LC લેવા લંપટ આચાર્યએ મહિલાને હોટલમાં બોલાવી
નડિયાદની મહિલાને અમદાવાદ હોટલમાં બોલાવતાં પરિવારનો હોબાળો, પોલીસ તપાસ શરૂ

અમદાવાદના હાથીજણની હોટલ રોયલ ઈન અને ઈન્સેટમાં લંપટ શિક્ષકની તસવીર

અમદાવાદના હાથીજણની હોટલ રોયલ ઈન અને ઈન્સેટમાં લંપટ શિક્ષકની તસવીર
શિક્ષણ જગતને શરમાવે તેવી ઘટના સામે આવી છે. જેમાં નડિયાદની એક મહિલાને તેના બાળકોના લીવિંગ સર્ટિફિકેટ (LC) આપવા બહાને અમદાવાદની હોટલમાં બોલાવવાનો મામલો બહાર આવ્યો છે. સમગ્ર ઘટનાને લઈને વટવા GIDC પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
મળતી માહિતી મુજબ 37 વર્ષની મહિલાના બે બાળકો નડિયાદની એક ખાનગી શાળામાં અભ્યાસ કરતા હતા. બાળકોને બીજી શાળામાં દાખલ કરવા માટે મહિલાએ LC માટે અરજી કરી હતી. ત્યારબાદ શાળાના ઇન્ચાર્જ આચાર્યએ મહિલાને LC લેવા માટે અમદાવાદના હાથીજણ વિસ્તારમાં આવેલી હોટલમાં આવવા જણાવ્યું હતું.
મહિલા પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પરિવાર સાથે અમદાવાદ પહોંચી હતી. હાથીજણ સર્કલ નજીક આવેલી હોટલના રૂમમાં આચાર્ય પહેલાથી હાજર હતો. થોડા સમયમાં જ મહિલાના પરિવારજનો પણ ત્યાં પહોંચી ગયા અને સમગ્ર ઘટનાને લઈને ભારે હોબાળો મચાવ્યો.
હોટલના રૂમમાંથી LC સંબંધિત દસ્તાવેજો પણ મળી આવ્યા હતા. ઘટનાનો વીડિયો પણ પરિવાર દ્વારા બનાવવામાં આવ્યો હતો. મહિલાની ફરિયાદના આધારે વટવા GIDC પોલીસે આચાર્ય સામે કાર્યવાહી હાથ ધરી છે અને તેમને નોટિસ પાઠવી પોલીસ સ્ટેશનમાં હાજર થવા જણાવ્યું છે.
પીડિત મહિલાના જણાવ્યા મુજબ LC માટે અરજી કર્યા બાદ આચાર્ય દ્વારા વોટ્સએપ પર અયોગ્ય અને શંકાસ્પદ સંદેશાઓ મોકલવામાં આવ્યા હતા. હાલમાં સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સ્કૂટરમાં GPS ટ્રેકર મળ્યું! પત્નીએ પતિ સામે કેમ કરી ફરિયાદ?

દિલ્હીમાં કિશોરીની લાશ, 50+ CCTVથી ખુલ્યું ચોંકાવનારું રહસ્ય! આખરે શું થયું?

મકાન જોવા આવી હતી મહિલા... બે દિવસ બાદ એ જ બિલ્ડિંગમાં બની ગઈ હત્યારી!