સુરતના પલસાણામાં 10 કરોડનું MD ડ્રગ્સ પકડાયું
NCBએ 25 કિલો મેફેડ્રોન જપ્ત કરી કર્ણાટકના મૈસૂરમાં ડ્રગ્સ બનાવતી ફેકટરીનો પર્દાફાશ કર્યો

કર્ણાટકના મૈસૂરમાં ચાલતી ડ્રગ્સની ફેક્ટરી સીલ કરવામાં આવી

કર્ણાટકના મૈસૂરમાં ચાલતી ડ્રગ્સની ફેક્ટરી સીલ કરવામાં આવી
સુરતમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)ને મોટી સફળતા મળી છે. એનસીબીએ આંતરરાજ્ય ડ્રગ્સની હેરાફેરી કરતી સિન્ડિકેટનો પર્દાફાશ કરી કર્ણાટકના મૈસૂરમાં કાર્યરત ગુપ્ત ડ્રગ્સ મેન્યુફેક્ચરિંગ લેબ ઝડપી પાડી છે. આ દરોડામાં 10 કરોડથી વધુની કિંમતનું 25 કિલો ડ્રગ્સ, 25.6 લાખ રોકડ સહિતનો જથ્થો જપ્ત કરાયો છે. આંતરરાજય ડ્રગ્સની હેરાફેરીમાં સંડોવાયેલા ચાર શખ્સોની ધરપકડ કરી છે.
NCB ને મળેલી ગુપ્ત બાતમીના આધારે 28 જાન્યુઆરી, 2026ના રોજ સુરત જિલ્લાના પલસાણા ખાતે કર્ણાટકનું રજિસ્ટ્રેશન ધરાવતી એક ફોર્ચ્યુનર કાર અટકાવવામાં આવી હતી. તપાસ દરમિયાન કારમાંથી અંદાજે 35 કિલો મેફેડ્રોન (MD) મળી આવ્યું હતું. સુરત પોલીસની મદદથી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તપાસ આગળ વધારતા પલસાણાના દાસ્તાન રેસિડેન્સીમાં રહેતા મહિન્દ્ર બિશ્નોઇના ઘરે દરોડો પાડ્યો હતો. જ્યાંથી 1.8 કિલો અફીણ, 25.6 લાખ રોકડ અને કેમિકલ્સ મળી આવ્યા હતા. બિશ્નોઇને સમગ્ર ડ્રગેસ નેટવર્કનો માસ્ટરમાઇન્ડ હોવાનું બહાર આવ્યું છે.
NCB એ મહિન્દ્ર બિશ્નોઇ સહિત ચાર આરોપીઓની ધરપકડ કરી છે. રાજસ્થાનમાં ડ્રગ્સ સપ્લાય કરવાની તૈયારીમાં હતા. તપાસમાં ખુલાસો થયો કે, બિશ્નોઇ અગાઉ અફીણ અને સ્મેકના ગુનાઓમાં સંડોવાયેલો હતો. જેલમાં અન્ય કેદીઓ પાસેથી સિન્થેટિક ડ્રગ્સના ઉત્પાદન, માંગ અને સપ્લાય ચેઈન વિશે માહિતી મેળવી હતી. જામીન પર બહાર આવ્યા બાદ તેણે મૈસૂરમાં ગુપ્ત ડ્રગ્સ લેબોરેટરી સ્થાપી હતી.
કર્ણાટકના મૈસૂર સ્થિત હેબ્બલ ઇન્ડસ્ટ્રિયલ એરિયામાં આવેલું યુનિટ ક્લિનિંગ કેમિકલ્સના ઉત્પાદનના નામે ચલાવવામાં આવતું હતું. NCBની તપાસમાં આધુનિક સાધનો સાથેની સંપૂર્ણ ગૂપ્ત લેબ મળી હતી. આ જગ્યા માસ્ટર માઇન્ડના સગા સહઆરોપીના નામે ભાડે લેવામાં આવી હોવાનું સામે આવ્યું છે. તેની પણ ધરપકડ કરવામાં આવી છે. કાર્યવાહી દરમિયાન 10 કરોડ જેટલા નશીલા પદાર્થો, 25.6 લાખ રોકડ, ટોયોટા ફોર્ચ્યુનર વાહન અને 500 કિલોથી વધુ કેમિકલ્સ જપ્ત કરવામાં આવ્યા છે. ગુપ્ત લેબને સીલ કરી ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવી છે. ધરપકડ કરાયેલા તમામ ચાર આરોપીઓ રાજસ્થાનના જાલોર જિલ્લાના હોવાનું જાણવા મળ્યું છે.
એનસીબીના સૂત્રોએ જણાવ્યું કે, દેશમાં મેફેડ્રોનના વધતા ઉપયોગને ધ્યાનમાં રાખી વિવિધ રાજ્યોને રેડ ફ્લેગ ઇન્ડિકેટર્સ (RFI) મોકલવામાં આવ્યા છે. સાથે જ મેફેડ્રોનના ઉત્પાદન માટે ઉપયોગમાં લેવાતા 2-બ્રોમો-4-મેથાઇલપ્રોપિઓફેનોન અને મોનો મેથાઇલએમાઇન (MMA) જેવા કેમિકલ્સના વેપાર પર કડક નજર રાખવા કેમિકલ ઉદ્યોગોને સૂચના આપવામાં આવી છે.
મહેન્દ્ર બિશ્નોઈએ જેલમાં ઘડ્યું હતું ષડયંત્ર
મુખ્ય આરોપી મહિન્દ્રા બિશ્નોઈ રીઢો ગુનેગાર છે અને તેના વિરુદ્ધ અગાઉ રાજસ્થાન અને ગુજરાતમાં NDPSના કેસ નોંધાયેલા છે. ચોંકાવનારી વિગત એ છે કે, બિશ્નોઈએ અગાઉના કેસમાં જેલમાં હતો ત્યારે અન્ય કેદીઓ સાથે મળીને ડ્રગ્સ બનાવવાની પ્રક્રિયા, બજારની માગ અને સપ્લાય ચેઈન વિશે માહિતી મેળવી હતી. વર્ષ 2024માં જામીન પર મુક્ત થયા બાદ તેણે આ ગુપ્ત લેબ શરૂ કરી હતી અને અત્યાર સુધીમાં ડ્રગ્સના અનેક કન્સાઈનમેન્ટ રાજસ્થાનમાં સપ્લાય કર્યા હોવાની કબૂલાત કરી છે.

₹33.14 કરોડના સાયબર કૌભાંડમાં મુખ્ય આરોપી ચેન્નાઈથી ઝડપાયો

મુખ્ય આરોપી નીતિનકુમાર ઉર્ફે કાનો ઝડપાયો

સરકારી રેકોર્ડ ચેક કરતાં સામે આવ્યું ચોંકાવનારું સત્ય