ChatGPT પર અને Microsoft પર હત્યાનો આરોપ
ChatGPT એ તેની ભ્રામક અને 'પેરાનોઈડ' વિચારસરણીને વેગ આપીને પુત્રને હિંસા તરફ દોર્યો

હત્યાનો આરોપ

હત્યાનો આરોપ
અમેરિકામાં 56 વર્ષીય વ્યક્તિએ તેની 83 વર્ષીય માતાની હત્યા કર્યા બાદ મૃતકના પરિવારે ઓપન એઆઈ અને માઈક્રોસોફ્ટ પર મોટો આરોપ લગાવ્યો છે. તેમનો દાવો છે કે, ChatGPTના ચેટબોટ એ પુત્રની ‘પેરાનોઈડ’ વિચારસરણીને પ્રોત્સાહન આપ્યું અને તેને મૃત્યુ માટે ઉશ્કેર્યો. 'પેરાનોઈડ' એક એવી સ્થિતિ છે જેમાં વ્યક્તિ વિચારે છે કે કોઈ તેને નુકસાન પહોંચાડવા માંગે છે, પરંતુ તેના કોઈ નક્કર પુરાવા હોતા નથી.
કેસ કેલિફોર્નિયા કોર્ટમાં દાખલ કરાયો
આ કેસ કેલિફોર્નિયા સુપિરિયર કોર્ટમાં દાખલ કરવામાં આવ્યો છે. અલ જઝીરાના અહેવાલ મુજબ, તાજેતરમાં ઓપન એઆઈ વિરુદ્ધ આવા સાત મુકદ્દમા દાખલ કરવામાં આવ્યા છે. ChatGPT પર આરોપ છે કે, તેણે લોકોની ઘાતક નકારાત્મક વિચારસરણીને પ્રોત્સાહન આપ્યું, જ્યારે તેમને માનસિક રીતે કોઈ તકલીફ ન હતી.
શું છે સમગ્ર મામલો?
ગ્રીનવિચ વિસ્તારમાં રહેતા સ્ટીન-એરિક સોએલબર્ગ કલાકો સુધી ChatGPT સાથે વાતો કરતા હતા. પરિવારનો આરોપ છે કે, ચેટ બોટ એ સોએલબર્ગની ભ્રામક વિચારસરણીને હવા આપી અને ધીમે-ધીમે તેને તેના નજીકના લોકોથી દૂર કરવા લાગ્યો. ચેટ બોટે તેની ભ્રમણા વિચારસરણીને એટલો બધો વેગ આપ્યો કે તે તેની માતા સુઝેન એડમ્સને જોખમ તરીકે જોવા લાગ્યો. આખરે, તેણે 3 ઓગસ્ટના રોજ તેની માતાની હત્યા કરી અને પાછળથી પોતે પણ આત્મહત્યા કરી લીધી.
માઈક્રોસોફ્ટ તરફથી કોઈ પ્રતિક્રિયા નહિ
આ મુકદ્દમામાં OpenAIના CEO સેમ ઓલ્ટમેન પર પણ આરોપ છે કેm તેમણે સુરક્ષા પરિક્ષણમાં ઉતાવળ કરી અને જીપીટી 4o મોડેલને રિલીઝ કર્યું. ઓપન એઆઈની સૌથી મોટી શેરહોલ્ડર માઈક્રોસોફ્ટ પર પણ આરોપ છે કે, તેમણે 'સુરક્ષા પ્રોટોકોલ'ના ભંગ છતાં પ્રોડક્ટ રિલીઝ કરવાની મંજૂરી આપી દીધી. જોકે, માઈક્રોસોફ્ટ તરફથી આ અંગે કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.
તાજેતરમાં કયા કિસ્સાઓ સામે આવ્યા?
ઓગસ્ટ 2025માં જ દક્ષિણ કેલિફોર્નિયામાં 16 વર્ષના એડમ રેન એ પોતાનો જીવ લીધો હતો. તેના માતા-પિતાએ મુકદ્દમો દાખલ કર્યો કે, ચેટ જીપીટી એ તેમના પુત્રની નકારાત્મક વિચારસરણીને પ્રોત્સાહન આપ્યું અને તેને આત્મહત્યા કરવા મજબૂર કર્યો. એ જ રીતે, 26 વર્ષની એક મહિલાએ પણ જ્યારે પોતાનો જીવ લેવાનો હતો, ત્યારે તેણે ચેટ જીપીટી સાથે વાત કરી. પરિવારે આરોપ લગાવ્યો કે ,ચેટ બોટ એ મહિલાને બંદૂક મેળવવાની તમામ માહિતી આપી. આ બધા કિસ્સાઓમાં ચેટજીપીટીની નકારાત્મક અસર પર સવાલો ઉભા થયા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કુવાડવા રોડની સોસાયટીમાં પાંચમા માળેથી નીચે પટકાતાં માસૂમ બાળકીનું મોત થયું. શરૂઆતમાં અકસ્માત કે કોઈએ બાળકીને ફેંકી હોવાની શંકા હતી, પરંતુ પોલીસની તપાસ આગળ વધતાં શંકાની સોય તેની માતા તરફ ગઈ!

QR કોડ પેમેન્ટથી મળ્યો સુરાગ, ગુજરાતથી ધરપકડો અને હવે જોબનપ્રીતની મુંબઈમાં ધરપકડ! પોલીસને શંકા છે કે હત્યા પાછળ વિદેશમાં બેઠેલા હેન્ડલર્સનું કનેક્શન હોઈ શકે છે.

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!