વાલેરામાં લકી ડ્રો કરનાર અશોક માળી સામે પોલીસની કાર્યવાહી
શોક માળી લકી ડ્રોના માસ્ટરમાઈન્ડ તરીકે ઓળખાતા હોવાથી, પોલીસએ લકી ડ્રોનથી સંકળાયેલા પુરાવાઓ પણ માંગ્યા.

લકી ડ્રો કરનાર સામે પોલીસની કાર્યવાહી

લકી ડ્રો કરનાર સામે પોલીસની કાર્યવાહી
ધાનેરાના વાલેરા વિસ્તારમાં લકી ડ્રો યોજનારા અશોક માળી ધાનેરા પોલીસ મથકે હાજર થયો હતો. લકી ડ્રોના આયોજનને લઈને તેમના વિરૂદ્ધ ધાનેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.
ધાનેરા પોલીસ મથકે અશોક માળી સામે નોટિસ મોકલીને તેમને જવાબ લખાવવાની સૂચના આપી હતી. આ નોટિસ અંગે અશોક માળીએ ધાનેરા પોલીસ મથકે હાજરી આપી અને નિવેદન આપ્યું. આ દરમિયાન, ધાનેરા પોલીસે અશોક માળી પાસેથી લકી ડ્રોના આયોજન માટેની મંજૂરી, તેમની બેંક બેલેન્સ, ઇનામની રકમના વ્યવહારો અને બેંક એકાઉન્ટની વિગતો માગી છે.
ધાનેરા પોલીસ દ્વારા મોકલાયેલી નોટિસનો ભંગ કરવામાં આવ્યો તો, અશોક માળીની ધરપકડ કરી શકાય છે. અશોક માળી લકી ડ્રોના માસ્ટરમાઈન્ડ તરીકે ઓળખાતા હોવાથી, પોલીસએ લકી ડ્રોનથી સંકળાયેલા પુરાવાઓ પણ માંગ્યા છે.
અશોક માળી દ્વારા માગેલી વિગતો આપવામાં આવી ત્યારબાદ, પોલીસ તપાસ કરશે અને જો તપાસમાં કોઈ નીતિભંગ અથવા ગડબડ સામે આવે, તો તેની ધરપકડ કરવામાં આવશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!

કાલુપુરની પાર્સલ સર્વિસ પેઢીમાં નોકરી દરમિયાન ₹45,29,910ની ચોરી કરી ફરાર થયાનો આરોપ! તપાસ કરતાં LCB ઝોન-3ની ટીમ બંને સગા ભાઈઓ સુધી ઉત્તર પ્રદેશના આગ્રામાં પહોંચી.

મહેસાણાના વિસનગરમાં ભુવાજી સામે 34 વર્ષીય પરિણીતાએ દુષ્કર્મ અને શોષણની ફરિયાદ નોંધાવી. આ કેસમાં અન્ય બે શખ્સોનાં નામ પણ સામે આવ્યાં છે!