દાહોદની તાલિબાની સજાનો ભોગ બનેલી મહિલાને પોલીસે ફળોની દુકાન શરુ કરાવી આપી
મહિલાને સન્માન મળે અને આત્મનિર્ભર મળે તે માટે દાહોદ પોલીસનું સરહનિય પગલું

મહિલાને સન્માન મળે અને આત્મનિર્ભર મળે તે માટે દાહોદ પોલીસનું સરહનિય પગલું

મહિલાને સન્માન મળે અને આત્મનિર્ભર મળે તે માટે દાહોદ પોલીસનું સરહનિય પગલું
દાહોદના સંજેલીમાં પ્રેમ સંબંધના મામલે મહિલાના સાસરીયાઓએ મહિલાને માર મારી અર્ધ નગ્ન હાલતમાં ગામમાં ફેરવી હતી. આ મામલો ચગ્યા બાદ પોલીસે મહિલાના સાસરીયાઓ સામે ગુનો નોંધી 12 આરોપીને ઝડપી પાડ્યા હતા. જો કે પોલીસે માનવીય ધોરણે કામ કીને આ પીડિતાને સશક્ત કવા અને પગભર કરવા માટે ફળની દુકાન ખોલી આપી હતી અને તેને કોઇ હેરાનગતિ ના થાય તે માટે દુકાનમાં સીસી ટીવી પણ લગાવી આપ્યા હતા. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ દાહોદ પોલીસની આ કામગિરીને બિરદાવી ટ્વિટ કર્યું હતું.
તાજેતરમાં દાહોદના સંજેલી ગામમાં શરમજનક ઘટના બની હતી જેમાં મહિલા સાથે તેના જ સાસરીયાએ કૃરતા આચરી હતી.મહિલાના ગામનાએક યુવક સાથે પ્રેમ સંબંધની જાણ થતાં ઉશ્કેરાયેલા તેના સાસરીયાએ તાલિબાની સજા આપી હતી. સાસરીયાઓએ મહિલાને માર મારી અર્ધનગ્ન હાલતમાં બાઈક સાથે સાંકળથી બાંધી તેનું સરઘસ કાઢવામાં આવ્યું હતું. સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થતાં પોલીસ એક્શનમાં આવી હતી અને તાત્કાલિક મહિલાનું રેસક્યું કરી 15 લોકો વિરુધ્ધ ફરિયાદ દાખલ કરી રાત માં જ 12 લોકો ની ધરપકડ કરી હતી.
દરમિયાન સમગ્ર મામલે દાહોદ પોલીસે મહિલા આત્મનિર્ભર બને તે માટે તેને ફળોની દુકાન શરુકરી આપી હતી. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આ મામલે ટ્વિટ કરીને જણાવ્યુ હતું કે ગુજરાત પોલીસ દાહોદ યુનિટે ફરજની બહાર જઈને કામ કર્યું છે અને માત્ર ન્યાય નહીં પણ મહિલાને યોગ્ય સન્માન પણ આપ્યું છે.તેમણે ટ્વિટમા જણાવ્યું કે એક મહિલાને તેના સાસરિયાઓ દ્વારા હેરાન કરવામાં આવી હતી અને અર્ધ નગ્ન હાલતમાં ખેંચી લેવામાં આવી હતી. ગુજરાત પોલીસે ગુનેગારોની ધરપકડ કરી અને કડક કાર્યવાહી કરી.પરંતુ આટલું જ નહીં..તેમણે પીડિતા માટે અગાઉથી ભાડું ચૂકવીને ફળની દુકાન શરૂ કરી.તેની સલામતી સુનિશ્ચિત કરવા અને ભવિષ્યમાં થતી હેરાનગતિ અટકાવવા માટે CCTV કેમેરા લગાવ્યા. પીડિતાને પોતાના પગ પર ઊભા રહેવાનો આત્મવિશ્વાસ આપીને સશક્ત બનાવી!ગુજરાત પોલીસ મહિલાઓને ન્યાય ન મળે ત્યાં સુધી કોર્ટમાં લડશે, ખાતરી કરશે કે તેમને લાયક ન્યાય મળે. ગુજરાત પોલીસને તેમની અસાધારણ સેવા બદલ અભિનંદન!
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!

કાલુપુરની પાર્સલ સર્વિસ પેઢીમાં નોકરી દરમિયાન ₹45,29,910ની ચોરી કરી ફરાર થયાનો આરોપ! તપાસ કરતાં LCB ઝોન-3ની ટીમ બંને સગા ભાઈઓ સુધી ઉત્તર પ્રદેશના આગ્રામાં પહોંચી.

મહેસાણાના વિસનગરમાં ભુવાજી સામે 34 વર્ષીય પરિણીતાએ દુષ્કર્મ અને શોષણની ફરિયાદ નોંધાવી. આ કેસમાં અન્ય બે શખ્સોનાં નામ પણ સામે આવ્યાં છે!