અમદાવાદના બોપલમાં સિક્યુરિટી ગાર્ડ દ્વારા સગીરા પર દુષ્કર્મ, આરોપીની ધરપકડ
બોપલમાં બિલ્ડિંગના સિક્યુરિટી ગાર્ડે લિફ્ટ અને ટેરેસ પર સગીરા પર દુષ્કર્મ આચર્યું. બોપલ પોલીસે ગુનો નોંધી આરોપી વિનોદ જાટવની ધરપકડ કરી.

દુષ્કર્મનો આરોપી

દુષ્કર્મનો આરોપી
અમદાવાદના બોપલ વિસ્તારમાં દુષ્કર્મની એક દ્રાવક ઘટના સામે આવી છે. અહીં ગ્લોબલ વિઝન સિક્યુરિટી સર્વિસીસમાં કામ કરતા સિક્યુરિટી ગાર્ડ વિનોદ જાટવે એક સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું.
પીડિતા સરખેજ વિસ્તારમાં રહેતા દૈનિક વેતન કામદારોના પરિવારની પુત્રી છે, જે તેની માતાને રોજ બોપલના એક ફ્લેટમાં ઘરકામમાં મદદ કરવા જતી હતી. ઘટનાના દિવસે આરોપીએ સગીરાને લિફ્ટમાં એકલી જોઈ તેની પાછળ દસમા માળે સુધી પીછો કર્યો અને ત્યાંથી બળજબરીથી ફ્લેટના ટેરેસ પર લઈ જઈ દુષ્કર્મ આચર્યું.
ઘટના બાદ આરોપી ફરાર થઈ ગયો હતો, જોકે સગીરાએ હિંમત કરીને પરિવારને સમગ્ર વાત જણાવી, અને ત્યારબાદ પરિવારજનો તેને લઈ તરત બોપલ પોલીસ સ્ટેશન પહોંચ્યા જ્યાં આરોપી વિરુદ્ધ ગુનો નોંધાયો. બોપલ પોલીસે ઝડપથી કાર્યવાહી કરીને આરોપી વિનોદ જાટવની ધરપકડ કરી છે અને આગળની તપાસ ચાલી રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સ્કૂટરમાં GPS ટ્રેકર મળ્યું! પત્નીએ પતિ સામે કેમ કરી ફરિયાદ?

દિલ્હીમાં કિશોરીની લાશ, 50+ CCTVથી ખુલ્યું ચોંકાવનારું રહસ્ય! આખરે શું થયું?

મકાન જોવા આવી હતી મહિલા... બે દિવસ બાદ એ જ બિલ્ડિંગમાં બની ગઈ હત્યારી!