સુરત પોલીસે ભારે જહેમત બાદ મોટા બોરસરા ગેંગ રેપના ત્રણ માંથી બે આરોપીઓને પકડી પાડ્યા હતા. તે બેમાંથી એક આરોપીનું હોસ્પિટલના બિછાને મોત થયું છે. શિવશંકર ચોરસીયા નામના આરોપીને શ્વાસ ચડવાની ફરિયાદના આધારે તેને સુરતની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું છે.
આ કેસમાં કુલ ત્રણ આરોપીઓ છે, જેમાંથી મુન્ના કરબલી પાસવાન અને શિવશંકર ચોરસીયા અને રાજુ નામના આરોપી ના નામ ગુન્હાની સંડોવણી બહાર આવી હતી, પાસવાન અને શિવશંકરની ધરપકડ થઇ ગઇ હતી. જેમાંથી શિવશંકરનું મોત થયું છે.
સુરત રેન્જના ઇન્સ્પેક્ટર જનરલ પ્રેમ સિંહે પત્રકારોને જણાવ્યું હતું કે પીડિતા અને તેના મિત્ર બાઇક પાસે ઉભા હતા. તે સમયે ત્રણેય આરોપીઓ બાઇક પર આવ્યા અને પીડિતા અને તેના મિત્રને ધમકાવવાનું શરૂ કર્યું, ત્યાર બાદ આરોપીઓએ પીડિતાના પુરુષ મિત્રને માર માર્યો હતો. આરોપીઓએ તરૂણ અને તરૂણીના કપડા ઉતરાવી બન્નેના ફોટા પાડી લીધા હતા. પછી ફોટા વાયરલ કરવાની ધમકી આપી તરૂણીને શરીર સંબંધ બાંધવા દબાણ કર્યું, તે દબાણ વશ થયા વગર ભાગવાની કોશિશ કરતાં પડી ગઈ હતી ત્યારબાદ આરોપીઓએ તેને પકડી શેરડીમાં લઇ જઇ, તરૂણી પર ગેંગરેપ કર્યો હતો.
સુરત પોલીસે મોટા બોરસરા ગેંગના ત્રણ પૈકીના બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે. જો કે તેમની ધરપકડ પોલીસ માટે સરળ નહતી, પોલીસ સાથે ઘર્ષણ થવાના કારણે પોલીસે પહેલા હવામાં ફાયરિંગ કર્યું હતું, ત્યારબાદ બળપ્રયોગ કરી બંને આરોપીઓની માંડવી તાલુકાના તાડકેશ્વર જીઆઇડિસીમાંથી ધરપકડ કરી લીધી છે. એક આરોપી હજુ નાસ્તો ફરે છે.
મંગળવારની રાત્રે પીડીતા તેના મિત્ર જોડે ઉભી હતી, તે સમયે ત્રણ આરોપીઓ માંગરોળ ના મોટા બોરસરા પાસે આવ્યાં હતાં, પીડિતાના મિત્રને માર મારી ભગાડી દીધો હતો. બાદ માં દિકરીને અવાવરુ જગ્યાએ લઇ આરોપીઓએ તેના પર બળાત્કાર કર્યો હતો
ઘટનાની જાણ થતાં જિલ્લા પોલીસ અને રેન્જ આઇજી ઘટના સ્થળે દોડી, ડોગ સ્ક્વોડ અને એફએસએલની મદદ લઇ તપાસ શરૂ કરી હતી. પોલીસે ૨૦૦ જેટલા જવાનો અને અધિકારીઓની ટિમ બનાની સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. પોલીસ તપાસ દરમિયાન તેમને ઘટના સ્થળેથી થોડા કિલોમીટર દૂર એક ત્યજી દેવાયેલી બાઈક મળી આવી હતી, જેને આરોપીઓ સુધી પહોંચાડવામાં મદદ કરી હતી.
પોલીસ માહિતીના આધારે તાડકેશ્વર જીઆઇડીસીમાં આરોપીઓને પકડવા ગઈ ત્યારે આરોપીઓ અંધારાનો લાભ લઇ ભાગવા પોલીસે ફાયરિંગ કરવાની ફરજ પડી હતી. ત્યારબાદ તેમના સાથે ઘર્ષણના અંતે ધરપકડ કરી શક્યા હતા.
આરોપીની ઓળખ મુન્ના કરબલી પાસવાન, શિવશંકર ચોરસિયા થઇ છે અને બન્નેને પકડી લેવામાં આવ્યાં છે. ભૂતકાળ આરોપી ખૂન, ચોરી અને લૂંટના ગુનામાં સંડોવાયેલા હતો અને ધરપકડ પણ થઇ હતી.