ભૂજમાં 'તાંત્રિક' બની મહિલાની છેડતી કરનાર ઝડપાયો
ક્રાઈમ પેટ્રોલ જોઈને બેભાન કરીને છેડતી કરનાર 'વિશાલ મહારાજ' ઝડપાયો; અન્ય ભોગ બનનારને અપીલ

મહિલાની છેડતીકરનાર દબોચાયો

મહિલાની છેડતીકરનાર દબોચાયો
ભૂજ તાલુકાના માધાપર ગામમાં તાંત્રિક વિધિના બહાને મહિલા સાથે છેડતીના એક સનસનાટીપૂર્ણ કિસ્સામાં પોલીસે આરોપીની ધરપકડ કરી છે. માધાપરની જલારામ સોસાયટીમાં રહેતા વિશાલ મહારાજ નામના વ્યક્તિને પોલીસે દબોચી લીધો છે, જે ધર્મ અને અંધશ્રદ્ધાનો સહારો લઈને મહિલાઓ સાથે શરમજનક કૃત્ય આચરતો હતો.
બીમારી દૂર કરવા ગઈ, છેડતીનો ભોગ બનીપ્રાપ્ત વિગતો અનુસાર, એક મહિલા પોતાના ઘરના સભ્યો લાંબા સમયથી બીમાર રહેતા હોવાથી કોઈ 'નડતર' દૂર કરાવવા માટે વિશાલ મહારાજ પાસે ગઈ હતી. આ તકનો લાભ લઈને આરોપીએ પોતાની હલકી વૃત્તિ પ્રગટ કરી હતી. વિધિના નામે આરોપીએ મહિલાના મોઢા પર સ્પ્રે છાંટી દીધો હતો, જેના કારણે મહિલા બેભાન અવસ્થામાં સરી પડી હતી.
મહિલા બેભાન થતાં જ આરોપી વિશાલ મહારાજે તેના કપડાં ઉતારીને છેડતીનો પ્રયાસ કર્યો હતો. જોકે, આ દરમિયાન મહિલા ભાનમાં આવી ગઈ હતી અને તેણે તત્કાળ આરોપીનો પ્રતિકાર કર્યો હતો. ત્યારબાદ મહિલાએ માધાપર પોલીસ સ્ટેશનમાં વિશાલ મહારાજ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે નરાધમ આરોપીની ધરપકડ કરી છે.
ક્રાઈમ પેટ્રોલ જોઈને ગુનો આચરતોપોલીસની પ્રાથમિક તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. આરોપી વિશાલ મહારાજ 'ક્રાઈમ પેટ્રોલ' જેવી સિરિયલો જોઈને ગુનો કરવાની તરકીબો શીખ્યો હતો. તે તાંત્રિક વિધિના નામે મહિલાઓને બોલાવતો, પછી તેમને બેભાન કરીને તેમની સાથે છેડતી કરતો હતો.
હાલ પશ્ચિમ કચ્છ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે આશંકા વ્યક્ત કરી છે કે આ નરાધમે અન્ય મહિલાઓને પણ તાંત્રિક વિધિના નામે બેભાન કરીને છેડતી કરી હશે.
પોલીસની જાહેર જનતાને અપીલઆ મામલે પશ્ચિમ કચ્છ પોલીસે લોકો અને ખાસ કરીને મહિલાઓને સાર્વજનિક અપીલ કરી છે કે:
"કોઈપણ વ્યક્તિએ અંધશ્રદ્ધામાં આવીને આવા નકલી 'બાબા' કે 'મહારાજ'ની વાતોમાં આવવું નહીં. જો અન્ય કોઈ વ્યક્તિ પણ વિશાલ મહારાજનો ભોગ બન્યું હોય અથવા ભૂતકાળમાં તેની સાથે કોઈ અયોગ્ય ઘટના બની હોય, તો ડર્યા વગર તાત્કાલિક પોલીસનો સંપર્ક સાધી ફરિયાદ નોંધાવવી."
પોલીસ હાલ આરોપીના ગુનાહિત ભૂતકાળ અને અન્ય પીડિતોને શોધવા માટે તપાસનો ધમધમાટ ચલાવી રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કુવાડવા રોડની સોસાયટીમાં પાંચમા માળેથી નીચે પટકાતાં માસૂમ બાળકીનું મોત થયું. શરૂઆતમાં અકસ્માત કે કોઈએ બાળકીને ફેંકી હોવાની શંકા હતી, પરંતુ પોલીસની તપાસ આગળ વધતાં શંકાની સોય તેની માતા તરફ ગઈ!

QR કોડ પેમેન્ટથી મળ્યો સુરાગ, ગુજરાતથી ધરપકડો અને હવે જોબનપ્રીતની મુંબઈમાં ધરપકડ! પોલીસને શંકા છે કે હત્યા પાછળ વિદેશમાં બેઠેલા હેન્ડલર્સનું કનેક્શન હોઈ શકે છે.

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!