રાજકોટમાં SMCનો મોટો દરોડો: ₹33 લાખનો દારૂ ઝડપાયો
બટાટાની આડમાં છુપાવીને લવાતો લાખોનો વિદેશી દારૂ સ્ટેટ મોનિટરિંગ સેલે બાતમીના આધારે પાડ્યો

રાજકોટમાં દારૂનો દરોડો

રાજકોટમાં દારૂનો દરોડો
રાજકોટ શહેરમાં લાંબા સમય બાદ સ્ટેટ મોનિટરિંગ સેલે (SMC) સ્થાનિક પોલીસને અંધારામાં રાખીને દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. જૂના માર્કેટિંગ યાર્ડ પાસે કરવામાં આવેલી આ કાર્યવાહીમાં લાખો રૂપિયાની કિંમતની વિદેશી દારૂની બોટલો મળી આવી છે.
બટાટાની આડમાં ચાલતું હતું સ્મગલિંગ :
બાતમીના આધારે SMC ની ટીમે ૧૫ ફેબ્રુઆરીની રાત્રે એક ટ્રકને અટકાવી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપીઓ બટાટાની ગુણીઓની પાછળ દારૂનો જથ્થો છુપાવીને લાવ્યા હતા. પોલીસે ટ્રકમાંથી વિવિધ બ્રાન્ડની કુલ 8,257 વિદેશી દારૂની બોટલ જપ્ત કરી છે, જેની કિંમત અંદાજે ₹33.37 લાખ થાય છે. દારૂ, ટ્રક અને મોબાઈલ ફોન સહિત કુલ ₹53.95 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.
બે આરોપીઓની ધરપકડ અને તપાસનો ધમધમાટ :
આ મામલે પોલીસે ટ્રક ચાલક અલલીમુદીન તૈલી અને ક્લીનર સૈતાનસિંહ નાઇની સ્થળ પરથી જ ધરપકડ કરી છે. પૂછપરછમાં સામે આવ્યું છે કે દારૂનો આ જથ્થો ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લાના સપ્લાયર મોનુ તૈલીએ મોકલ્યો હતો. SMC એ હવે આ મુખ્ય સપ્લાયર ઉપરાંત રાજકોટમાં દારૂ મંગાવનાર સ્થાનિક રિસિવર અને ટ્રક માલિકને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલ :
રાજકોટ શહેરમાં SMC દ્વારા કરવામાં આવેલી આ મોટી રેડથી સ્થાનિક પોલીસની સતર્કતા સામે સવાલો ઊભા થયા છે. લાંબા સમય બાદ સ્ટેટ મોનિટરિંગ સેલે સીધો દરોડો પાડીને મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. અગાઉ ડિસેમ્બર ૨૦૨૪માં પણ એરપોર્ટ પોલીસ વિસ્તારમાં SMC એ જુગારનો અડ્ડો ઝડપ્યો હતો. હાલ બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ અંગે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સ્કૂટરમાં GPS ટ્રેકર મળ્યું! પત્નીએ પતિ સામે કેમ કરી ફરિયાદ?

દિલ્હીમાં કિશોરીની લાશ, 50+ CCTVથી ખુલ્યું ચોંકાવનારું રહસ્ય! આખરે શું થયું?

મકાન જોવા આવી હતી મહિલા... બે દિવસ બાદ એ જ બિલ્ડિંગમાં બની ગઈ હત્યારી!