દર્દી બની ડૉક્ટરના ક્લિનિકમાંથી 5 લાખની ચોરી
5 લાખની રોકડ રકમની ચોરી કરનાર રાજકુમાર અને બ્રિજકિશોર નામના 2 આરોપીઓને ઝડપ્યા

ડૉક્ટરના ક્લિનિકમાંથી ચોરી

ડૉક્ટરના ક્લિનિકમાંથી ચોરી
અમદાવાદ શહેરના વાડજ વિસ્તારમાં આવેલા આચાર્ય આરોગ્ય કેન્દ્રમાં બનેલા ઘરફોડ ચોરીના બનાવનો ભેદ LCB ઝોન-01 પોલીસે સફળતાપૂર્વક ઉકેલ્યો છે. પોલીસ કમિશ્નરના હુકમ અને ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ, એલ.સી.બી. ઝોન-૧ પોલીસ ઈન્સ્પેક્ટર શ્રી એચ. બી. ગઢવીના નેતૃત્વમાં ટીમે આ કામગીરી કરી છે. આ ઘટનામાં, ડૉક્ટર પ્રવીણના ક્લિનિકમાં 2 ઈસમો દર્દી તરીકે આવ્યા હતા અને ડૉક્ટરને વાતોમાં ફસાવીને તેમની નજર ચૂકવીને ડ્રોવરમાંથી રોકડ રકમની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. ચોરીની આ ઘટના બાદ વાડજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.
આરોપીઓએ કેવી રીતે આપ્યો ગુનાને અંજામ?
ચોરીની ઘટના બાદ પોલીસે ટેક્નિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી. LCBએ બાતમીના આધારે વાડજ ઈન્કમટેક્સ પાસેના વિસ્તારમાંથી 2 આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે. પકડાયેલા આરોપીઓના નામ રાજકુમાર વાસુદેવસાદ શર્મા અને બ્રિજકિશોર બાબુરામ શ્રીવાસ છે. જાણવા મળ્યા મુજબ, આરોપીઓમાંથી એક ઈસમ દર્દી બનીને કમરના દુખાવાનો ઢોંગ કરીને ડૉક્ટર પ્રવીણને વાતોમાં ફસાવતો હતો, જ્યારે બીજાએ ચોરીને અંજામ આપ્યો હતો.
કબજે કરાયેલો મુદ્દામાલ અને વધુ તપાસ
પોલીસે પકડાયેલા આરોપીઓ પાસેથી મોટી માત્રામાં મુદ્દામાલ કબજે કર્યો છે. જેમાં એક ફોર વ્હીલ કાર, 1.5 લાક રોકડ અને ત્રણ મોબાઇલ ફોન સહિત કુલ 5,28,800ની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પોલીસે હવે આ આરોપીઓએ અન્ય કોઈ સાથે છેતરપિંડી કે ચોરી કરેલ છે કે કેમ તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કુવાડવા રોડની સોસાયટીમાં પાંચમા માળેથી નીચે પટકાતાં માસૂમ બાળકીનું મોત થયું. શરૂઆતમાં અકસ્માત કે કોઈએ બાળકીને ફેંકી હોવાની શંકા હતી, પરંતુ પોલીસની તપાસ આગળ વધતાં શંકાની સોય તેની માતા તરફ ગઈ!

QR કોડ પેમેન્ટથી મળ્યો સુરાગ, ગુજરાતથી ધરપકડો અને હવે જોબનપ્રીતની મુંબઈમાં ધરપકડ! પોલીસને શંકા છે કે હત્યા પાછળ વિદેશમાં બેઠેલા હેન્ડલર્સનું કનેક્શન હોઈ શકે છે.

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!