દિલ્હીની શાળાઓને ફરી બોમ્બની ધમકી
દક્ષિણ દિલ્હીની વસંત વેલી અને દ્વારકાની સેન્ટ થોમસ સ્કૂલને ધમકીભર્યા ઈમેલ મળ્યા.

શાળાઓને ફરી બોમ્બની ધમકી

શાળાઓને ફરી બોમ્બની ધમકી
દિલ્હીની શાળાઓમાં ફરી એકવાર બોમ્બની ધમકીનો સિલસિલો શરૂ થયો છે. બુધવારે સવારે દક્ષિણ દિલ્હીની વસંત વેલી સ્કૂલ અને દ્વારકાની સેન્ટ થોમસ સ્કૂલને ઈમેલ દ્વારા ધમકીભર્યા સંદેશા મળ્યા છે. આ સતત ત્રીજો દિવસ છે જ્યારે દિલ્હીની શાળાઓને આવી ધમકીઓ મળી રહી છે, જેના કારણે સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડ પર આવી ગઈ છે.
તાત્કાલિક કાર્યવાહી અને તપાસનો ધમધમાટધમકી મળતા જ પોલીસ અને બોમ્બ સ્ક્વોડ દ્વારા તાત્કાલિક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સાવચેતીના ભાગરૂપે બંને શાળાઓને ખાલી કરાવી દેવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, સવારે 5:30 થી 6:15 વાગ્યાની વચ્ચે આ ધમકીભર્યા ઇમેઇલ્સ મળ્યા હતા, જેમાં શાળાઓમાં બોમ્બ મૂકવાનો ઉલ્લેખ હતો.
માહિતી મળતા જ દિલ્હી પોલીસ, ફાયર વિભાગ અને બોમ્બ સ્ક્વોડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આ સાથે, ડોગ સ્ક્વોડ અને અન્ય તપાસ ટીમો શાળા પરિસરમાં ઝીણવટભરી તપાસ કરી રહી છે. અત્યાર સુધી કોઈપણ શાળામાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી, પરંતુ સંપૂર્ણ તકેદારી સાથે તપાસ ચાલી રહી છે.
સાયબર સેલની મદદથી ધમકીના સ્ત્રોતની શોધ
દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે વસંત વેલી અને સેન્ટ થોમસ સ્કૂલને મળેલી ધમકીઓની ગંભીરતાથી તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસ આ ધમકીભર્યા ઇમેઇલ્સ ક્યાંથી અને કોના દ્વારા મોકલવામાં આવ્યા છે તે શોધવાનો પ્રયાસ કરી રહી છે. આ માટે સાયબર સેલની પણ મદદ લેવામાં આવી રહી છે. શાળા પ્રશાસને પોલીસ સાથે મળીને બાળકો અને સ્ટાફની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી છે.
દેશભરમાં આવા કિસ્સાઓ વધ્યાનોંધનીય છે કે આ મહિનાની શરૂઆતમાં દક્ષિણ દિલ્હીમાં ઇન્ડિયન પબ્લિક સ્કૂલ અને ઉત્તર પશ્ચિમ દિલ્હીમાં ક્રેસન્ટ પબ્લિક સ્કૂલને પણ બોમ્બ ધમકીઓ મળી હતી. આ વર્ષે 7 ફેબ્રુઆરીએ પૂર્વ દિલ્હીના મયુર વિહાર ફેઝ-1 માં સ્થિત એલ્કોન પબ્લિક સ્કૂલને પણ સમાન ધમકી મળી હતી.
દિલ્હી ઉપરાંત, દેશના અન્ય ઘણા રાજ્યોમાં પણ શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળી રહી છે. ગયા મહિને, જુલાઈમાં, ગુજરાતની શાળાઓમાં અને જૂનમાં મુંબઈની શાળાઓમાં પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળી ચૂકી છે. આ પ્રકારની ઘટનાઓ શાળાઓ અને સુરક્ષા એજન્સીઓ માટે સતત પડકાર બની રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

EAC-PMના રિપોર્ટમાં સામે આવેલા આંકડા અને બદલાતી વસ્તી નીતિ પાછળની આખી કહાની

ભારે વરસાદ બાદ નાળામાં પાણીનો પ્રવાહ એટલો તેજ બન્યો કે દર્શન માટે આવેલી કાર જ પાણીમાં તણાઈ ગઈ.

મધ્યપ્રદેશથી મુંબઈ સુધી આખરે શું છે આખો મામલો? જાણો ગ્રાહકો પર શું પડી શકે અસર...