રાજ્યના પાટનગરમાં અસામાજીક તત્વોનો જાહેરમાં આતંક!
કુડાસણમાં ₹1.10 કરોડની લેતીદેતીમાં યુવક પર જીવલેણ હુમલો, 2 ઈજાગ્રસ્ત, 11 સામે ગુનો નોંધાયો

કુડાસણમાં જાહેર રોડ ઉપર અસામાજીક તત્વોએ આતંક મચાવી કારમાં તોડફોડ કરી હતી

કુડાસણમાં જાહેર રોડ ઉપર અસામાજીક તત્વોએ આતંક મચાવી કારમાં તોડફોડ કરી હતી
Terror of anti-social elements on public roads in Kudasan: ગાંધીનગરના કુડાસણ વિસ્તારમાં આવેલી એક ફિટનેસ જીમ નજીક નાણાકીય વિવાદને લઈને હિંસક હુમલાનો ગંભીર બનાવ બન્યો છે. સોમવારે મોડી રાત્રે બનેલી ઘટનામાં બે યુવકો પર છરી સહિતના ઘાતક હથિયારોથી હુમલો કરાયો હતો. હુમલા દરમિયાન વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. બંને ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જેમાંથી એકની હાલત ગંભીર હોવાથી તેને ICUમાં ખસેડવામાં આવ્યો છે.
ચેરમેન બનાવવાના નામે કરોડોની છેતરપિંડીનો આરોપ
આ ઘટના મામલે અમદાવાદના નવા નરોડા ખાતે રહેતા ઉત્સવ રોહિતકુમાર પટેલે ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ચાર નામજોગ અને અન્ય 10 જેટલા અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, એપ્રિલ 2025માં ફરિયાદી ઉત્સવ પટેલના પિતાના મિત્ર મહેન્દ્રસિંહ ખેમચંદ રાઠોડે સરકારી કંપની GACLમાંથી ડીલરશીપ અપાવવાની વાત કહી ગાંધીનગર સેક્ટર-9 ખાતે રોકડા રૂપિયા 15 લાખ લીધા હતા.
બાદમાં મહેન્દ્રસિંહે રાજસ્થાન સરકારમાં સારા સંપર્કો હોવાનો દાવો કરતા ઉત્સવના પિતાએ તેમના મિત્ર શિવુજીલાલ ચૌધરીને રાજસ્થાન ટુરિઝમ ડેવલપમેન્ટ કોર્પોરેશન (RTDC)માં ચેરમેન બનાવવાની વાત કરી હતી. આ કામ પેટે મહેન્દ્રસિંહ અને તેમના દીકરા અભિમન્યુસિંહે એડવાન્સ રૂપિયા 50 લાખની માંગણી કરતા જાન્યુઆરી 2026માં સેક્ટર-2 ખાતે નાણાં ચૂકવાયા હતા.
#Gandhinagar
— Benefit News 24 (@BenefitNews24) June 30, 2026
રાજ્યના પાટનગરમાં ગાંધીનગરમાં જોવા મળ્યા ગુંડાગીરીના દ્રશ્યો
કુડાસણના ધ લેન્ડ માર્ક મોલ પાસે અસમાજિક તત્વોએ આંતક મચાવ્યો
પૈસાની લેતીદેતીમાં પાંચ શખ્સો પર ધારીયા અને તલવાર વડે હુમલો
ઘાતક હથિયારો વડે જીવલેણ હુમલો કરી ગાડીના કાચ તોડ્યાં
રૂપિયા 1.27 કરોડની… pic.twitter.com/XptrNt5o6b
નાણાં પરત માંગતા વિવાદ વકર્યો
