છોટાઉદેપુરમાં ટેન્કરમાં છુપાયેલો કરોડોનો દારૂ
LCBએ સિમેન્ટ ટેન્કરમાં બનાવેલા ગુપ્ત ખંડમાંથી 2.50 કરોડનો વિદેશી દારૂ જપ્ત કર્યો.

છોટાઉદેપુર દારૂ જપ્ત કાર્યવાહી

છોટાઉદેપુર દારૂ જપ્ત કાર્યવાહી
છોટા ઉદેપુર જિલ્લામાં પોલીસને દારૂ હેરાફેરીના વિશાળ કૌભાંડ પર મોટો પ્રહાર કર્યો છે. સ્થાનિક ક્રાઇમ બ્રાન્ચની ટીમે પાવી જેટપુર નજીક રેલવે ગરનાળા પાસે એક સિમેન્ટ ટેન્કર રોકીને 2.50 કરોડથી વધુ મૂલ્યનો વિદેશી દારૂ જપ્ત કર્યો. આ ટેન્કર રાજસ્થાન પાસિંગ હોવાનું સામે આવ્યું છે અને દારૂ છુપાવવા ખાસ ગુપ્ત ખંડ તૈયાર કરવામાં આવ્યો હતો.
તપાસ દરમિયાન જાણવા મળ્યું કે દારૂ હેરાફેરી માટે ટેન્કરમાં ફિલ્મ સ્ટાઇલ જેવી જ રીત અપનાવવામાં આવી હતી. બાંકોરું પાડી ટેન્કરના અંદર બનાવેલા સિક્રેટ ખાડામાંથી કુલ 1561 પેટી દારૂ મળ્યો હતો. જેમાં 28,812 બોટલ વિદેશી દારૂ હતો. આ જથ્થો છોટા ઉદેપુર જિલ્લાના ઇતિહાસમાં અત્યાર સુધીનો સૌથી મોટો પકડી પડેલો જથ્થો માનવામાં આવી રહ્યો છે.
પોલીસે ટેન્કર ચાલક મહેશકુમાર ચૂતરારામ જાટની ધરપકડ કરી છે. પ્રાથમિક પૂછપરછમાં તેણે જણાવ્યું કે દારૂ હરિયાણા રાજ્યના હિસાર અને સીકર વિસ્તાર વચ્ચે ભરાયો હતો. દારૂ કયા સ્થળે પહોંચાડવાનો હતો અને કોણે આ જથ્થો મંગાવ્યો હતો તેની તપાસ હાલ ચાલુ છે. જિલ્લાના પોલીસ વડા ઇમ્તિયાઝ શેખના માર્ગદર્શન હેઠળ પૂછપરછ વધુ કડક બનાવવામાં આવી છે.
આ કેસે દારૂ હેરાફેરીના નવા માર્ગો અને પદ્ધતિઓ અંગે પોલીસની સતર્કતા વધુ વધારી દીધી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કુવાડવા રોડની સોસાયટીમાં પાંચમા માળેથી નીચે પટકાતાં માસૂમ બાળકીનું મોત થયું. શરૂઆતમાં અકસ્માત કે કોઈએ બાળકીને ફેંકી હોવાની શંકા હતી, પરંતુ પોલીસની તપાસ આગળ વધતાં શંકાની સોય તેની માતા તરફ ગઈ!

QR કોડ પેમેન્ટથી મળ્યો સુરાગ, ગુજરાતથી ધરપકડો અને હવે જોબનપ્રીતની મુંબઈમાં ધરપકડ! પોલીસને શંકા છે કે હત્યા પાછળ વિદેશમાં બેઠેલા હેન્ડલર્સનું કનેક્શન હોઈ શકે છે.

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!