હૈદરાબાદમાં સગીરા પર સામૂહિક દુષ્કર્મની ઘટના
8માં ધોરણની વિદ્યાર્થિનીને બંધક બનાવી ચપ્પુની અણીએ દારૂ પીવડાવી ત્રણ નરાધમોએ આચર્યું પાપ

સામૂહિક દુષ્કર્મ

સામૂહિક દુષ્કર્મ
તેલંગાણાના હૈદરાબાદમાં એક અત્યંત ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં નરસિંગી વિસ્તારમાંથી ગુમ થયેલી ધોરણ 8ની વિદ્યાર્થિની સાથે ત્રણ નરાધમોએ સામૂહિક દુષ્કર્મ આચર્યું છે. પોલીસે આ મામલે બે શખ્સોની ધરપકડ કરી છે, જ્યારે એક ફરાર આરોપીની શોધખોળ ચાલુ છે.
મિત્રતાના બહાને બોલાવી આચર્યું દુષ્કર્મ :
પીડિત સગીરા નરસિંગીમાં પોતાની નાની સાથે રહેતી હતી. પોલીસ તપાસ મુજબ, તે ધરપકડ કરાયેલા એક સગીર આરોપીને પહેલાથી ઓળખતી હતી. ગત સોમવારે શાળાએથી છૂટ્યા બાદ સગીરા તે શખસને મળવા ગઈ હતી. ત્યાંથી આરોપીઓ તેને લલચાવીને ચેંગીચેરલા વિસ્તારના એક સૂમસામ એપાર્ટમેન્ટમાં લઈ ગયા હતા.
ચપ્પુની અણીએ દારૂ પીવડાવી આપી યાતના :
ખાલી ફ્લેટમાં ત્રણેય નરાધમોએ સગીરાને બંધક બનાવી લીધી હતી. આરોપીઓએ તેને જીવથી મારી નાખવાની ધમકી આપી, ચપ્પુની અણીએ બળજબરીથી દારૂ પીવડાવ્યો હતો. ત્યારબાદ ત્રણેયે સગીરા પર સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. તબીબી તપાસમાં સગીરાના શરીર પર ગંભીર ઈજાઓના નિશાન મળી આવ્યા છે, જે આરોપીઓની ક્રૂરતા દર્શાવે છે.
પોલીસે આ રીતે ઉકેલ્યો કેસ :
સગીરા મોડી સાંજ સુધી ઘરે પરત ન ફરતા તેની માતાએ પોલીસમાં અપહરણની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી તપાસ હાથ ધરતા બુધવારે સગીરાને ચેંગીચેરલાના ફ્લેટમાંથી મુક્ત કરાવી હતી. આ મામલે પોલીસે એક ૨૪ વર્ષીય યુવક અને એક સગીરને કસ્ટડીમાં લીધા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સ્કૂટરમાં GPS ટ્રેકર મળ્યું! પત્નીએ પતિ સામે કેમ કરી ફરિયાદ?

દિલ્હીમાં કિશોરીની લાશ, 50+ CCTVથી ખુલ્યું ચોંકાવનારું રહસ્ય! આખરે શું થયું?

મકાન જોવા આવી હતી મહિલા... બે દિવસ બાદ એ જ બિલ્ડિંગમાં બની ગઈ હત્યારી!