પત્નીની હત્યા કરી પતિએ કર્યો આપઘાત
બંને મૃતકોની ચિતા પર કૂદી વૃદ્ધે મોતને વ્હાલું કર્યું

પૌત્ર અને તેની પત્નીના મોત બાદ, દાદાએ ચિતામાં કૂદી મોતને વ્હાલુ કર્યું

પૌત્ર અને તેની પત્નીના મોત બાદ, દાદાએ ચિતામાં કૂદી મોતને વ્હાલુ કર્યું
મધ્ય પ્રદેશના સીધી જિલ્લામાં એક પરિવારમાં પૌત્ર અને તેની પત્ની શોકમાં દાદાનો મોત વ્હાલુ કર્યું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં પરિવારના એક શખ્સે તેની પત્નીની કુહાડી મારીને હત્યા કરી દીધી હતી અને પછી પોતે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. સમગ્ર ઘટનાને લઈને મૃતકના દાદા શોકમાં હતા અને વૃદ્ધ બંને મૃતકોની સળગતી ચિતા પર કૂદીને મોતને ભેટ્યા હતા. જ્યારે હવે આ પરિવારમાં ફક્ત બે માસૂમ બાળકો જ બચ્યા હોવાનું સામે આવ્યા છે. સમગ્ર મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી.
સીધી જિલ્લાના બહારી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા સિહોલિયા ગામ ખાતે રહેતા 65 વર્ષીય વૃદ્ધ રામવતાર યાદવના પૌત્રએ ગત શુક્રવારે કુહાડીથી પોતાના પત્નીની હત્યા કરી હતી. ત્યારબાદ પોતે પણ આપઘાત કર્યો હતો. જેના આઘાતમાં રામવતારે પૌત્ર અને તેની પત્નીની સળગતી ચિતામાં કૂદકો માર્યો હતો. જ્યારે સવારે બંને ચિતાની બાજુમાં વૃદ્ધની અડધી બળેલી લાશ મળી આવતા હડકંપ મચી ગયો હતો.
મળતી માહિતી મુજબ, ગત શુક્રવારે 34 વર્ષીય અભય રાજ યાદવે તેની 30 વર્ષીય પત્ની સવિતા યાદવની કુહાડીથી હત્યા કરી દીધી. અભય રાજે તેની પત્નીના ગળા પર પાંચ વાર કુહાડી મારી હતી. આ પછી તેણે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. જો કે, કયા કારણોસર અભયે આ પ્રકારનું પગલુ ભર્યું તેને લઈને બહારી પોલીસ તપાસમાં કરી રહ્યું છે. જ્યારે હવે ઘરમાં અભય અને સવિતાના 8 વર્ષનો મુન્ના અને 5 વર્ષની રાગિની બે બાળકો જ રહ્યા છે. એક જ ઘરમાં સતત ત્રણ મોતને કારણે સમગ્ર સિહોલિયા ગામ શોકમાં છે. આ ઘટનાને લઈને લોકોમાં વિવિધ પ્રકારની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!

કાલુપુરની પાર્સલ સર્વિસ પેઢીમાં નોકરી દરમિયાન ₹45,29,910ની ચોરી કરી ફરાર થયાનો આરોપ! તપાસ કરતાં LCB ઝોન-3ની ટીમ બંને સગા ભાઈઓ સુધી ઉત્તર પ્રદેશના આગ્રામાં પહોંચી.

મહેસાણાના વિસનગરમાં ભુવાજી સામે 34 વર્ષીય પરિણીતાએ દુષ્કર્મ અને શોષણની ફરિયાદ નોંધાવી. આ કેસમાં અન્ય બે શખ્સોનાં નામ પણ સામે આવ્યાં છે!