિશોરીની લાશ, 50+ CCTVથી ખુલ્યું ચોંકાવનારું રહસ્ય! આખરે શું થયું?