પુણાગામમાં બાઈકની ટક્કરથી નાની બાળકી ઇજાગ્રસ્ત
મંગલદીપ સોસાયટીમાં પાર્સલ ભરેલી બાઈક નીચે આવતા ત્રણ વર્ષની બાળકી ઇજાગ્રસ્ત

પુણાગામ સોસાયટી બાઈક અકસ્માત

પુણાગામ સોસાયટી બાઈક અકસ્માત
પુણાગામમાં બાઈકની ટક્કરથી ત્રણ વર્ષની બાળકી ઇજાગ્રસ્ત :
સુરતના પુણાગામ વિસ્તારની મંગલદીપ સોસાયટીમાં ગુરુવારે બપોરે એક ગંભીર અકસ્માત થયો હતો. ઘરની બહાર રમી રહેલી ત્રણ વર્ષની બાળકી પર પાંચ મોટાં કાપડનાં પાર્સલ ભરેલી બાઈક ચડી જતાં નાની દીકરી ઇજાગ્રસ્ત થઈ હતી. અકસ્માત બાદ બાઈકચાલક બાળકીને મદદ કરવા અટક્યો નહોતો અને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો. સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે.
પાર્સલના કારણે બાળકી રસ્તા પર દેખાઈ ન હતી :
સોસાયટીની શેરીમાં રમતી બાળકી સામે એક બાઈક આવી રહી હતી જેમાં બે વ્યક્તિ સવાર હતા. સ્ટીયરિંગ પર બે અને પાછળ બેઠેલી વ્યક્તિ પાસે ત્રણ મળીને કુલ પાંચ મોટાં કાપડનાં પાર્સલ હતાં. સ્ટીયરિંગ પર રાખેલા પાર્સલને કારણે બાઈકચાલકનો વ્યૂ સંપૂર્ણ બ્લોક થઈ ગયો હતો, જેના કારણે તેને નાની બાળકી દેખાઈ નહોતી અને જોરદાર ટક્કર મારી દીધી. ટક્કરના ઝાટકાથી બાળકી નીચે પટકાઈ ઇજાગ્રસ્ત થઈ.
મદદ કર્યા વગર બાઈકચાલક ફરાર :
બાળકીના પિતા ચિરાગ દિયોરા અનુસાર, અકસ્માત પછી બાઈકચાલક રોકાયો પણ નહિ અને તરત જ બાઈક લઈ ભાગી ગયો. બાળકીની દાદીએ તેને ઊંચકી તાકીદે હોસ્પિટલ લઈ જવામાં આવી. હાલ બાળકી ખાનગી દવાખાનામાં સારવાર હેઠળ છે.
રહેણાંક વિસ્તારમાં ગેરકાયદે ઇન્ડસ્ટ્રીયલ ખાતાં :
સોસાયટીના રહીશો લાંબા સમયથી ફરિયાદ કરી રહ્યા છે કે રહેણાક વિસ્તારમાં 8 થી 10 જેટલાં ગેરકાયદે કાપડનાં ઇન્ડસ્ટ્રિયલ ખાતાં ચાલી રહ્યા છે. અકસ્માત સર્જનાર બાઈક પણ આવા જ એક ખાતામાંથી કાપડનાં પાર્સલ લઈ જતી હતી. રહેણાંક વિસ્તારમાં આવા વ્યવસાયને કારણે સતત જોખમ સર્જાતું રહે છે.
ઇન્ડસ્ટ્રિયલ ખાતાવાળાઓને દોઢ મહિનાનો અલ્ટિમેટમ :
ઘટના બાદ સોસાયટીના પ્રમુખ અરવિંદ કાનાણી દ્વારા મીટિંગ બોલાવીને સર્વાનુમતે નિર્ણય લેવાયો છે કે તમામ ઇન્ડસ્ટ્રિયલ ખાતાં તાત્કાલિક ખાલી કરવામાં આવે. ખાલી કરવા માટે દોઢ મહિનાની સમયમર્યાદા આપવામાં આવી છે. સમયમર્યાદામાં ખાતાં ખાલી ન થાય તો માલિકોને જવાબદાર ઠરાવવામાં આવશે.
કાયદેસરની કાર્યવાહી જરૂરી :
રહેવાસીઓની માગ છે કે સુરત મ્યુનિસિપલ તંત્ર તાત્કાલિક ગેરકાયદે ખાતાને સીલ અને સોસાયટીમાંથી દૂર કરવામાં આવે તેવી માંગ કરી છે. સાથે જ બાળકી પર ટક્કર મારી ફરાર થયેલા બાઈકચાલક સામે કડક પોલીસ કાર્યવાહી કરવામાં આવે
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કુવાડવા રોડની સોસાયટીમાં પાંચમા માળેથી નીચે પટકાતાં માસૂમ બાળકીનું મોત થયું. શરૂઆતમાં અકસ્માત કે કોઈએ બાળકીને ફેંકી હોવાની શંકા હતી, પરંતુ પોલીસની તપાસ આગળ વધતાં શંકાની સોય તેની માતા તરફ ગઈ!

QR કોડ પેમેન્ટથી મળ્યો સુરાગ, ગુજરાતથી ધરપકડો અને હવે જોબનપ્રીતની મુંબઈમાં ધરપકડ! પોલીસને શંકા છે કે હત્યા પાછળ વિદેશમાં બેઠેલા હેન્ડલર્સનું કનેક્શન હોઈ શકે છે.

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!