લો.. વધુ એક પોન્ઝી સ્કીમ, રાજકોટમાં લોકોના 300 કરોડ ડુબ્યા
ક્રિપ્ટો કરન્સીમાં સારા વળતરની લાલચ આપી 8 હજાર રોકાણકારોને ઠગી લેવાયા હોવાનો આરોપ

ક્રિપ્ટો કરન્સીમાં સારા વળતરની લાલચ આપી 8 હજાર રોકાણકારોને ઠગી લેવાયા હોવાનો આરોપ

ક્રિપ્ટો કરન્સીમાં સારા વળતરની લાલચ આપી 8 હજાર રોકાણકારોને ઠગી લેવાયા હોવાનો આરોપ
ઉત્તર ગુજરાત બાદ હવે રાજકોટમાં પણ પોન્ઝી સ્કીમના નામે રોકાણકારો છેતરાયા છે. રાજકોટમાં બ્લોકઆરા નામની કંપનીના સંચાલકે ક્રિપ્ટો કરન્સીમાં ઉંચા વળતરની લાલચ આપીને 8 હજાર રોકાણકારોના 300 કરોડ ખંખેરી લીધા હોવાનો ચોંકાવનારો પર્દાફાશ થયો છે. કંપની સંચાલકોએ ઓફિસના તાળા મારી દીધા હોવાનો પણ આરોપ લગાવાયો છે.
રાજકોટના કોઠારીયા રોડ પર બાલાજી એપાર્ટમેન્ટમ પાસે બસ્કતીનગરમાં રહેતા મોહસીનભાઇ રસીદભાઇ મુલતાણી સહિતના રોકાણકારોએ આ મામલે રાજકોટ પોલીસ કમિશનર કચેરીમાં અરજી પણ આપી છે. તેમણે પોલીસને કરેલી અરજીમાં જણાવ્યું છે કે અમીત મનુભાઇ મુલતાની નામના શખ્સને અમે એક જ જ્ઞાતિના હોવા છતાં વર્ષોથી ઓળખીયે છે. જુન 2022માં અમીતે રાજકોટ આવીને કહ્યું કે તે બ્લોક એરા કંપનીનો સૌરાષ્ટ્ર હેડ છે અને અમારી કંપની ક્રિપ્ટો કરન્સી TBAC કોઇનનો વ્યવસાય કરે છે. તેણે રોકાણકારોને તેમાં રોકાણ કરવાની લાલચ આપી હતી અને કહ્યું કે આ સ્કીમમાં રોકાણ કરવાથી રોજ સારુ વળતર મળશે અને ત્યારબાદ કંપનીની ઝુમ મિટીંગ તથા મુંબઇ સહારા સ્ટાર હોટલમાં યોજાયેલી મિટીંગનો વીડિયો બતાવ્યો હતો અને ત્યારબાદ લોકો તેની વાતોમાં આવી ગયા હતા અને સ્કીમમાં રોકાણ કર્યું હતું.
કંપની અવાર નવાર મોટી હોટલોમાં કોન્ફરન્સ કરતી હતી અને લોકોને લોભામણી લાલચો આપીને રોકાણ કરાવતી હતી. ત્યાર બાદ રોકાણકારોએ રકમ ઉપાડવા માટે કંપનીનો સંપર્ક કર્યો હતો. ત્યારે કંપનીએ હાલ થોડા સમય માટે સિસ્ટમમાં એરર આવી ગઇ હોવાનું જણાવ્યું હતું અને થોડા દિવસમાં વળતર સાથે પૈસા પરત આપીશું તેવો વાયદો કર્યો હતો. કંપનીએ ત્યારબાદ અલગ અલગ સમયે બહાના કાઢ્યા હતા અને રોકાણકારોને પૈસા પરત આપ્યા ન હતા.
કંપનીએ હોટલમાં મિટીંગ બોલાવી હતી જેમાં ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરાવી સારા વળથરની લાલચ આપી હતી અને કરન્સીનો ભાવ 300 ડોલર પહોંચશે તેવી લાલચમાં રોકાણકારો ફસાઇ ગયા હતા. રોકાણકારોએ ત્યારબાદ વેબસાઇટ પર તપાસ કરતા જાણવા મળ્યું છે બ્લોક ઓરા કે TBAC કોઇન કોઇ જગ્યાએ લિસ્ટીંગ પણ નથી. કંપનીના લોકો મુંબઇ જતા રહ્યા હોવાનું તેમની તપાસમાં જણાયુ હતું .
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!

કાલુપુરની પાર્સલ સર્વિસ પેઢીમાં નોકરી દરમિયાન ₹45,29,910ની ચોરી કરી ફરાર થયાનો આરોપ! તપાસ કરતાં LCB ઝોન-3ની ટીમ બંને સગા ભાઈઓ સુધી ઉત્તર પ્રદેશના આગ્રામાં પહોંચી.

મહેસાણાના વિસનગરમાં ભુવાજી સામે 34 વર્ષીય પરિણીતાએ દુષ્કર્મ અને શોષણની ફરિયાદ નોંધાવી. આ કેસમાં અન્ય બે શખ્સોનાં નામ પણ સામે આવ્યાં છે!