મુંબઈમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી આપનાર આરોપીની ધરપકડ
નોઈડામાંથી 50 વર્ષીય આરોપીની ધરપકડ કરી, જેણે મુંબઈમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી આપી હતી
બોમ્બ બ્લાસ્ટની ધમકી આપનાર આરોપી
બોમ્બ બ્લાસ્ટની ધમકી આપનાર આરોપી
મુંબઈ ક્રાઈમ બ્રાંચે નોઈડામાંથી 50 વર્ષીય ઈસમની ધરપકડ કરી છે, જેણે કથિત રીતે મુંબઈમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી આપી હતી. આ આરોપી બિહારનો વતની છે અને તેનું નામ અશ્વિન કુમાર સુપ્રા છે. તપાસ દરમિયાન, પોલીસે નોઈડાથી ઉપયોગમાં લેવાયેલો મોબાઈલ ફોન અને સિમ કાર્ડ પણ જપ્ત કર્યો છે.
મુંબઈ પોલીસ હાઈ એલર્ટ પર
આરોપીને નોઈડાથી મુંબઈ લાવવામાં આવી રહ્યો છે. ક્રાઈમ બ્રાંચની ટીમ તેની સઘન પૂછપરછ કરશે, જેથી ધમકી પાછળનો સાચો હેતુ જાણી શકાય. મુંબઈ પોલીસ હાઈ એલર્ટ પર છે, કારણ કે તેમને એક ધમકીભર્યો મેસેજ મળ્યો હતો જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે 14 આતંકવાદીઓ શહેરમાં પ્રવેશ્યા છે અને 400 કિલો RDX 34 વાહનોમાં પ્લાન્ટ કરવામાં આવ્યો છે. આ ધમકી ગણેશ ઉત્સવના 10મા દિવસે, અનંત ચતુર્દશીના એક દિવસ પહેલા ટ્રાફિક પોલીસના વોટ્સએપ હેલ્પલાઈન પર મળી હતી.
આ પણ વાંચો : નીતિન ગડકરીના ઘરને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી!
ધમકીભર્યા મેસેજ ખોટા સાબિત થયા
પોલીસે જણાવ્યું કે, આ પહેલા પણ આ જ હેલ્પલાઈન પર આવા જ ધમકીભર્યા મેસેજ મળ્યા હતા, જે બાદમાં ખોટા સાબિત થયા હતા. જોકે, વર્તમાન ધમકીને ગંભીરતાથી લઈને ક્રાઈમ બ્રાંચે તપાસ શરૂ કરી છે અને ATS (એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ) જેવી અન્ય એજન્સીઓને પણ આ અંગે જાણ કરવામાં આવી છે.
આ પણ વાંચો : દિલ્હીની શાળાઓને ફરી બોમ્બની ધમકી
14 આતંકવાદીઓ શહેરમાં પ્રશ્યાનો મેસેજ
ધમકી આપનારે પોતાને 'લશ્કર-એ-જેહાદી' સંસ્થાનો સભ્ય ગણાવ્યો હતો અને મેસેજમાં જણાવ્યું હતું કે, 14 આતંકવાદીઓએ શહેરમાં પ્રવેશ કરીને 34 વાહનોમાં 400 કિલો RDX પ્લાન્ટ કર્યું છે. આ ઘટના અંગે, વર્લી પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

લખીમપુર ખીરીની સ્કૂલમાં શિક્ષિકાને મળવા આવ્યો એક યુવક... થોડી જ વારમાં માળ ઉપર ગોળીબારથી મચી ગઈ દોડધામ!

સ્કૂટરમાં GPS ટ્રેકર મળ્યું! પત્નીએ પતિ સામે કેમ કરી ફરિયાદ?

દિલ્હીમાં કિશોરીની લાશ, 50+ CCTVથી ખુલ્યું ચોંકાવનારું રહસ્ય! આખરે શું થયું?