પુરીમાં 19 વર્ષની કોલેજની વિદ્યાર્થીની પર ગેંગરેપ
પોલીસે ગેંગરેપના 3 આરોપીની કરી ધરપકડ, ચોથા આરોપીની શોધખોળ શરૂ
વિદ્યાર્થીની પર ગેંગરેપ
વિદ્યાર્થીની પર ગેંગરેપ
ઓડિશાના પુરી જિલ્લામાં એક 19 વર્ષીય કોલેજની વિદ્યાર્થીની સાથે બનેલી કરુણ ઘટનાથી સમગ્ર રાજ્યમાં રોષ ફેલાયો છે. પુરીના દરિયા કિનારે તેના પર ગેંગરેપ કરવામાં આવ્યો હતો. આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે સોમવારે 3 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે ચોથા આરોપીને પકડવા માટે સઘન શોધખોળ ચલાવવામાં આવી રહી છે.
મહિલાઓની સુરક્ષા પર સવાલ ઊભા થયા
આ ઘટના શનિવારે બપોરે બની હતી, પરંતુ ડર અને આઘાતમાં હોવાને કારણે પીડિતાએ સોમવારે સાંજે પુરી સદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ ઘટનાએ પર્યટન સ્થળો પર મહિલાઓની સુરક્ષા પર ગંભીર સવાલો ઊભા કર્યા છે, અને પોલીસ લોકોને આવી ઘટનાઓની તાત્કાલિક જાણ કરવા અપીલ કરી રહી છે.
જૂથના 2 સભ્યોએ યુવતી પર ગેંગરેપ કર્યો
આ દુષ્કર્મ પુરીના પ્રસિદ્ધ બાળી હરચંદી મંદિર નજીક દરિયા કિનારે બન્યો હતો, જે એક પ્રખ્યાત પર્યટન સ્થળ છે. પીડિતા તેના મિત્ર સાથે ત્યાં બેઠી હતી, ત્યારે સ્થાનિક યુવકોના એક જૂથે તેમના ફોટો અને વીડિયો લીધા હતા. તેમણે આ ફોટો અને વીડિયો ડિલીટ કરવાના બદલામાં પૈસાની માંગણી કરી. જ્યારે કપલે પૈસા આપવાનો ઇનકાર કર્યો, ત્યારે જૂથના બે સભ્યોએ યુવતી પર ગેંગરેપ કર્યો.
આ પણ વાંચો: દિલ્હીના નરેલામાં બે બાળકીઓ પર સામૂહિક દુષ્કર્મ
ઘટના દરમિયાન ફોટા અને વીડિયો બનાવ્યા
આ દરમિયાન, અન્ય આરોપીઓએ તેના મિત્રને એક ઝાડ સાથે બાંધી દીધો અને તેને પ્રતિકાર કરતો અટકાવવા માટે તેની સાથે મારપીટ કરી હતી. આરોપીઓએ ઘટના દરમિયાન ફોટા અને વીડિયો પણ બનાવ્યા હતા, પરંતુ ધરપકડ પહેલાં તે બધા ડિલીટ કરી દીધા હતા.
બ્રહ્મગિરી પોલીસ સ્ટેશનમાં FIR નોંધી
પુરીના એસપી પ્રતીક સિંહે જણાવ્યું કે બ્રહ્મગિરી પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી છે. ધરપકડ કરાયેલા ત્રણેય આરોપીઓ સ્થાનિક યુવકો છે, જેમાંથી 2 પર ગેંગરેપ કરવાનો આરોપ છે. ચોથા આરોપીને પકડવા માટે મોટા પાયે શોધખોળ ચાલુ છે. આ ઘટના જૂન 2025માં ગંજમ જિલ્લાના ગોપાલપુર બીચ પર બનેલી એક સમાન ઘટનાની યાદ અપાવે છે, જ્યાં 10 લોકોએ કોલેજની છાત્રા પર ગેંગરેપ કર્યો હતો અને બધાની ધરપકડ કરવામાં આવી હતી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

લખીમપુર ખીરીની સ્કૂલમાં શિક્ષિકાને મળવા આવ્યો એક યુવક... થોડી જ વારમાં માળ ઉપર ગોળીબારથી મચી ગઈ દોડધામ!

સ્કૂટરમાં GPS ટ્રેકર મળ્યું! પત્નીએ પતિ સામે કેમ કરી ફરિયાદ?

દિલ્હીમાં કિશોરીની લાશ, 50+ CCTVથી ખુલ્યું ચોંકાવનારું રહસ્ય! આખરે શું થયું?