બેંક ખાતામાં અને અન્ય રીતે મળીને કુલ રૂપિયા 1 કરોડ 10 લાખ આપ્યા હોવા છતાં કામ થયું નહોતું. આ રૂપિયાની અવારનવાર ઉઘરાણી કરવા છતાં કામ ન થતાં ગત 17 મેના રોજ કોબા સર્કલ ખાતે પણ બંને પક્ષો વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો. જૂની અદાવત અને નાણાકીય વિવાદનું સમાધાન કરવા માટે ઉત્સવ પટેલના મિત્ર ભરતસિંહ ચંદાવતે મહેન્દ્રસિંહને ફોન કરીને કુડાસણ લેન્ડમાર્ક કોમ્પ્લેક્સમાં આવેલા તેમના આરહા ફિટનેસ જીમ ખાતે બોલાવ્યા હતા.
પૂર્વ આયોજન સાથે હુમલો કર્યાનો આક્ષેપ
ફરિયાદમાં જણાવાયું છે કે, ઉત્સવ, તેના પિતા રોહિતકુમાર, ભરતસિંહ અને અન્ય મિત્રો ત્યાં હાજર હતા તે સમયે મહેન્દ્રસિંહ રાઠોડ અને તેનો દીકરો અભિમન્યુસિંહ રાઠોડ અગાઉથી નક્કી કરેલા પ્લાન મુજબ અન્ય 10 માણસોને ટુ-વ્હીલર પર હથિયારો સાથે લઈને ધસી આવ્યા હતા. આ ટોળાના હાથમાં છરી, ધારીયા અને લાકડીઓ જેવા ઘાતક હથિયારો હતા. બાદમાં કેમ અવારનવાર રૂપિયા માંગો છો, આજે તમને તમારા રૂપિયા આપી દઈએ તેમ કહીને આરોપીઓએ એકસંપ થઈ હુમલો કરી દીધો હતો.
બે વ્યક્તિઓને ગંભીર ઇજા, કારમાં પણ તોડફોડ
મહેન્દ્રસિંહે પોતાની પાસેની છરી વડે ભરતસિંહના બંને હાથના કાંડા પર ઘા માર્યા હતા. તે જ સમયે અભિમન્યુસિંહ રાઠોડે ભરતસિંહના બરડાના ભાગે છરી હુલાવી દીધી હતી. જેથી તેઓ ગંભીર રીતે ઘવાઈને નીચે ઢળી પડ્યા હતા. ઉત્સવ વચ્ચે પડતા આરોપી સુનિલ ચૌહાણ, લાલભાઈ અને અભિમન્યુએ મળીને તેને બરડા, હાથ-પગ અને પેટના ભાગે છરીના ઘા ઝીંકી દીધા હતા. આ ઉપરાંત, અન્ય શખસોએ લાકડીઓ અને ગડદાપાટુનો માર મારી ફરિયાદીની વોક્સવેગન કારમાં ધોકા વડે ભારે તોડફોડ કરી હતી.
એક ઘાયલ ICUમાં, પોલીસે કાર્યવાહી શરૂ કરી
સ્થાનિક લોકોની જાણ બાદ પોલીસ અને 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી. ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવકને પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલના ICUમાં દાખલ કરવામાં આવ્યો છે. ઇન્ફોસિટી પોલીસે ચાર નામજોગ આરોપીઓ સહિત અન્ય અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા અનેક શંકાસ્પદ લોકોને રાઉન્ડ અપ કરીને સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!

કાલુપુરની પાર્સલ સર્વિસ પેઢીમાં નોકરી દરમિયાન ₹45,29,910ની ચોરી કરી ફરાર થયાનો આરોપ! તપાસ કરતાં LCB ઝોન-3ની ટીમ બંને સગા ભાઈઓ સુધી ઉત્તર પ્રદેશના આગ્રામાં પહોંચી.

મહેસાણાના વિસનગરમાં ભુવાજી સામે 34 વર્ષીય પરિણીતાએ દુષ્કર્મ અને શોષણની ફરિયાદ નોંધાવી. આ કેસમાં અન્ય બે શખ્સોનાં નામ પણ સામે આવ્યાં છે!