અંજારમાં ગર્ભવતી પ્રેમિકાની હત્યા, કૂવામાં લાશ મળી
ચંદિયા ગામે લગ્નનું દબાણ કરતી યુવતીને પ્રેમીએ મિત્ર સાથે મળી ગળેટૂંપો આપી કૂવામાં ફેંકી

અંજાર ચંદિયા હત્યા કેસ

અંજાર ચંદિયા હત્યા કેસ
કચ્છના અંજાર તાલુકાના ચંદિયા ગામે માનવતાને શરમાવે તેવી એક ઘટના પ્રકાશમાં આવી છે. લગ્ન માટે દબાણ કરતી ગર્ભવતી પ્રેમિકાને રસ્તામાંથી હટાવવા માટે પ્રેમીએ પોતાના મિત્ર સાથે મળીને અત્યંત ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી હતી. ગુનાના પુરાવા મિટાવવા માટે મૃતદેહને પથ્થર બાંધી કૂવામાં ફેંકી દેવામાં આવ્યો હતો, પરંતુ પોલીસે ગણતરીના કલાકોમાં આ હત્યાકાંડનો પર્દાફાશ કરી દીધો છે.
શું હતી સમગ્ર ઘટના ?
મળતી વિગતો મુજબ, ચંદિયા ગામની 18 વર્ષીય રાધા સથવારા અને મિંદીયાળા ગામના રાજેશ રબારી વચ્ચે પ્રેમ સંબંધ હતો. આ સંબંધો દરમિયાન રાધા ગર્ભવતી બની હતી, જેના કારણે તે રાજેશ પર લગ્ન કરવા માટે દબાણ કરી રહી હતી. જોકે, રાજેશ તેને અપનાવવા તૈયાર નહોતો અને તેણે રાધાને કાયમ માટે શાંત કરી દેવાનું ષડયંત્ર રચ્યું હતું.
ષડયંત્ર રચીને કરી હત્યા :
થોડા દિવસો પહેલા રાજેશ લગ્ન કરી લેવાના બહાને રાધાને તેના ઘરેથી બોલાવી ગામના સીમાડે લઈ ગયો હતો. ત્યાં અગાઉથી નક્કી કર્યા મુજબ રાજેશ અને તેના મિત્ર રાહુલ રબારીએ મળીને રાધાને ગળેટૂંપો આપી દીધો હતો. હત્યા બાદ પાપ છુપાવવા માટે તેમણે રાધાના શરીર સાથે ભારે પથ્થરો બાંધ્યા હતા અને મૃતદેહ કૂવામાં ફેંકી દીધો હતો જેથી તે પાણીની સપાટી પર ન આવે.
પોલીસે કેવી રીતે ઉકેલ્યો ભેદ ?
યુવતી ગુમ થતા પરિવારજનોએ અંજાર પોલીસમાં જાણ કરી હતી. પોલીસ ઇન્સ્પેક્ટર એ.આર. ગોહિલ અને તેમની ટીમે ટેકનિકલ તપાસ હાથ ધરી રાજેશ રબારીને શંકાના આધારે ઝડપી પાડ્યો હતો. પોલીસની આકરી પૂછપરછ સામે રાજેશ ટકી શક્યો નહોતો અને તેણે ગુનાની કબૂલાત કરી હતી.
આરોપીની કબૂલાત બાદ ભુજ ફાયર બ્રિગેડની મદદથી ઊંડા કૂવામાંથી રાધાનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. હાલ પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ હત્યા અને પુરાવાનો નાશ કરવાની કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સ્કૂટરમાં GPS ટ્રેકર મળ્યું! પત્નીએ પતિ સામે કેમ કરી ફરિયાદ?

દિલ્હીમાં કિશોરીની લાશ, 50+ CCTVથી ખુલ્યું ચોંકાવનારું રહસ્ય! આખરે શું થયું?

મકાન જોવા આવી હતી મહિલા... બે દિવસ બાદ એ જ બિલ્ડિંગમાં બની ગઈ હત્યારી!