અડાજણમાં પડોશીએ 12 વર્ષીય વિદ્યાર્થીનીને બનાવી હવસનો શિકાર
આરોપીએ કિશોરી સાથેના શારીરિક સુખની વિડીયો બનાવી વાયરલ કરવાની આપી હતી ધમકી

12 વર્ષીય વિદ્યાર્થીની પર દુષકર્મ

12 વર્ષીય વિદ્યાર્થીની પર દુષકર્મ
સુરતના અડાજણ વિસ્તારમાં 12 વર્ષીય વિદ્યાર્થીની સાથે દુષ્કર્મના ઘટનાનો સામે આવ્યો છે. આરોપી રાહુલ ચૌહાણે પડોશમાં રહેતી વિદ્યાર્થીનીને ફોસલાવીને પોતાના ઘરે બોલાવી હતી. ઘરે આવેલી વિદ્યાર્થીને આરોપીએ પોતાની હવસનો શિકાર બનાવી દુષ્કર્મ આચર્યું હતુ, ત્યાર બાદ આરોપીએ કિશોરી સાથેના શારીરિક સુખની વિડીયો બનાવી ઘમકી આપી હતી કે જો તે કોઈને આના વિશે જાણ કરીશ તો તારો આ વિડીયો પરિવાર અને સોસાયટીના સભ્યોમાં ફોરવર્ડ કરીને તને બદનામ કરી દઈશ. એટલે ડરી ગએલી કિશોરીએ કોઈને જાણ ન કરી.
પરંતું થોડા દિવસો બાદ ફરી આરોપીએ કિશોરીને ફોસલાવીને પોતાના ઘરે આવવા કહ્યું પણ કિશોરી તેને તાબે ન થઈ અને જવા માટેની ના પાડી દીધી હતી. પરંતું ઉશ્કેરાએલા આરોપીએ તેને ફરી વિડીયો વાયરલ કરવાની ધમકી આપી હતી. કિશોરીને પાણી માથા ઉપર જતું લાગતા સમગ્ર ઘટનાની જાણ પોતાની માતાને કરી હતી અને પોતા પર વીતેલી સમગ્ર બનાવ વીશે વિગતવાર વાત કરી.
દિકરી સાથે બનેલી ઘટનાની જાણ થતા માતાના પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ હતી, ત્યાર બાદ કિશોરીની માતાએ અડાજણ પોલીસમાં સમગ્ર મામલે પડોશમાં જ રહેતા રાહુલ ચૌહાણ નામના યુવક વિરુદ્ધ પોતાની દિકરી પર દુષ્કર્મ આચરી તેનો વિડીયો બનાવવાની ફરીયાદ નોંધવામાં આવી હતી. પોલીસને ફરીયાદ મળતા તેણે આરોપીને પકડવા ચક્રો ગતીમાન કર્યા હતા અને થોડા સમયના અંતે પોલીસને આરોપીને પકડવામાં સફળતા મળી હતી,.
પોલીસ દ્વારા હાલ તમામ મામલાની તપાસ કરવામાં આવી રહી છે. કિશોરીના જણાવ્યા પ્રમાણે પોલીસ દ્વારા હાલ યુવકના મોબાઈલમાંથી વિડીયો મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!

કાલુપુરની પાર્સલ સર્વિસ પેઢીમાં નોકરી દરમિયાન ₹45,29,910ની ચોરી કરી ફરાર થયાનો આરોપ! તપાસ કરતાં LCB ઝોન-3ની ટીમ બંને સગા ભાઈઓ સુધી ઉત્તર પ્રદેશના આગ્રામાં પહોંચી.

મહેસાણાના વિસનગરમાં ભુવાજી સામે 34 વર્ષીય પરિણીતાએ દુષ્કર્મ અને શોષણની ફરિયાદ નોંધાવી. આ કેસમાં અન્ય બે શખ્સોનાં નામ પણ સામે આવ્યાં છે!