મહેસાણા: ધોરણ 7ની વિદ્યાર્થિનીએ લગાવી મોતની છલાંગ
અગમ્ય કારણોસર કિશોરીએ ભર્યું પગલું, પોલીસ તપાસ શરૂ

પ્રતિકાત્મક તસવીર

પ્રતિકાત્મક તસવીર
Mehsana Student Suicide: મહેસાણાના સોમનાથ રોડ પર આવેલી પંડિત દીનદયાલ નગર આવાસ યોજનાની બિલ્ડિંગમાં ગુરુવાર, 2 જુલાઈના રોજ વહેલી સવારે એક અત્યંત હૃદયદ્રાવક અને આઘાતજનક ઘટના સામે આવી છે. આવાસની બિલ્ડિંગની બાજુમાં જ આવેલી શિવકૃપા સોસાયટીમાં રહેતી અને ધોરણ 7માં અભ્યાસ કરતી એક માસૂમ કિશોરીએ અગમ્ય કારણોસર આવાસના છઠ્ઠા માળેથી મોતની છલાંગ લગાવી દીધી હતી. ઊંચાઈ પરથી નીચે પછડાવવાના કારણે ગંભીર ઈજાઓ થતાં કિશોરીનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. વહેલી સવારે બનેલી આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે.
અગમ્ય કારણોસર લીધું પગલું
સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, આ કરુણ ઘટના આજે સવારે આશરે 7:00 થી 7:30 વાગ્યાની આસપાસ બની હતી. ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં આસપાસના સ્થાનિક લોકો ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા. પંડિત દીનદયાલ નગર એસોસિયેશનના પ્રમુખ કલ્પેશ રાઠોડે જણાવ્યું કે, ધોરણ 7ની આ વિદ્યાર્થિનીએ અગમ્ય કારણોસર અહીં આવીને આત્મઘાતી પગલું ભર્યું હતું. જેની જાણ થતાં જ અસોસિયેશનના સભ્યોએ તાત્કાલિક પોલીસ અને 108 એમ્બ્યુલન્સની ટીમને જાણ કરી હતી. ત્યારબાદ વાયા-વાયા કિશોરીના માતા-પિતાને પણ આ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા.
પોલીસે તપાસ હાથ ધરી
ઘટનાની માહિતી મળતા જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને જરૂરી કાનૂની કાર્યવાહી કરીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. કિશોરીએ આખરે કયા કારણોસર આટલું મોટું અને આઘાતજનક પગલું ભર્યું તે હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસે હાલમાં અકસ્માત મોતનો ગુનો નોંધીને આસપાસના લોકો તેમજ પરિવારજનોની પૂછપરછ સાથે આગળની સઘન તપાસ હાથ ધરી છે.
'સ્કૂલે જવા નીકળી હતી'
મહેસાણા એ ડિવિઝન PI એલ.આર. પારઘીએ જણાવ્યું હતું કે મૃતકનું નામ ચાર્મી પરમાર છે. તેની ઉંમર 14 વર્ષ છે. તે ઘર પાસે આવેલી સિદ્ધાર્થ સ્કૂલમાં અભ્યાસ કરતી હતી. તે આજે સવારે ઘરેથી ચા-નાસ્તો કર્યા બાદ શાળાનો સમય 7:30 વાગ્યાનો છે એટલે 07:00 વાગ્યે ઘરેથી શાળાએ જવા માટે નીકળી હતી. મોતનું કારણ હજુ સામે આવ્યું નથી. પીએમ બાદ વધુ તપાસ કરાશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!

કાલુપુરની પાર્સલ સર્વિસ પેઢીમાં નોકરી દરમિયાન ₹45,29,910ની ચોરી કરી ફરાર થયાનો આરોપ! તપાસ કરતાં LCB ઝોન-3ની ટીમ બંને સગા ભાઈઓ સુધી ઉત્તર પ્રદેશના આગ્રામાં પહોંચી.

મહેસાણાના વિસનગરમાં ભુવાજી સામે 34 વર્ષીય પરિણીતાએ દુષ્કર્મ અને શોષણની ફરિયાદ નોંધાવી. આ કેસમાં અન્ય બે શખ્સોનાં નામ પણ સામે આવ્યાં છે!