નિકોલમાં સગીરા સાથે અડપલાંના ફોટા વાયરલની ધમકી આપી દુષ્કર્મ આચર્યું
સોશિયલ મિડિયાથી મિત્રતા થતાં નોટસબુકના બહાને ઘરે બોલાવી છેડતી

દિકરી સ્કૂલેના જતાં ભાંડો ફૂટયો

દિકરી સ્કૂલેના જતાં ભાંડો ફૂટયો
નિકોલમાં રહેતી સગીરાને સોશિયલ મિડિયા મારફતે વિસ્તારમાં રહેતા યુવક સાથે મિત્રતા થઇ હતી, બાદમાં અભ્યાસ માટે નોટબુક લેવાના બહાને યુવક તેના ઘરે બોલાવતો હતો. આ સમયે સગીરા સાથે શારિરીક અડપલા કર્યા હતા. તેના ફોટા વાયરલ કરવાની ધમકી આપીને હોટલમાં લઇ જઇને અવાર નવાર તેણીની સાથે દુષ્કર્મ આચર્યુ હતું. આ બનાવ અંગે નિકોલ પોલીસે પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
દિકરી સ્કૂલે ના જતાં ભાંડો ફૂટયો પરિવારે કડકાઇથી પૂછતાં ગભરાઇને ગલ્લાં તલ્લાં કર્યા બાદ નજીકમાં રહેતા યુવકે કૂકર્મ કર્યાની વાત કરી
નિકોલમાં રહેતા અને મજૂરી કરતા ૩૭ વર્ષના યુવકે નિકોલ પોલીસ સ્ટેશનમાં નિકોલ વિસ્તારમાં રહેતા યુવક સામે ફરિયાદ નોંધાવી છે કે તેમની ૧૬ વર્ષની દિકરી નરોડા વિસ્તારમાં આવેલી સ્કૂલમાં અભ્યાસ કરે છે. તા.૨૪ ફેબુ્રઆરીના રોજ પોતાની પત્ની સાથે બહાર ગામ ગયા હતા, ઘરે તેમના માતા પિતા અને દીકરી ઘરે હતા બીજા દિવસે સ્કૂલમાં ફોન આવ્યો હતો શિક્ષકે કહ્યું કે તમારી દિકરી કેમ સ્કૂલે આવી નથી જેથી દિકરીની માતાએ ઘરે ફોન કરીને ખરાઇ કરી તો દિકરી સ્કૂલે જવાનું કહીને ઘરેથી ગઇ હતી બીજીતરફ સ્કૂલમાં ફોન કરતાં ફરીથી શિક્ષકે કહ્યું કે તે સ્કૂલે આવી નથી. પરિવારના સભ્યો સ્કૂલ ગયા તો જાણવા મળ્યું કે ખરેખર દિકરી સ્કૂલે ગઇ ન હતી. થોડી વાર પછી દિકરી ઘરે આવતાં પિતાએ કોઇ વાંધો નહી તું ઘરે આવી ગઇને કહીને ફોન બંધ કર્યો હતો.
બીજા દિવસે પિતાએ ઘરે આવીને પૂછયું તો સ્કૂલે ગઇ હોવાનું રટણ કરતી હતી, કડકાઇથી પૂછતાં મિત્ર સાથે ફરવા ગઇ હોવાની વાત કરી હતી ત્યારબાદ દિકરીને વિશ્વાસમાં લઇને પૂછતાં તેણે જણાવ્યું કે નિકોલમાં રહેતા યુવક સાથે દોઢ મહિના પહેલા સોશિયલ મિડિયા મારફતે મિત્રતા થઇ હતી બાદમાં બન્ને ફોન ઉપર વાતચીત કરતા હતા અને મુલાકાત પણ કરતા હતા આ યુવક અને સગીરા અગાઉ એક જ સ્કૂલમાં સાથે અભ્યાસ કરતા હતા જેથી અવાર નવાર તેના ઘરે નોટસબુક લેવાના બહાને બોલવતો અને શારિરક અડપલાં કરતો હતો તેના ફોટા વાયરલ કરવાની ધમકી આપીને હોટલમાં લઇ જઇને અવાર નવાર તેણીની સાથે દુષ્કર્મ આચર્યુ હતું. આ બનાવ અંગે નિકોલ પોલીસે પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ સહિતના પુરાવા એકઠા કરીને વધુ તપાસ હાથ ધરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!

કાલુપુરની પાર્સલ સર્વિસ પેઢીમાં નોકરી દરમિયાન ₹45,29,910ની ચોરી કરી ફરાર થયાનો આરોપ! તપાસ કરતાં LCB ઝોન-3ની ટીમ બંને સગા ભાઈઓ સુધી ઉત્તર પ્રદેશના આગ્રામાં પહોંચી.

મહેસાણાના વિસનગરમાં ભુવાજી સામે 34 વર્ષીય પરિણીતાએ દુષ્કર્મ અને શોષણની ફરિયાદ નોંધાવી. આ કેસમાં અન્ય બે શખ્સોનાં નામ પણ સામે આવ્યાં છે!