જૂની દાઝ રાખી લિસ્ટેડ બૂટલેગરે હેડ કોન્સ્ટેબલને ઉડાવ્યો
પહેલા રાઉન્ડમાં ટક્કર ન લાગી તો યુ-ટર્ન લઈ ફરી આવ્યો ને ટક્કર મારી

પકડીને પોલીસ સ્ટેશન લાવ્યા તો PSOને લાફો માર્યો

પકડીને પોલીસ સ્ટેશન લાવ્યા તો PSOને લાફો માર્યો
સુરતની અઠવાલાઈન્સ પોલીસ મળસ્કે નાનપુરા ટીમલીયાવાડ ત્રણ રસ્તા પાસે વાહન ચેકિંગ કરતી હતી. ત્યારે અઠવાગેટ તરફથી કારમાં આવતા નાનપુરાના વોન્ટેડ બૂટલેગરે હેડ કોન્સ્ટેબલને ઉડાવતા તેને ઈજા થઈ હતી. બૂટલેગરથી પહેલા રાઉન્ડમાં ટક્કર ના વાગી તો યુ-ટર્ન લઈ ફરી આવ્યો અને હેડ કોન્સ્ટેબલને ઉડાવ્યો. પોલીસે આરોપી સામે પોલીસ કર્મચારીની હત્યાની કોશિશ અને ફરજમાં રુકાવટનો ગુનો નોંધી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.
હેડ કોન્સ્ટેબલને ઉડાવીને ભાગતા બૂટલેગરને પોલીસે પીછો કરી તેની કાર બંધ પડી જતા પકડ્યો ત્યારે પણ પોલીસ સાથે વિરોધ કરી ભાગવા પ્રયત્ન કર્યો હતો. જ્યારે તેને પકડીને પોલીસ સ્ટેશનમાં લઈ ગયા ત્યારે તેણે PSOને પણ ઝાપટ મારી દીધી હતી. હેડ કોન્સ્ટેબલને ઉડાવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.
સુરતના અઠવાલાઈન્સ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ કારાભાઈ જાદવભાઈ મધરાતે પેટ્રોલિંગ કરી એક વાગ્યાથી ત્રણ વાગ્યા દરમિયાન ટીમલિયાવાડ ત્રણ રસ્તા પાસે પીસીઆર 33 અને 34ના સ્ટાફ સાથે વાહન ચેકિંગ કરતા હતા. ત્યારે અઠવાગેટ તરફથી કાર આવતા કારાભાઈએ તેને રોકવા ઈશારો કર્યો હતો. કારચાલકે કાર ઊભી રાખવાના બદલે ફૂલ સ્પીડમાં ભગાવી ત્યારબાદ ફરી પરત આવ્યો અને હેડ કોન્સ્ટેબલ કારાભાઇને કારથી જોરદાર ટક્કર મારી ઉડાવી દીધા હતા. હવામાં ફંગોળાઈને જમાદાર બોનેટ પર પટકાયા હતા. જમાદાર બોનેટ પરથી જમીન પર પડ્યા હતા અને કારચાલકે ભાગી છૂટવાનો પ્રયાસ કર્યો હતો.
અન્ય પોલીસ કર્મીઓ પીસીઆરમાં પીછો કરતા કારચાલક ગાંધીસ્મૃતિ ભવન પાસેથી યુ-ટર્ન લઇ અઠવાગેટ તરફ ભાગવાની ફિરાકમાં હતો. જોકે, કૈલાસ રેસ્ટોરન્ટ પાસે કાર અચાનક બંધ થઇ જતા પોલીસે કારચાલકને પકડી પાડ્યો હતો. અઠવા પોલીસે કારચાલક ચિત્રાર્થ ઉર્ફે ચિતરાજ ઉર્ફે ચિન્ટુ ભરત રાંદેરી ને સકંજામાં લઈ સરકારી વાહનમાં બેસાડવા પ્રયાસ કરતા તેને અહીં પણ આનાકાની કરી, વિરોધ કરી ભાગવાની કોશિશ કરી હતી.
બળપ્રયોગ કરી પીસીઆરમાં બેસાડી તેને પોલીસ મથકે લઇ જવાયો હતો. જ્યાં અઠવા પોલીસ મથકના PSO સકારામભાઇ સાથે પણ જીભાજોડી કરી ઝાપટ મારી દીધી હતી. પોલીસે આરોપીની વોક્સવેગન કંપનીની વેન્ટો કાર કબજે લીધી હતી અને પોલીસકર્મીની હત્યાની કોશિશ અને સરકારી ફરજમાં રૂકાવટનો ગુનો નોંધી ધરપકડ કરી હતી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!

કાલુપુરની પાર્સલ સર્વિસ પેઢીમાં નોકરી દરમિયાન ₹45,29,910ની ચોરી કરી ફરાર થયાનો આરોપ! તપાસ કરતાં LCB ઝોન-3ની ટીમ બંને સગા ભાઈઓ સુધી ઉત્તર પ્રદેશના આગ્રામાં પહોંચી.

મહેસાણાના વિસનગરમાં ભુવાજી સામે 34 વર્ષીય પરિણીતાએ દુષ્કર્મ અને શોષણની ફરિયાદ નોંધાવી. આ કેસમાં અન્ય બે શખ્સોનાં નામ પણ સામે આવ્યાં છે!