રાજકોટ:સ્પાય કેમેરાથી ડોક્ટરનું બ્લેકમેલિંગ કૌભાંડ
મુખ્ય આરોપી ડો. કમલ નાંઢાની ધરપકડ, 11 તોડબાજ પત્રકારો સામે સાયબર ક્રાઇમમાં ગુનો દાખલ

રાજકોટ ડોક્ટર બ્લેકમેલિંગ કેસ

રાજકોટ ડોક્ટર બ્લેકમેલિંગ કેસ
રાજકોટ શહેરમાં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં એક ડોક્ટરે જ અન્ય એક તબીબને બદનામ કરવા અને નાણાં પડાવવા માટે પત્રકારો સાથે મળીને મોટું ષડયંત્ર રચ્યું હતું. સાયબર ક્રાઇમ પોલીસે આ મામલે મુખ્ય આરોપી ડો. કમલ નાંઢાની ધરપકડ કરી છે, જ્યારે તેની સાથે સંકળાયેલા 11 કહેવાતા તોડબાજ પત્રકારોની શોધખોળ તેજ કરી છે.
ક્લિનિકના લેબર રૂમમાં ગોઠવ્યો હતો સ્પાય કેમેરો :
આ સમગ્ર કૌભાંડની વિગત મુજબ, સાધુ વાસવાણી રોડ પર આવેલા ગૌતમ ક્લિનિકમાં કામ કરતા ડો. કમલ નાંઢાએ ફરિયાદી ડોક્ટરના ક્લિનિકમાં લેબર રૂમના બલ્બ હોલ્ડરમાં છૂપો સ્પાય કેમેરો લગાવ્યો હતો. આ કેમેરો એવી રીતે સેટ કરવામાં આવ્યો હતો કે જ્યારે પણ રૂમની સ્વીચ ચાલુ કરવામાં આવે, ત્યારે રેકોર્ડિંગ શરૂ થઈ જતું હતું. આ કેમેરામાં ડોક્ટરની અંગત પળોના વીડિયો તેમજ દર્દીઓની સારવારના ફૂટેજ રેકોર્ડ થતા હતા.
એકતરફી પ્રેમ અને ખંડણીનું ષડયંત્ર :
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે ડો. કમલ નાંઢાને એક મહિલા તબીબ સાથે એકતરફી પ્રેમ હતો. આ ઈર્ષ્યા અને લાલચમાં તેણે 2023થી વીડિયો રેકોર્ડ કરવાનું શરૂ કર્યું હતું. આરોપી પાસે અંદાજે 3000 જેટલા વીડિયો ફૂટેજ હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. આ વીડિયોના આધારે ડો. કમલ અને તેની પત્રકાર ટોળકીએ ફરિયાદી પાસે 25 લાખ રૂપિયાની માંગણી કરી હતી અને બદનામ કરવાની ધમકી આપી 50 હજાર રૂપિયા પડાવી પણ લીધા હતા.
11 તોડબાજ પત્રકારો સામે ગાળિયો કસાયો :
રાજકોટ સાયબર ક્રાઇમ એસીપી ચિંતન પટેલના જણાવ્યા અનુસાર, આ ગુનામાં કુલ 12 આરોપીઓ સામે બીએનએસ અને આઈટી એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પકડાયેલા ડોક્ટર સિવાય અન્ય 11 આરોપીઓ, જેઓ અલગ-અલગ મીડિયા પ્લેટફોર્મના નામે તોડબાજી કરતા હતા, તેઓ હાલ ફરાર છે. જેમાં હિરેન મકવાણા, અજય ચુડાસમા, હાર્દિક ડોડીયા સહિતના શખ્સોનો સમાવેશ થાય છે.
પોલીસની કડક કાર્યવાહી :
રાજકોટ શહેર પોલીસ હવે પત્રકારના નામે ન્યુસન્સ ફેલાવતા અને લોકોને બ્લેકમેલ કરતા તત્વો સામે આક્રમક મૂડમાં છે. ફરિયાદી ડોક્ટર વર્ષ 2024થી આ ત્રાસ સહન કરી રહ્યા હતા, પરંતુ પેમ્પલેટ વાયરલ કરવાની અને સોશિયલ મીડિયા પર બદનામ કરવાની ધમકીઓ વધતા આખરે તેમણે પોલીસનો સહારો લીધો હતો. હાલમાં પોલીસ દ્વારા જપ્ત કરાયેલા સાધનોનું ફોરેન્સિક પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!

કાલુપુરની પાર્સલ સર્વિસ પેઢીમાં નોકરી દરમિયાન ₹45,29,910ની ચોરી કરી ફરાર થયાનો આરોપ! તપાસ કરતાં LCB ઝોન-3ની ટીમ બંને સગા ભાઈઓ સુધી ઉત્તર પ્રદેશના આગ્રામાં પહોંચી.

મહેસાણાના વિસનગરમાં ભુવાજી સામે 34 વર્ષીય પરિણીતાએ દુષ્કર્મ અને શોષણની ફરિયાદ નોંધાવી. આ કેસમાં અન્ય બે શખ્સોનાં નામ પણ સામે આવ્યાં છે!