સરખેજમાં સોશિયલ મીડિયા સ્ટેટ્સ મુદ્દે હત્યા
સરખેજના ઠાકોરવાસમાં બે જૂથ વચ્ચે થયેલી લોહિયાળ અથડામણમાં એક યુવકનું મોત,ત્રણ ઇજાગ્રસ્ત

અમદાવાદ સરખેજ હત્યા

અમદાવાદ સરખેજ હત્યા
અમદાવાદ શહેરના સરખેજ વિસ્તારમાં મોડી રાત્રે જૂથ અથડામણની એક ગંભીર ઘટના સામે આવી છે. અંગત અદાવત અને સોશિયલ મીડિયા પર સ્ટેટ્સ મૂકવા જેવી નજીવી બાબતે થયેલો ઝઘડો એટલો ઉગ્ર બન્યો કે તેમાં એક નિર્દોષ યુવકે પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
શું હતી સમગ્ર ઘટના ?
સરખેજ વિસ્તારમાં આવેલા ઠાકોરવાસમાં ગત મોડી રાત્રે આ હિંસક ઘટના બની હતી. પ્રાપ્ત વિગતો અનુસાર, આશિષ ઠાકોર અને મહેશ ભાભર નામના બે વ્યક્તિઓ વચ્ચે ફોનમાં સ્ટેટ્સ મૂકવા બાબતે વિવાદ ચાલતો હતો. આ વિવાદના સમાધાન માટે અથવા તો અદાવત પૂરી કરવાના ઈરાદે મહેશ ભાભર ઉર્ફે રાજુના માણસો એક્ટિવા પર સવાર થઈને ઠાકોરવાસ પહોંચ્યા હતા. ત્યાં તેમણે આશિષ ઠાકોર અને તેમના પરિવાર સાથે બોલાચાલી શરૂ કરી હતી, જે જોતજોતામાં હિંસક અથડામણમાં ફેરવાઈ ગઈ હતી.
ખૂની હુમલો અને જાનહાનિ :
હુમલાખોરોએ પોતાની પાસે રહેલા તીક્ષ્ણ હથિયારો અને છરી વડે આશિષ ઠાકોરના પરિવાર પર હુમલો કર્યો હતો. આ સમયે આશિષને બચાવવા માટે વચ્ચે પડેલા ગણેશ ઠાકોર નામના યુવકને હુમલાખોરોએ પેટના ભાગે છરીના જીવલેણ ઘા ઝીંક્યા હતા. ગંભીર ઈજાઓને કારણે ગણેશનું ઘટનાસ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હતું. આ હુમલામાં અન્ય ત્રણ વ્યક્તિઓ પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે, જેમને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
પોલીસ તપાસ અને પરિવારનો રોષ :
ઘટનાની જાણ થતા જ સરખેજ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આશિષ ઠાકોર પર દોઢ મહિના પહેલા પણ હુમલો કરવામાં આવ્યો હતો. હાલમાં પોલીસ સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી ફરાર થઈ ગયેલા આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. બીજી તરફ, મૃતક યુવકના પરિવારજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પરિવારે પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવતા આરોપીઓને કડકમાં કડક સજા અને ફાંસીની માંગ કરી છે.
શહેરમાં વધતા જતા ગુનાખોરીના ગ્રાફ અને નજીવી બાબતે થતી હત્યાઓ સામે સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!

કાલુપુરની પાર્સલ સર્વિસ પેઢીમાં નોકરી દરમિયાન ₹45,29,910ની ચોરી કરી ફરાર થયાનો આરોપ! તપાસ કરતાં LCB ઝોન-3ની ટીમ બંને સગા ભાઈઓ સુધી ઉત્તર પ્રદેશના આગ્રામાં પહોંચી.

મહેસાણાના વિસનગરમાં ભુવાજી સામે 34 વર્ષીય પરિણીતાએ દુષ્કર્મ અને શોષણની ફરિયાદ નોંધાવી. આ કેસમાં અન્ય બે શખ્સોનાં નામ પણ સામે આવ્યાં છે!