નબીરાઓએ કર્યા નવા વર્ષના સ્ટંટ, પોલીસે ભણાવ્યો પાઠ
Audi-Range Rover પર રેસ, સનરૂફમાંથી ફટાકડા ફોડતા 4 વિદ્યાર્થીઓ ઝડપાયા

યુવાનોને નથી રહ્યો કાયદાનો ડર

યુવાનોને નથી રહ્યો કાયદાનો ડર
સુરત શહેરમાં ફરી એકવાર 'નબીરાઓ'ના બેફામ આતંકનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. પૈસાના જોરે જાહેરમાં કાયદાનો ભંગ કરવાની આ ઘટના અડાજણ વિસ્તારના મુખ્ય માર્ગ પર બની હતી, જ્યાં શહેરના પ્રતિષ્ઠિત વેપારીઓના પુત્રોએ તેમની મોંઘી લક્ઝરી કારોને રેસ ટ્રેક સમજી લીધી હતી.
27 ઓક્ટોબરની રાતે, જમ્યા બાદ નીકળેલા ચાર યુવકો એ તેમના કારના કાફલા સાથે ખતરનાક સ્ટંટ કર્યા હતા. આ કાફલામાં બે ઓડી, એક રેન્જરોવર અને એક સ્કોડા જેવી કારોનો સમાવેશ થતો હતો.
કાર રેસ લગાવવા ઉપરાંત, એક યુવકે સનરૂફ ખોલીને શરીરનો અડધો ભાગ બહાર કાઢીને ચાલુ કારે જાહેર રસ્તા પર ફટાકડા ફોડીને આતશબાજી કરી હતી. આ 'એડવેન્ચર' માત્ર તેમના માટે જ નહીં, પરંતુ તે સમયે રસ્તા પરથી પસાર થતા અન્ય નિર્દોષ વાહનચાલકો અને રાહદારીઓના જીવને પણ સીધું જોખમમાં મૂકતું હતું. સદનસીબે કોઈ મોટી દુર્ઘટના ન સર્જાઈ.
આ બેફામ કૃત્યનો વીડિયો પોલીસના ધ્યાને આવતા જ પોલીસ તંત્ર તુરંત હરકતમાં આવ્યું હતું. પોલીસે વીડિયોમાં દેખાતી કારોની નંબર પ્લેટના આધારે ગણતરીના કલાકોમાં જ આ ચારેય વિદ્યાર્થી યુવકોની ઓળખ કરી તેમની ધરપકડ કરી લીધી.
પોલીસે માત્ર યુવકોની ધરપકડ કરીને સંતોષ ન માન્યો. કાયદાનું કડક પાલન થાય અને આવા જોખમી શોખ પાળતા અન્ય યુવાનોને પણ દાખલો મળે તે હેતુથી, સ્ટંટમાં ઉપયોગમાં લેવાયેલી ચારેય લક્ઝરી કારોને પણ જપ્ત કરવામાં આવી છે.
પૂછપરછ દરમિયાન, આખરે યુવકોએ પોતાનો ગુનો કબૂલ્યો હતો અને સ્વીકાર્યું હતું કે તેમના આ કૃત્યથી લોકોના જીવ જોખમમાં મુકાયા હતા. પકડાયા બાદ, આ નબીરાઓએ તેમના બેફામ વર્તન બદલ પોલીસ સમક્ષ માફી પણ માગી છે. હવે, આ 'મોંઘા સ્ટંટ'નો હિસાબ કાયદો કરશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સ્કૂટરમાં GPS ટ્રેકર મળ્યું! પત્નીએ પતિ સામે કેમ કરી ફરિયાદ?

દિલ્હીમાં કિશોરીની લાશ, 50+ CCTVથી ખુલ્યું ચોંકાવનારું રહસ્ય! આખરે શું થયું?

મકાન જોવા આવી હતી મહિલા... બે દિવસ બાદ એ જ બિલ્ડિંગમાં બની ગઈ હત્યારી!